________________
સ્વીકારની અભિલાષા વ્યક્ત કરી. પુત્રને જાણ થતાં કાચા સૂતરના તાંતણાથી પિતાના પગ બાંધી દીધા. કાલી ઘેલી ભાષામાં કહ્યું, “હવે તમે કઇ રીતે જશો? જુઓ, મેં તમને બરાબર બાંધી લીધા છે.’’
सुत वनिता यौवन धन मातो,
આમ જોઇએ તો માત્ર પગ હલાવો અને તૂટી જાય એવું એ બંધન હતું. પણ એ માત્ર કાચા સૂતરનું બંધન ન હતું. એ તો હતો સ્નેહપાશ. પિતા લાચાર થઈ ગયા. વૈરાગ્યના સૂર્યને મોહના વાદળોએ ઢાંકી દીધો.
ભૌતિક જગતનું સૂત્ર છે, જે પ્રિય છે એ મિત્ર છે. આધ્યાત્મિક જગતનું સૂત્ર છે જે પ્રિય છે, તે શત્રુ છે. સમાધિતંત્રમાં કહ્યું છે
-
मूढाऽऽत्मा यत्र विश्वस्त-स्ततो नान्यद् भयास्पदम् । यतो भीतस्ततो नान्य- दभयस्थानमात्मनः ।।
મોહાધીન આત્માને જે પ્રિય છે, તેનાથી વધુ ભયંકર બીજું કાંઇ જ નથી. અને એ આત્મા જેનાથી ભય અનુભવે છે, તેની સિવાય આત્માનું બીજું કોઈ અભયસ્થાન નથી.
મોહવશ આત્માની કેવી વિચિત્ર દશા! એને શત્રુ પર જ પ્રીતિ છે. તેથી એ તેનું જ સાન્નિધ્ય ઝંખે છે, એના પ્રયત્નમાં નિષ્ફળ થાય છે, તો ઝુરે છે, સફળ થાય છે, તો વધુ દુઃખી થાય છે. કારણ કે શત્રુ
એના આત્માનું અહિત કર્યા વિના રહેતો નથી. એવું ન કરે, તો એ શત્રુ જ શાનો?
सम्बन्धानात्मनो जन्तु-र्यावतः कुरुते प्रियान् । तावन्तस्तस्य जायन्ते, हृदये शोकशङ्कवः।। જીવ પોતાના જેટલા પ્રિય સંબંધો કરે, એટલા તેના હૃદયમાં શોક-શલ્યો ભોંકાયા કરે છે.
પ્રિય સંબંધનો આધાર છે રાગ. રાગનું મૂળ છે અતત્ત્વદર્શન. રાગને દૂર કરવાનો ઉપાય છે તત્ત્વદર્શન. દશવૈકાલિક સૂત્રની ટીકામાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે –
-
तत्त्वदर्शिनो हि निवर्तत एव रागः, अतत्त्वदर्शननिबन्धनत्वात्तस्य ।
જે તત્ત્વદૃષ્ટા છે, તેનો રાગ અવશ્ય દૂર થાય છે. કારણ કે અતત્ત્વદર્શન એ જ રાગનું કારણ છે. તત્ત્વ એટલે વસ્તુસ્વરૂપ. પ્રસ્તુતમાં પુત્ર પરનો રાગ દૂર થાય, એ માટે પુત્રનું સ્વરૂપ વિચારવું જોઈએ. ‘પુત્ર’ શું છે? તેનું લક્ષણ શું છે? સ્ત્રી-પુરુષના સંયોગથી પુત્રોત્પત્તિ થાય છે. તે સ્ત્રી-પુરુષ તેના માતા-પિતા કહેવાય છે. આ રીતે જન્ય-જનકના સંબંધથી પુત્ર સ્વાભાવિક રીતે પ્રિય હોય છે, એવી દુનિયાની માન્યતા છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં આ માન્યતાને ધરાશાયી કરી દે, એવો વેધક પ્રશ્ન પૂછ્યો છે
-
कुक्षौ युवत्याः कृमयो विचित्रा, अप्यस्रशुक्रप्रभवा भवन्ति। न तेषु तस्या न हि तत्पतेश्च, रागस्ततः कोऽयमपत्यकेषु ? ।।