________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૮
૧૨૫ ધ્યાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું તેવું એકાગ્રચિન્તા નિરોધરૂપ ધ્યાન ફકત અંત મુહૂત પર્યન્ત રહે છે પણ વિશેષ થી સમજવા કેટલાક મુદ્દા અત્રે રજૂ કર્યા છે.
૧-મુહર્ત એટલે બે ઘડી. -બે ઘડી એટલે ૪૮ મિનિટ.
૩-અહીં મુહૂર્ત શબ્દ થી “અંતર્મુહૂત” અર્થ લેવાનો છે. જો કે સ્વોપજ્ઞ ભાષ્યમાં તો તદ્ ધ્યાનમ્ મામુહૂર્તત મવતિ એટલું જ કહ્યું છે તેનો અર્થ એટલો જ થાય કે સૂત્રઃ૨૭માં કહેવાયેલ ધ્યાન વધુમાં વધુ એકમુહૂર્ત સુધી જ હોઈ શકે છે. પણ સિધ્ધસેનીય વૃત્તિમાં તેનો અર્થ સ્પષ્ટ કરતા મતમુહૂર્તપરિમાને લખેલું છે. માટે અહીં અંતમુહૂર્ત અર્થ લેવો.
૪-અંતમુહૂર્તના બે ભેદ છે. જધન્ય અને ઉત્કૃષ્ટ. જધન્ય અંતમુહૂર્ત નાનામાં નાનુ અંતમુહૂર્ત નવ સમયનું છે.
ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત - મોટામાં મોટુ અંતમુહૂર્ત એક સમયજૂન એક મુહૂર્ત-અર્થાત્ ૪૮ મિનિટથી એક સમય ન્યૂન કહેલું છે.
પ-કાલપરિમાણઃ- આરીતે એકધ્યાન વધુમાં વધુ અંતર્મુહૂર્તના કાળપરિણામવાળું કહ્યું તેના અર્થને વધુ સ્પષ્ટ કરતાં ભાષ્યકાર મહર્ષિએ આગળ કહી દીધુ કે પરત: મત દુર્ગાનવાન્ આ ધ્યાન અંતર્મુહૂર્ત થી વધુ રહી શકતું નથી. કેમ કે તેથી વધારે કાળ થવાથી દુર્બાન થઈ જાય છે. - આ રીતે અંતમૂહુર્ત પછી અવશ્ય ચિત્તચલિત બને છે. તેથી આગળ તેનેટકાવવું મુશ્કેલ કે અસંભવ હોવાથી ધ્યાનનું કાલ પરિમાણ અંતર્મુહુર્ત જ માનવામાં આવેલ છે.
હા, ચિત્ત અંતર્મુહૂર્ત પર્યન્ત સ્થિર રહી શકે છે. ફરી અંતમૂહુર્ત થતા ચિત્ત ચલિત બને છે, પુનઃપુનઃ આ સ્થિરતા અને ચલિતતાનો ક્રમ ચાલુ રહી શકે છે. પણ કાળમર્યાદા સળંગતો અંતમૂહુર્તની જ રહે છે. - સ્થૂળ દૃષ્ટિએ આપણને લાગે કે કલાકો સુધી લગાતાર ધ્યાન ચાલે છે. પણ સૂક્ષ્મ દૃષ્ટિ થી નિરીક્ષણ કરવામાં આવે તો અંતર્મુહૂર્ત બાદ ચિત્ત સૂક્ષ્મ પણ અવશ્ય ચલિત થઈ જાય છે. જો કે એક વાત નોંધપાત્ર છે કે આ નિશ્ચયથી સૂક્ષ્મધ્યાનની વાત છે, સ્થૂળ થી તો કલાકો સુધી પણ ધ્યાન થતું જોઈ શકાય છે. પણ વાસ્તવિક સ્થિતિ એ છે કે અંતર્મુહૂર્ત પછી સૂક્ષ્મ કાળ માટે પણ અવશ્ય દુર્બાન થાય છે.
જ પ્રશ્ન - સ્વોપજ્ઞ ભાષ્યમાં દુર્ગા શબ્દ કહ્યો તેનો અર્થશો?
દુર્બાન શબ્દથીમાર્ણ અને રૌદ્ર ધ્યાનલેવામાં આવે છે પણ તુન શબ્દથી સિધ્ધસેનીય વૃત્તિમાં વિભિન્ન અર્થ જણાવેલા છે.
(૧)દુર્બાન એટલે ખરાબ ધ્યાન. (૨)દુર્બાન એટલે ધ્યાનનો અભાવ. (૩)દુર્બાન એટલે વિકૃત્ત ધ્યાન. (૪)દુર્બાન એટલે સામર્થ્ય વિનાનું ધ્યાન. (૫)દુર્બાન એટલે ના પસંદ કરવા યોગ્ય ધ્યાન.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org