________________
૧૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા छ । नाराचं शब्द प्रत्येकं सम्बध्यते, तत्र वजर्षभ-नाराच,पुन: अर्द्ध-नाराचं तथा ऋषभनाराचं, तथा ના રસ્તે ડરમ સંવનવાવ્યા:આ રીતે બંને વૃત્તિમાં ચારે સંઘયણને ઉત્તમ સંઘયણ તરીકે સ્વીકારેલા છે. માટે પંડિત સુખલાલ નું વિવેચન અયોગ્ય છે.
આવા ચારે ઉત્તમ સંઘયણ વાળાને જ ધ્યાનના અધિકારી માનવામાં આવેલા છે કારણ કે ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે જે શારીરિકબળ જોઈએ તેનો સંભવ ઉકત ચાર સંહનનવાળા શરીરમાં છે. બાકીના બીજા બે સંહનન વાળા શરીરમાં નથી.
એતો જાણીતું જ છે કે માનસિક બળનો એક મુખ્ય આધાર શરીરજ છે અને શરીર બળ તે શારીરિક બંધારણ ઉપર નિર્ભર છે. તેથી ઉત્તમ સંહનનવાળા સિવાયના સંહનનવાળાને ધ્યાનના અધિકારી ગણેલ નથી. જેટલે અંશે શારીરિક બંધારણ નબળું, તેટલે અંશે મનોબળ ઓછું,જેટલે અંશે મનોબળ ઓછું, એટલે અંશે ચિત્તની સ્થિરતા ઓછી. તેથી નબળા શારીરિક બંધારણ વાળા અર્થાત અનુત્તમ સંહનનવાળા લોકો પ્રશસ્ત કે અપ્રશસ્ત વિષયમાં જે એકાગ્રતા સાધીશકે છે તે એટલી બધી ઓછી હોય છે કે તેની ગણના ધ્યાન માં થઇ શકતી નથી જ સ્વરૂપઃ
-એટલે એક આલંબન એક વિષય વિતા-એટલે ચલચિત્ત નિરોધ-એટલે સ્થિરતા વિન્તનિરોધ-ચલચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતા [એ જ ધ્યાન
સામાન્ય રીતે ક્ષણમાં એક, ક્ષણમાં બીજા અને ક્ષણમાં ત્રીજા એમ અનેક વિષયોને અવલંબી ચાલતી જ્ઞાનધારાભિન્નભિન્ન દિશામાંથી વહેતી, હવાની વચ્ચે રહેલદીપશિખાની પેઠે અસ્થિર હોય છે. આવી જ્ઞાનઘારા અર્થાત્ ચિંતાને વિશેષ પ્રયત્ન વડે બાકીના બધા વિષયોથી હઠાવી કોઈ એક જ ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી, અર્થાત્ જ્ઞાનધારાને અનેક વિષય ગામિની બનતી અટકાવીને એક વિષયનીગામિની બનાવી દેવી તે છે.
જ ધ્યાનનું આ સ્વરૂપ અને સંયતની કક્ષા - -
કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા રૂપ ધ્યાન કહેવાયું તે ધ્યાનનું સ્વરૂપ અસર્વજ્ઞ કે છદ્મસ્થ સંયોતોને જ સંભવે છે [અર્થાત્ બારમાં ગુણ સ્થાનક સુધી જ આ ધ્યાન હોય છે).
સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયા પછી અર્થાત સયોગી-અયોગી કક્ષાએ [અર્થાત તેરમાં અને ચૌદમા ગુણઠાણે ધ્યાનનું ઉપરોક્ત સ્વરૂપસ્વીકારવામાં આવેલ નથી. વળી ભગવંતોને યોગ-નિરોધ રૂપ ધ્યાન હોય છે, જેનું વર્ણન આ અધ્યાયના સૂત્ર:૪૦ તથા ૪૬માં જણાવવામાં આવેલ છે.
જ પ્રશ્ન-ચાર ગતિમાં નબળા સંઘયણ વાળા જીવોને પણ આરૌદ્ર આદિ ધ્યાન હોય છે. હવે અહીં સૂત્રોકત ધ્યાનની વ્યાખ્યા પ્રમાણે તો નબળા સંઘયણ વાળાને ધ્યાન હોઈ શકે નહીં તો પછી આ સૂત્ર કઈ રીતે ઘટાવવું?
સમાધાનઃ- આ સૂત્રાનુસાર પ્રબળ કોટિના ધ્યાનને જ ધ્યાન તરીકે વિવલિત કરાયું છે.સામાન્ય કોટીના ધ્યાનને ધ્યાન સ્વરૂપે ગણતરીમાં લેવાયેલ જ નથી.
-જેમ લોકમાં અધિક લક્ષ્મીવાળાને જ શ્રીમંત-ધનવાન કહેવામાં આવે છે તેમ અહીં પ્રબળ કોટીની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે. આથી ચારગતિમાં નબળા સંઘયણવાળાને
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only