________________
૮૩
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૭ આપવીતે, અથવા એક તીર્થકરના સાધુભગવંતોને બીજા તીર્થકરના શાસનમાં પ્રવેશ વખતે જે તીર્થસંક્રાન્તિરૂપ -પ્રક્રિયા થાય તે વખતે અપાતું ચારિત્ર.
પ-છેદ કરીને સ્થાપના કરવા યોગ્ય ચારિત્ર એવો સામાન્ય શબ્દાર્થ થાય છે. કોનો છેદ કરવો? સામાયિક ચારિત્રના પૂર્વપર્યાય નો - પૂર્વભાગનો.
ઉપસ્થાપના કોની કરવી? નવા પર્યાયની ઉપસ્થાપના કરવી
* પરિહાર વિશુધ્ધિઃ
૧- જેમાં ખાસ વિશિષ્ટ પ્રકારના તપ પ્રધાન આચાર પાળવામાં આવે છે તે પરિવાર વિશુધ્ધિ ચારિત્ર.
ર-અમુક પ્રકારના તપને પરિહાર કહેવામાં આવે છે પરિહાર તપથી વિશુધ્ધિવાળું જે ચારિત્ર તે પરિહાર વિશુધ્ધિ ચારિત્ર
આચારિત્રના પાલનમાંનવનો સમુદાય હોય છે. નવથી ઓછા ન હોય અને વધારે પણ નહોય. નવ જ હોય. તેમાં ચાર સાધુઓ પરિહાર તપની વિધિ મુજબ પરિહાર તપ કરે. ચાર સાધુઓ સેવા કરે. એક સાધુ વાચના ચાર્ય તરીકે રહે. એ આઠેય સાધુઓ ને વાચના આપે જોકે આ ચારિત્ર ગ્રહણ કરનારા સઘળા સાધુઓ શ્રુતાતિશય સંપન્ન હોય છે. છતાં તેઓનો આચાર હોવાથી એકને વાચના ચાર્ય તરીકે સ્થાપે છે.
પરિહાર તપની વિધિ :-ઉનાળામાં જધન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ -શિયાળામાં જધન્ય છ૪, મધ્યમ અટ્ટમ, ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ
ચોમાસામાં જધન્ય અટ્ટમ, મધ્યમ ચારઉપવાસ, ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ જે સમયે પરિહાર તપનું સેવન કરે તેવખતે જેરુચાલતી હોય તે ઋતુ પ્રમાણેતપ કરે પારણે આયંબિલ જ કરે તેમાં પણ વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ પૂર્વક જ ગોચરી લાવવાની હોય છે.
જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટએ ત્રણે પ્રકારમાંથી પોતાની શકિત પ્રમાણે ગમેતે પ્રકારનો તપ કરે. આપછ મહિના સુધી કરે છમહિના પછી જે સાધુઓ સેવા કરતા હતા, તે સાધુઓ આ તપ શરૂ કરે અને છ મહિના પર્યન્ત આ તપ કરે. અર્થાત્ જે તપ કરતા હતા તે વૈયાવચ્ચ કરે, વૈયાવચ્ચ કરનારા તપ કરે.
છ મહિના બાદ વાચનાચાર્ય આ તપ શરૂ કરે, તે પણ છ મહિના સુધી કરે બાકીના આઠ સાધુઓમાં ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ સાત સાધુ તપસ્વીની સેવા કરે અને એક સાધુ વાચનાચાર્ય બને. જે વખતે ચાર સાધુઓ તપ કરતા હોય ત્યારે સેવા કરનારા ચાર સાધુ તથા વાચનાચાર્ય દરરોજ આયંબિલ કરે, અને જે વખતે વાચનાચાર્ય નો તપ ચાલતો હોય ત્યારે આઠેય સાધુઓ દરરોજ આયંબિલ કરે આ રીતે ૧૮ મહિને આ તપ પૂરો થાય.
પરિહાર કલ્પ પૂર્ણ થયા બાદ તે મુનિઓ પુનઃ એ તપનું સેવન કરે, અથવા જિનકલ્પ સ્વીકારે, અથવા સ્થવિર કલ્પ સ્વીકારે. આ કલ્પમાં રહેલા મુનિઓ આંખમાં પડેલું તૃણ પણ સ્વયં બહાર કાઢે નહીં, કોઈપણ જાતના અપવાદનું સેવન કરે નહીં, ભિક્ષા સિવાયના કાળમાં કાયોત્સર્ગમાંરહે, કોઈને દીક્ષા આપે નહીંકવચિત ઉપદેશ આપે,નવો અભ્યાસનકરે,ભણેલાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org