________________
૧૧૦
તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા U [7]અભિનવટીકા- વૈયાવૃત્ય એ સેવારૂપ હોવાથી, સેવાયોગ્ય હોય એવા દશ પ્રકારના સેવ્ય-સેવાયોગ્ય પાત્રને લીધે તેના પણ દશ પ્રકાર પાડવામાં આવ્યા છે. અર્થાત્ આચાર્ય આદિની યથાયોગ્ય સેવા એ અનુક્રમે આચાર્ય વૈયાવચ્ચ આદિ દશભેદ છે. તેથી સર્વ પ્રથમ આચાર્ય આદિ દશની વિવિધ વ્યાખ્યા કે સ્વરૂપને અત્રે નિરૂપીત કરીએ છીએ[૧]આચાર્ય
મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તે “આચાર્ય”. # સાધુઓને ચારિત્રનું પાલન કરાવે તે આચાર્ય. ૪ આ આચાર્ય પાંચ પ્રકારે હોવાનું સ્વોપલ્લભાષ્યમાં કથન છે. (૧)પ્રવાજકાચાર્ય-સામાયિક આદિ વ્રતોનું આરોપણ કરનારા. (૨)દિગાચાર્ય-મુનિ જીવનમાં ઉપયોગી વસ્તુની સમજ આપનારા. (૩)કૃતોપદેષ્ટા-શાસ્ત્રના મૂળ પાઠ ભણાવનારા. (૪)શ્રુત સમુપદેષ્ટા-કૃતને ધીમે ધીમે સારી રીતે સમજાવેતે. (૫)આમ્નાયાર્થ વાચક:- શાસ્ત્રના ઉત્સર્ગ -અપવાદ રૂપ રહસ્યો બતાવનારા.
# સમ્યજ્ઞાન-આદિ ગુણોના આધારભૂત જેમહાપુરુષો પાસે ભવ્ય જીવો સ્વર્ગ અને મોક્ષના સુખને દેનાર વ્રતોને ધારણ કરીને આચરણ કરે છે તે મહાપુરુષને આચાર્ય કહેવાય. [૨]ઉપાધ્યાય -
મુખ્ય પણે જેનું કાર્ય કૃતાભ્યાસ કરાવવાનું હોયતે ઉપાધ્યાય. # સાધુઓને જે શ્રતનું પ્રદાન કરે તે ઉપાધ્યાય.
# વિનાયચાર શીખવે અથવા પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરાવે તે ઉપાધ્યાય, અથવા જેની નજીક રહીને અધ્યયન કરાય તે ઉપાધ્યાય.
૪ સંગ્રહ,ઉપગ્રહ અનુગ્રહ માટે જેની સેવા કરાય અથવા સંગ્રહ,ઉપગ્રહ, અનુગ્રહ કરવાની કાળજી રાખે તે ઉપાધ્યાય.
સંગ્રહ - વસ્ત્ર,પાત્ર વગેરે આપવાનો અધિકાર. ઉપગ્રહ - અન્ન,પાન ઔષધ આદિ આપવાનો અધિકાર.
અનુગ્રહ - યોગ્ય પણાની ખાત્રી થતાં સવિશેષપણે રત્નત્રયીના ગુણોમાં આગળ વધવાના ઉપાયોના લાભો કૃપાપૂર્વક આપવાનો અધિકાર.
એ ત્રણે અધિકારો બજાવનાર તે ઉપાધ્યાય છે. નોંધઃ- ભાષ્યકાર મહર્ષિ અહીં બે વસ્તુની ખાસ નોંધ કરે છે.
(૧)કેટલાક મુનિઓ આચાર્ય તથા ઉપાધ્યાયની મર્યાદામાં મુકાયેલા હોય છે આવા સાધુઓને દ્વિ સંગ્રહ નિગ્રન્ય બે સંગ્રહવાળા નિગ્રન્થ કહે છે.
(૨)એ જ રીતે જે સાધ્વીઓ આચાર્ય-ઉપાધ્યાય અને પ્રવર્તિની એ ત્રણેના અધિકારમાં હોય છે. આવા સાધ્વીજીનેત્રિસંગ્રહાનિર્ગન્ધી અર્થાત ત્રણ સંગ્રહવાળા નિર્ઝન્થી કહેવાય છે.
પ્રવર્તિની એટલે કોણ? જે હિત માર્ગમાં સ્વયં પ્રવૃત્ત હોય તથા બીજાને પણ પ્રવૃત્ત કરે તેને પ્રવર્તિની કહેવાય છે તે દિગાચાર્યની માફક સાધ્વી જીવનમાં ઉપયોગી વસ્તુની સમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org