________________
૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રકૃત્તિનો સંવર તો થઈ જ જાય
(૩)આઠમાના સાતમે ભાગે ૯૪ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થશે કેમ કે આઠમાના છઠ્ઠા ભાગના અંત સુધીમાં ૩૦ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે તે આ પ્રમાણે– દેવાનુપૂર્વી દેવગતિ,પંચેન્દ્રિય જાતિ,શુભવિહાયોગતિ, ત્રસબાદર-પ્રત્યેક-પર્યાપ્ત-સ્થિર-શુભ-સુભગસુસ્વર-આદેય નામકર્મ વૈક્રિય-તૈજસ-કાશ્મણ-આહારક એ ચાર શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, સમચતુરગ્ન સંસ્થાન,નિમાર્ણનામ તીર્થંકરનામ,વર્ણ-ગંધ-રસ-સ્પર્શ એ ચાર,અગુરુલઘુ ઉચ્છવાસ,ઉપઘાત,પરાઘાત એ૩ પ્રકૃત્તિનો આઠમાંના છઠ્ઠા ભાગના અંત સુધીમાં બંધ વિચ્છેદ થતા કુલ ૯૪ પ્રકૃત્તિઓનો સંવર તો થઇજશે.
બંધ પ્રકૃત્તિ ૨૬ બાકી રહેશે. [૯]નવમાં ગુણઠાણેઃ- નવમાં ગુણ સ્થાનકના પાંચ ભાગ કરવામાં આવ્યા છે. (૧) પહેલો ભાગે –૯૮ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત આશ્રવ-નિરોધ થશે . (૨)બીજો ભાગ –૯૯ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત આશ્રવ-નિરોધ થશે. (૩)ત્રીજા ભાગે ૧૦૦ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત્ આશ્રવ-નિરોધ થશે. (૪)ચોથા ભાગે ૧૦૧ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત આશ્રવ-નિરોધ થશે. (પ) પાંચમા ભાગે ૧૦૨ પ્રકૃત્તિ નો બંધ વિચ્છેદ અર્થાત આશ્રવ-નિરોધ થશે.
આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગને અંતે હાસ્ય,રતિ, ભય અને જુગુપ્સાનો બંધ વિચ્છેદ થતા ૯૮ નો બંધ વિચ્છેદ થયો.
નવમાના પહેલા ભાગને અંતેપુરુષવેદનોબંધવિચ્છેદ થતાકુલ૯૯ પ્રકૃત્તિનોબંધવિચ્છેદથાય.
નવમાના બીજા ભાગને અંતે સંજ્વલન ક્રોધનો બંધ વિચ્છેદ થતા કુલ ૧૦૦ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય.
નવામાંના ત્રીજા ભાગને અંતે સંજ્વલનમાનનો બંધવિચ્છેદ થતાં કુલ ૧૦૧ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય.
નવમાંના ચોથા ભાગને અંતે સંજવલનમાયાનો બંધવિચ્છેદ થતા કુલ ૧૦૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય.
આ રીતે નવમા ગુણઠાણે છેલ્લે ૧૦૨ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત્ સંવર થઇ જ જશે.
[10]દશમા ગુણઠાણેઃ-નવમાં ગુણઠાણાના પાંચમાં ભાગને અંતે સંજ્વલન લોભનો બંધ વિચ્છેદ થતાં દશમે ગુણઠાણે કુલ ૧૦૩ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત્ આશ્રવ-નિરોધ કે સંવર થઈ જશે. પછી બંધ યોગ્ય પ્રવૃત્તિ ફકત ૧૭ જ રહેશે.
[૧૧]અગ્યારમાં ગુણઠાણેઃ - ૧૧૯ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત્ આગ્નવ નિરોધ થઈ જશે તે આ રીતે
દશમાં ગુણસ્થાનકને અંતે જ્ઞાનાવરણ-૫,દર્શનાવરણ-૪, અંતરાય-૫, યશ કીર્તિનામ,ઉચ્ચગોત્ર એ ૧૬-પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થશે. પૂર્વે ૧૦૩નો બંધ વિચ્છેદ થયો છે આ રીતે કુલ ૧૧૯ નો બંધ વિચ્છેદ અર્થાત સંવર થઈ જ જશે.
[૧૨]બારમા ગુણઠાણે પણ ઉપર મુજબ ૧૧૯ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ અર્થાત સંવર થઇ જ જશે.
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org