________________
૩૦
તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા જયારે ધર્મએ સંવર-નિર્જરાના કારણભૂત છે. અને તે સંવર-નિર્જરા ઉત્તમ ધર્મ વડે જ થઈ શકે છે માટે અહીં ઉત્તમધર્મ શબ્દ પ્રયોજેલ છે.
[૧]ક્ષમાધર્મ# દ્વેષભાવ રહિત તેમજ ક્રોધ રહિત થઈ ક્ષમા આપવી તેમજ ક્ષમા ધારણ કરવી તે
# ક્ષમા એટલે સહનશીલતા રાખવી અર્થાત ગુસ્સાને ઉત્પન્ન ન થવા દેવો અને જો ઉત્પન્ન થાય તો વિવેક બળથી તેને નકામો કરી નાખવો તે.
# ક્ષમા એટલે સહિષ્ણુતા. બાહ્ય કે આંતરિક પ્રતિકુળતામાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરવો. ગફલતથી ઉત્પન્ન થયેલા ક્રોધને વિફળ બનાવવો.
# ક્રોધનો અભાવ તે ક્ષમા # ક્ષમા,તિતિક્ષા,અહિષ્ણુતા અને ક્રોધનો નિગ્રહ આ બધા એકાર્થક શબ્દો છે. ક્ષમા કેળવવાની પાંચ રીતો -
(૧)દોષનો સદ્ભાવ-અસદ્ભાવઃ- કોઈ ગુસ્સો કરે ત્યારે તેનાં કારણોની પોતામાં શોધ કરવી.જો સામાના ગુસ્સાનું કારણ પોતામાં નજરે પડે તો એમ વિચારવાનું કે ભૂલ તો મારી જ છે. એમાં સામો જુઠું શું કહે છે? અને જો પોતામાં સામાના ક્રોધનું કારણ નજરે ન પડે તો એમ ચિતવવું કે આ બિચારો માણસ અણસમજ થી મારી ભૂલ કાઢે છે.
છે અર્થાત્ - જયારે કોઈ આપણને અપ્રિય કહે, આપણા દોષો બોલે ત્યારે વિચારવું કે આ મારા જે દોષો બોલે છે તે મારામાં છે કે નહીં? જો એ દોષોનો સદ્ભાવ જણાય તો એ ખોટું શું કહે છે કે મારે ગુસ્સે થવું-તેમ વિચારવું અને જો દોષનો અભાવ જણાયતો આવા અજ્ઞાન માણસ સામે શું રોષ કરવો તેમ વિચારવું.
(૨)ક્રોધ વૃત્તિના દોષોનું ચિંતન -
છે જેને ગુસ્સે આવે છે તે સ્મૃત્તિભ્રંશ થવાથી આવેશમાં સામા પ્રત્યે શત્રુતા બાંધે છે, વખતે તેને મારે છે, નુકસાન પહોંચાડે છે, અને તેમ કરતાં પોતાના અહિંસા વ્રતનો લોપ કરે છે. ઇત્યાદિ અનર્થ પરંપરાનું ચિંતન તે ક્રોધ વૃત્તિના દોષોનું ચિંતન.
છે આ વાતને જરા વિસ્તારથી જોઈએ તો -
ક્રોધ થી ઉત્પન્ન થતા દ્વેષ, કલેશ-કંકાશ,વૈમનસ્ય,શરીરહાનિ,હિંસા,સ્કૃત્તિભ્રંશ, વિવેકનાશ વ્રત નાશ આદિ દોષો વિચારવા. ક્રોધથી બાહ્ય જીવન ઉપર, શરીર ઉપર,અને આધ્યાત્મિક જીવનમાં ખૂબ ખરાબ અસર થાય છે.
બાહ્ય જીવન માં નુકસાનઃ- ક્રોધને વશ બનીને જીવ અન્યની સાથે દ્વેષ કરે છે. પરિણામે બંને વચ્ચે વૈમનસ્યભાવ થવાથી બંનેનું જીવન અશાંતિમય બને છે. ગુસ્સામાં વ્યકિત, વિવેક ગુમાવે છે. બીજાને આકરા કે કડવા વેણ કહી બેસે છે. ઉપકારી પરત્વે પણ અયોગ્ય વર્તન થઈ જાય છે. પરિણામે આબરૂ-પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે.સમાજ,કુટુમ્બ,સમુદાયમાં તેનું મહત્વ રહેતું નથી. ક્રોધાગ્નિીથી પ્રીતિ, વિનય અને વિવેક બળી જાય છે.સહવર્તીઓને અપ્રિય બને છે. માન કે આદર જળવાતા નથી. સમાજમાં કિંમત રહેતી નથી. બાહ્ય જીવન તદ્દન મુફલીસ જેવું થવા માંડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org