________________
૯૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિવિકત શવ્યાસન કહે છે.
પ-સ્વોપલ્લભાષ્ય વિવિત શાસનતા નામન્તનવાધેસંસતે સ્ત્રીપશુદ્ધ विवर्जिते शून्यागार देवकुलसमा पर्वतगुहादीनामन्यतमे समाधि अर्थ संलीनता ।
જ કાયકલેશઃ૧-ટાઢમાં,તડકામાં વિવિધ આસન આદિ વડે શરીર ને કરવું તે કાયકલેશ.
૨- વીરાસન આદિ આસનોથી બેસવું, કાયોત્સર્ગ કરવો, કેશનો લોચ કરવો ઇત્યાદિ કાયકલેશ તપ છે.
૩-આત્માને શરીર સાથેનો સંબંધ ગાઢ હોવાથી આત્મા શરીરના દુઃખે દુઃખી થઈ જાય છે અને શરીરના સુખે પોતાને સુખી માનવા લાગી જાય છે. તેથી પોતાનો દેહજ આત્મા છે એવો મિથ્યા-આભાસ જીવમાં ઉભો થાય છે. પરીણામે આત્મા, આત્મ શુધ્ધિની સાધનાથી અળગો રહેતો હોય છે. આ માટે કાયાને કષ્ટ આપવા રૂપ વિવિધ પ્રકારના તપો વડે કાયા અને આત્મા બંનેનો ભેદ સ્પષ્ટ થાય તે માટે પ્રયત્નો કરવા તે કાયકલેશ તપ.
४-कायक्लेशोऽनेकविधः । तद्यथा स्थानवीरासनोत्कडुकासनैकपार्श्वदण्डायतशयनातापनाप्रावृ तादीनि सम्यक् प्रयुक्तानि बाहयं तपः ।
પ- જેનાથી કાયાને કલેશ કે કષ્ટ થાય તે કાયકલેશ તપ. વિરાસન આદિ આસનો, કાયોત્સર્ગ, લોચ,ઉગ્રવિહાર આદિ કાયકલેશ તપ છે.
આ તપના સેવનથી શરીર ઉપરનો રાગ દૂર થાય છે, સહન કરવાનું સામર્થ્ય પ્રગટે છે. વર્યાન્તરાય નો તીવ્ર ક્ષયોપશમ થાય છે.
- આ રીતે છ પ્રકારનો બાહ્યતપ કહેવાયો છે તે દરેક તપનું ફળ સંગત્યાગ,શરીર લાઘવ,ઇન્દ્રિય વિજય, સંયમ-રક્ષણ અને કર્મ નિર્જરા છે. એટલે કે આ બાહ્યતપ કરવાથી શરીર પરત્વેની મૂછનો ભાવ દૂર થાય છે અંતરંગ- બાહ્ય બધાં પરગ્રહો છૂટી જવાથી નિર્મમ નિરહંકાર રૂપ પરીણામ સિધ્ધ થાય છે.
તપ ન કરવાથી શરીર ભારે બને છે, પ્રમાદની વૃધ્ધિ થાય છે જયારે આ તપોના નિમિત્તથી શરીરમાં લઘુતા આવે છે. જેથી પ્રત્યેક કાર્ય પ્રમાદ રહિત પણે થઈ શકે છે. આ તપના નિમિત્ત થી ઇન્દ્રિયો પણ ઉદ્વેગ ને પ્રાપ્ત કરતી નથી. પરીણામે સંયમની રક્ષા અને કર્મોની નિર્જરા થયા કરે છે.
આ છ પ્રકારનો બાહ્યતપ એ અત્યંતર તપની પુષ્ટિ માટે એક મહત્વનું સાધન છે બાહ્યતપ શરીર અને આત્મા એ બંને વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરે છે. શરીર એ ફકત સંયમ નિર્વાહના સાધન રૂપ છે, તેમ સમજીને તેનું પોષણ કરવું પણ મુખ્યતા દેહનું લાલન પાલન નહી પણ તપ કરવા માટે દેહ એક સાધન ભૂત છે તે વાતની હોવી જોઈએ, એ જ્ઞાન અહીં બાહ્યતપ તપ થકી પ્રતિપાદિત થાય છે.
U [સંદર્ભ
$ આગમ સંદર્ભ - વહિપ વેિ છવિ પumજે તું નહીં સM-૩ોરિયાभिक्खायरियाश्चरसपरिच्चाओ, कायकिलेसो पडिसंलिणया बज्झो (तवो होइ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org