________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૨-કષાય- ક્રોધ, માન,માયા,લોભ રૂપ ચાર કષાયનો આસ્રવ કહ્યો છે. આ ચાર પ્રકારના કષાયાસાવનો નિરોધ અર્થાત નિષ્કષાયી કે અલ્પકષાયી પણું તે સંવર છે.
૩-ઇન્દ્રિય-સ્પર્શન,રસન, પ્રાણ,ચ અને શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિય થકી થતો આસ્રવ તે ઈયિાગ્નવ છે. તેનો નિરોધ અર્થાત તેની રાગ-દ્વેષ રૂપ પ્રવૃત્તિને અટકાવી તે પણ સંવર છે.
૪-ક્રિયા - સમ્યક્ત,મિથ્યાત્વ આદિ જે પચીસ ક્રિયામ.૬ ના સૂત્રમાં જણાવેલી છે તે ક્રિયા થકી થતાં આમ્રવને અટકાવવો તે પણ સંવર છે. મતલબ કે આ ર૫ ક્રિયાથી નિવૃત્ત થવું કે અટકવું તે.
પ-યોગ-મન,વચન, કાયાની પ્રવૃત્તિ કે વ્યાપાર જેને યોગ કહે છે તે યોગ પણ આગ્નવ રૂપ જ કહ્યો છે. તેથી આ યોગ નિરોધ એપણ સંવર છે.
સારાંશ એ કે પ-અવ્રત, ૪-કષાય, પ-ઇન્દ્રિય, ૨૫ ક્રિયા અને ૩-યોગ એમ ૪રભેદ આમ્રવના કહ્યા છે. આ ૪૨ ભેદથી આવતા કર્મોને અટકાવવા તે જ સંવર.
જ નિરોધઃ-નિરોધ એટલે પ્રતિબંધ અટકાવવું કે રોકવું તે + निरोधो निवारणं स्थगनं । # પ્રસ્તુત સૂત્રમાં આમ્રવને રોકવા ના સંદર્ભમાં નિરોધ: શબ્દને સૂત્રકારે પ્રયોજેલ છે. * સંવર:-સૌ પ્રથમ વ્યાખ્યાતો સૂત્રકારે પોતેજ કહી દીધી છે.
આમ્રવનો નિરોધ' એ જ સંવર છે. ૪ પૂર્વોકત કાયયોગાદિ ૪૨ પ્રકારના આમ્રવને નિરોધ એજ સંવર. જ આત્માના કર્મ-ઉપાદાન હેતુભૂત પરિણામોનો અભાવ તે સંવર કહેવાય છે. ૪ કર્મને આવવાના જે કોઈપણ નિમિત્ત, તેનો અભાવ એ જ સંવર.
* आसूयते-समादीयते यैः कर्माष्टविधम् आनवा: ते कर्मणां प्रवेशवीथय: शुभाशुभलक्षणा: कायादयस्त्रय-इन्द्रिय-कषाया-ऽव्रत - क्रियाश्च-पञ्च-चतुः-पञ्च-पञ्चविंशति सङ्ख्यास्तेषां निरोधो - निवारणं - स्थगनं संवरः ।
* સંવરના બે ભેદ-જે સંવરતત્વની વ્યાખ્યા કરી, જેના આગ્નવ-નિરોધને આશ્રીને ૪૨ ભેદ કહ્યા, અને ૧૭-ભેદે તેની વ્યાખ્યા હવે પછીના સૂત્ર ૨ માં કરવાની છે તે સંવરતત્વ અહીં બે ભેદે કહેવાએલ છે (૧)સર્વસંવર અને (૨)દેશ સંવર.
[૧]સર્વ સંવર - સર્વ પ્રકારના આગ્નવોને અભાવ તે સર્વ સંવર જે ફકત ચૌદમા ગુણ સ્થાનકે જ હોય છે.
[૨]દેશ સંવરઃ-અમુક કે થોડા આગ્નવોનો અભાવ એ દેશ સંવર કહેવાય છે. જે ચૌદમા ગુણ સ્થાનકની નીચે-નીચેના ગુણ સ્થાનકોમાં હોય છે. દેશ સંવર વિના સર્વસંવર થાય નહીં માટે પ્રથમ દેશ સંવર ને માટે પ્રયત્ન કરવો જોઈએ.
જ સંવરના બે ભેદ બીજી રીતે - દ્રવ્ય અને ભાવને આશ્રીને સંવર ના બે ભેદ પણ કહેવાયા છે તે મુજબ (૧)દ્રવ્ય સંવર(૨)ભાવ સંવર
[૧]દ્રવ્ય સંવર - # શુભ અથવા અશુભ કર્મોનું રોકવું એટલે ગ્રહણ ન કરવું તે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org