________________
૧૧૫
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૫ કરવો તેને અનુપ્રેક્ષા કહે છે
0 ગ્રહણ કરેલ સૂત્ર-અર્થને પોતાના આત્મા પ્રતિ યથાર્થ વિધિ નિષેધે પ્રયુજવો જેથી શુધ્ધ અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કારણ કે અનુપ્રેક્ષા રહિત જ્ઞાન એ દ્રવ્ય-શ્રુત છે તેથી ચિંતન રૂપ અનુપ્રેક્ષા સ્વાધ્યાય કરવો આવશ્યક છે.
પદાર્થની પ્રક્રિયાને જાણીને ગરમ લોહપિડની માફક ચિત્તને તરૂપ બનાવી દેવું અને તેનો વારંવાર મનથી અભ્યાસ કરવો તે અનુપ્રેક્ષા છે.
[૪]આખાયઃ# શીખેલી વસ્તુના ઉચ્ચારનું શુધ્ધિપૂર્વક પુનરાવર્તન કરવું તે આમ્નાય અર્થાત પરાવર્તન.
૪ મુખના ઉચ્ચારપૂર્વક અભ્યાસ કરવો -નવું શ્રત કંઠસ્થ કરવું કે કંઠસ્થ કરેલ શ્રુતનું પરાવર્તન કરવું.
૪ ગાનાયો હોવશુદ્ધ પરિવર્તન અને રૂપાન-આમ્નાય ઘોષિવિશુધ્ધિપરિવર્તન-ગુણન અને રૂપદાન આ બધાં શબ્દો પર્યાયવાચી છે.
શુધ્ધતાપૂર્વક પાઠને ગોખવો-કંઠસ્થ કરવો અથવા પુનઃપુનઃ પાઠ કરવો-પારાયણ કરવું તે આમ્નાય કહેવાય છે.
જે પોતાને પ્રાપ્ત સૂત્ર-અર્થ અને અનુભવને વારંવાર સંભાળવો-પરાવર્તન કરવું તે આમ્નાય સ્વાધ્યાય.
૪ આચાર પારગામી વ્રતીનું લૌકિક ફળની અપેક્ષા રહિત પણે દુત-વિલખિત વગેરે પાઠદોષોથી રહિત થઈ ને પાઠને ફેરવવો -ગોખવો તે આમ્નાય સ્વાધ્યાય છે.
[૫]ધર્મોપદેશઃ$ જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું અથવા ધર્મનું કથન કરવું તેને ધર્મોપદેશ કહે છે. # સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું શિષ્ય વગેરેને ધર્મનો ઉપદેશ આપવોતે ધર્મોપદેશ છે.
મર્થોપશો વ્યાધ્યાનમ્ મનુયોગ વર્ગ ધર્મોપદ્દેશ રૂતિ મનતમ અર્થોપદેશ, વ્યાખ્યાન,અનુયોગ વર્ણન અને ધર્મોપદેશ આ બધા પર્યાયવાચી શબ્દો છે. અર્થાત્ તત્વાર્થ આદિનુ નિરૂપણ કરવું તેને ધર્મોપદેશ કહે છે.
vસૂત્રઅર્થથી પ્રાપ્તઅનુભવ સહિતના અધ્યાત્મજ્ઞાનને પરહિતાર્થે તેમજ સ્વહિતાર્થે નિર્જરા ધર્મકથા સ્વરૂપે ઉપદેશ આપવોતે.-અહી કથા શબ્દકથન અર્થમાં લેવાનો છે કથા શબ્દથી કથા કરવી એમ સમજવું નહી. માટે સૂત્રકારે ધર્મોપદેશ શબ્દ પ્રયોજેલ છે.
$ લૌકિકખ્યાતિલાભ આદિફળી આકાંક્ષાવિનાઉન્માર્ગની નિવૃત્તિને માટે સક્રેહની વ્યાવૃત્તિ અને અપૂર્વ પદાર્થના પ્રકાશન ને માટે ધર્મકથા કરવી તે ધર્મોપદેશ છે.
જે સ્વાધ્યાયની આવશ્યકતા:- વિશે રીઝવર્તિ માં સુંદર વાત કહી છે “પ્રજ્ઞાનો અતિશય પ્રશસ્ત અધ્યવસાયો, પ્રવચન ની સ્થિતિ,સંશય-ઉચ્છદ,પરવાદિયોની શંકાનો અભાવ,પરમસંવેગ, તપોવૃધ્ધિ અને અતિચાર શુધ્ધિ આદિને માટે સ્વાધ્યાય-તપ નું આચરણ અત્યંત આવશ્યક છે. જ કમ અને નામ ભેદ સ્પષ્ટીકરણ-નવતત્વ તથા અન્ય ગ્રન્થોમાં વાચના-પૃચ્છના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org