________________
અધ્યાયઃ ૧૦ સૂત્ર ૨
છે.(૧)બંધહેતુઓનો અભાવ અને (ર)નિર્જરા અહીં બંધ હેતુઓનો અભાવ થતાં નવા કર્મોનો બંધ અટકે છે અને નિર્જરા થી પ્રથમના બંધાયેલા કર્મોના અભાવ થાય છે.
જ વન્ય:-બંધ-એટલે૪ આત્મ પ્રદેશ કર્મ પુદગલોનું શીર-નીર વત અન્યોન્ય પરસ્પર એકવત થઈ જવું તે બંધ.
# જીવ અને કર્મનો ક્ષીર-નીર સરીખો પરસ્પર સંબંધ થવો તે બંધ કહેવાય. જે આ પૂર્વે પ્રથમ અધ્યાયમાં [સૂત્ર૧:૪] તથા આઠમા અધ્યાયમાં સૂત્ર ૮૩જણાવેલ છે.
કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય એવા પુદ્ગલોનું જે ગ્રહણ કરે છે તે બંધ. જ વન્યદેતુ- બંધના હેતુઓ.
# બંધના હેતુ આ પૂર્વે [ 5.૮-સ્કૂશમાં ] જણાવ્યા મુજબ મિથ્યાત્વ,અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ છે.
જ વન્યત્વમાવ-બંધના હેતુઓનો અભાવ થવો તે. ૪ બંધના હેતુ-મિથ્યાત્વ આદિનો અભાવ થતાં નવાકર્મોનું આગમન થતું નથી. * નિ:-નિર્જરા. પહેલેથી બંધાયેલા કર્મોનું નિર્જરવું- ખરજવું. ૪ આત્મ પ્રદેશોથી કાર્પણ વર્ગણાનું અલગ થઇ જવું તે .
આ રીતે બંધના હેતુઓનો અભાવ તથા નિર્જરા થવાથી અથવા બંધહેતુઓનો અભાવ અને નિર્જરાને કારણે કર્મનો ક્ષય થાય છે.
સ્વપજ્ઞ ભાષ્યાનુસાર સંકલિત અર્થ:મિથ્યાદર્શન વગેરે બંધના હેતુઓ પૂર્વે કહેવાઈ ગયા છે. તેઓનો તેમના-તેમના આવરક કર્મોનો ક્ષય થઈ જવાથી અભાવ થઈ જાય છે. અને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે. - તત્વાર્થ શ્રધ્ધાનું એ સમ્યગ્દર્શન છે અને તેની ઉત્પત્તિ નિસર્ગ કે અધિગમ થી થાય છે. તે વાત પહેલા[૨-૨) કહેવાઈ ગઈ છે.
આ રીતે સંવરથી સંવૃત મહાત્માઓને પરમઅતિશયસંપન્નતાથી અર્થાત સંવર થયો હોવાથી, સમ્યમ્ વ્યપદેશની પ્રાપ્તિ થઈ હોવાથી -નવા કર્મોનો ઉપચય-અર્થાત બંધ થતો નથી. અને પૂર્વે સંગૃહીત કરેલા કર્મોનો તપ-અનુષ્ઠાન આદિ નિર્જરા હેતુ વડે આત્મત્તિક ક્ષય થાય છે.
તેમાં [મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ,અંતરાય- જેને અન્ય ગ્રન્થો ઘાતી કર્મ તરીકે ઓળખાય છે. તથા અહીં 2-3 માં કહ્યા છે.તેનો] કર્મ ક્ષય થતા જ પ્રથમ સમગ્ર દ્રવ્ય અનેસમગ્ર પર્યાયોના વિષયોનું સામાન્ય તથા વિશિષ્ટ જ્ઞાન કરાવનાર, પરમ ઐશ્વર્ય ધારક અને અન્ત રહિત એવા કેવળજ્ઞાન અને કેવળ દર્શનની ઉત્પત્તિ થાય છે.
આકેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થવાથીઆઆત્માશુધ્ધ-બુધ્ધ-સર્વજ્ઞ-જિન અને કેવળી થાય છે. ત્યાર પછી આ કેવળી પરમાત્મા કે જેના અત્યન્ત સૂક્ષ્મ એવા શુભચાર કર્મ [શુભાયુશુભગોત્ર-શુભનામ-શુભવેદના શેષ બાકી રહ્યા હોય છે. તે આયુકર્મ સંસારને વશ, ભવ્ય જન ના બોધને માટે વિહરે છે.
અહીં વિહાર શબ્દથી ત્રણ વસ્તુ ગ્રહણ કરવી (૧)ધ્યાન કરવું(૨)વિહરવું અને (૩)રહેવું. વિહાર શબ્દનો બીજો અર્થલીધો છે. વિવિધું જ્ઞોદતિ ત વિદતિ આ વ્યાખ્યા મુજબ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org