________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેથી અંતરાય કર્મની ઉત્તર પ્રકૃત્તિ પાંચ જ થશે. (૩)વાનાટીનાર્ થી વાન આદિ પાંચ પ્રકૃત્તિ લેવાની છે. આ પાંચનો નામ નિર્દેશ પૂર્વે અર્-મૂ.૪ માં થયો છે તે મુજબ વાન-ત્ઝામ-મો-૩૫મો-વીર્ય થશે.
દાનાંતરાય કર્મઃ
૯૨
જે કર્મ કંઇ પણ દેવામાં અંતરાય ઉભા કરેતે દાનાંતરાયકર્મ .
દ્રવ્ય હાજર હોય, પાત્રનો યોગ હોય,પાત્રને આપવાથી લાભ થશે એમ જ્ઞાન પણ હોય છતાં જે કર્મના ઉદયથી દાન આપવાનો ઉત્સાહ ન થાય અથવા ઉત્સાહ હોવા છતાં અન્ય કોઇ કારણથી દાન આપી ન શકાય તે દાનાંતરાય કર્મ.
ચિત્ત-વિત્ત અને પાત્ર બન્નેની હાજરી હોવા છતાં જીવ દાન દઇ શકે નહીં એવું વિઘ્ન, જે કર્મના ઉદયથી આવી જાય તે કર્મને દાનાન્તરાય કર્મ કહે છે.
આ કર્મના ઉદયે જીવ પોતાની પાસેની છતી વસ્તુ અન્યને આપી શકતો નથી. લાભાંતરાય કર્મ:
જે કર્મ કંઇપણ લેવામાં અંતરાય ઉભાકરે તે લાભાંતરાય કર્મ.
દાતા વિદ્યમાન હોય,આપવા યોગ્ય વસ્તુ પણ હાજર હોય, માગણી પણ કુશળતાથી કરી હોય,છતા જે કર્મના ઉદયથી યાચક મેળવી શકે નહી તે લાભાંતરાય કર્મ. જીવને ઇષ્ટ અને જરૂરી વસ્તુની પ્રાપ્તિ થવામાં વિઘ્ન ભૂત એવુંજે કર્મ તેને લાભાંતરાય કર્મ કહે છે.
પોતે મેળવવા યોગ્ય હોવા છતાં, જે કર્મના ઉદયે જીવ પોતાને ઇષ્ટ વસ્તુ મેળવી શકતો નથી તે લાભાંતરાય કર્મ. ભોગાંતરાય કર્મ:
ૐ ... જે કર્મ કંઇ પણ એકવાર ભોગવવામાં અંતરાય ઉભા કરે તેને ભોગાંતરાય કર્મ કહેછે. વૈભવ આદિ હોય, ભોગની વસ્તુ હાજર હોય, ભોગવાની ઇચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઇષ્ટ વસ્તુનો ભોગ ન કરી શકાય તે ભોગાંતરાય કર્મ.
જીવને ભોગ્ય વસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં જે કર્મના ઉદય થી ભોગવી શકે નહીં તે ભોગાંતરાય કર્મ.
પોતે ભોગવવા યોગ્ય અને ભોગ્ય વસ્તુઓ પણ પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ આ કર્મના ઉદયે જીવ ભોગવવા યોગ્ય વસ્તુઓ ભોગવી શકતો નથી.
ઉપભોગાંતરાય કર્મઃ
જે કર્મ કંઇ પણ વારંવાર ભોગવવામાં અંતરાય ઉભા કરે તેને ઉપભોગતરાય કર્મ કહેછે. વૈભવ આદિ હોય, ઉપભોગ યોગ્ય વસ્તુ પણ હોય,ઉપભોગ કરવાની ઇચ્છા પણ હોય,છતાં જેના ઉદય થી ઉપભોગ ન કરી શકાય તે ઉપભોગાંતરાય કર્મ.
ઉપભોગ્ય સામગ્રી ની પ્રાપ્તિ છતાં જે કર્મના ઉદય થી જીવ તે સામગ્રીનો ઉપભોગ કરી શકે નહીં,ઇચ્છાની પૂર્તિ થાય નહીં તે ઉપભોગાંતરાય કર્મ.
જે વસ્તુઓ વારંવાર ભોગવવામાં આવતી હોય તેવા આસન,શયન,સ્ત્રી વસ્ત્રાદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International