________________
૮૫
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૮
જ યથાખ્યાત ચારિત્રઃ૧-જેમાં કોઈપણ કષાય ઉદયમાં નથી જ હોતો તે યથાખ્યાત અર્થાત વીતરાગ ચારિત્ર. આ યથાખ્યાત ને અવ્યાખ્યાતકે તથાખ્યાત નામે પણ ઓળખવામાં આવે છે.
ર-યથાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જીનેશ્ર્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર.
જિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ ચારિત્ર તરીકે અકષાય [-કષાય રહિત) ચારિત્રને કહ્યું છે આથી કષાયના ઉદયથી સર્વથા રહિત ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર.
ઉપશાંત મોહ [જને કર્મગ્રન્થકારો ૧૧મું ગુણઠાણું કહે છે] ત્યાં કષાયનો સર્વથા ઉપશમ હોય છે અને ક્ષીણમોહ,સયોગી કેવળી,અયોગી કેવળી જેને કાર્મગ્રંખ્યિક પરીભાષામાં ૧૨મું, ૧૩મુ, ૧૪મું ગુણસ્થાનક કહેવાય છે] આ કક્ષાએ કષાયનો સર્વથા ક્ષય થયો હોય છે. તેથી આ ચાર કક્ષાના સંયતો -સાધુ ને યથાખ્યાત ચારિત્ર હોય છે.
વર્તમાનમાંઆ ચારે કક્ષા [ગુણસ્થાનકનો અભાવ હોવાથી યથાવાતચારિત્રનો પણ અભાવ વર્તે છે.
૩- જેને સ્થૂલ થકી કે સૂક્ષ્મ ભાવથી પણ મોહનીયકર્મનો ઉદય નથી તેવાં ઉપશાંત મોહ સંયતને તેમજ જેમને મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરેલો છે તેવા ક્ષીણ મોહ, સયોગી કેવળી અને અયોગી કેવળી સંયતોને યથાખ્યાત ચારિત્ર હોય છે એમ જાણવું.
મોક્ષમાં ગયેલા આત્માઓને કોઈપણ પ્રકારની આત્મવિશધ્ધિ કરવાની હોતી નથી. તેથી તેઓને આત્મવિશુધ્ધિ કરવા રૂપ ચારિત્ર હોતું નથી. તેઓને કેવળ આત્મ ભાવમાંજ રમણતા કરવાપણું છે. તેમને ઉપચારે ચારિત્ર જાણવું.
૪-જે ચારિત્ર સર્વ જીવલોકમાં વ્યાતિ એટલે કે પ્રસિધ્ધ છે. તેને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. જેને આચરીને સુવિહિતો મોક્ષ તરફ જાય છે.
યથા- જેવું,જૈન શાસ્ત્રોમાં અહંત ભગવંતો એ ક્યાત અર્થાત્ કહ્યું છે, તેવું સંપૂર્ણ ચારિત્ર, તે યથાર્થાત ચારિત્ર.
અથવા ગઈ એટલે સર્વજીવ લોકમાં ક્યાત એટલે કે પ્રસિધ્ધ. તુરંત મોક્ષ આપનારું હોવાથી, મોક્ષના ખાસ કારણ તરીકે પ્રસિધ્ધ, ગવાયગથાર્થત કહેવામાં આવે છે.
આ યથાવત ચારિત્રનું ચાર ભેદે કથન પણ જોવા મળે છે.
(૧)રૂપશાન્ત યથાસ્થતિ:-ઉપશાન્ત મોહ-સંયતને મોહનીયકર્મો સત્તામાં હોય છે, પણ તદ્દન શાન્ત હોવાથી તેનો ઉદય હોતો નથી. તે વખતનું ચારિત્રને ઉપશાન્તયથાખ્યાત ચારિત્ર.
(૨)ક્ષણિયથાર્થાત:ક્ષીણમોહઅને સયોગી-અયોગી કેવળી અવસ્થામાંતોમોહનીયનો મૂળથી જ તદ્દન ક્ષય થવાથી જે ક્ષાયિક ભાવનું ચારિત્ર છે તે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર.
(૩)છાણિ યથાસ્થતિ:-ઉપશાન્ત અને ક્ષીણ મોહ એ બંને કક્ષાના સંયતો ને માટે છદ્મસ્થવીતરાગ શબ્દ વપરાયો છે. તેથી તેને છાઘસ્થિકથાખ્યાત ચારિત્ર પણ કહેવાય છે.
(૪)વટિશ યથાર્થાતઃ- સયોગી કે અયોગી કક્ષાના સંયતો કેવલી હોય છે. તેથી તેના ચારિત્રને કેવલિક યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org