________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨
૬૭-૯૩ કે ૧૦૩ નું ગણિત આ પૂર્વેના મુદ્દામાં જણાવી દીધેલું છે.
સારાંશઃ- આ રીતે તત્વાર્થસૂત્રના સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર અતિ વિસ્તાર પૂર્વક નામ કર્મનું વિવરણ અહીં કરેલ છે. કર્મગ્રન્થ પધ્ધતિનો પણ તેમાં યોગ્ય સમન્વય કર્યો છે. (૧)તત્વાર્થસૂત્રાનુસાર પહેલી ૧૪પ્રકૃત્તિના જત્થામાંનિર્માણ નામ કર્મનોસમાવેશ કરેલોછે, તેનેપછીના અગુરુલઘુઆદિ-૭પ્રકૃત્તિના જથ્થામાંમૂકોઅનેઅગુરુલઘુઆદિ-૭પ્રકૃત્તિનાજત્થામાંથી વિયોગતિને પ્રથમ ૧૪ પ્રકૃત્તિમાં મુકો એટલે ૧૪ પિંડ પ્રકૃત્તિ મળી જશે.
(૨)અગુરુલઘુ આદિ ૭ના જત્થામાં વિહાયોગતિને સ્થાને નિર્માણ નામ કર્મ મુકો અને છેલ્લુ તીર્થંકર નામ કર્મ ઉમેરો એટલે પ્રત્યેકપ્રકૃત્તિના આઠ ભેદ થઇ જશે.
(૩)ત્રસ અને સ્થાવર દશક માં સૂક્ષ્મ તથા બાદર નો એક મેક માં ફેરફાર કરવો પડશે આ રીતે કરતાં સૂત્રસારમાં જણાવ્યા મુજબની ૧૪+૮+૧૦+૧૦ એ રીતે કુલ ૪૨ પ્રકૃત્તિ તૈયાર થઇ જશે.
તીર્થંકર નામ કર્મ છેલ્લું કેમ?
કર્મગ્રન્થમાં જે નામ કર્મ પ્રત્યેક પ્રકૃત્તિના આઠ ભેદ સાથે સંકડાયેલું છે પણ તત્વાર્થ સૂત્રકાર તેને છેલ્લે અલગ દર્શાવે છે તેનું રહસ્ય બે રીતે જણાવી શકાય (૧)આગમમાં સમવાયંગ સૂત્ર તથા પ્રજ્ઞાપના સૂત્રમાં આ નામ કર્મ સૌથી છેલ્લે કહેવાયું છે. તત્વાર્થ સૂત્રકારે આર્ષ પરંપરાનું અનુસરણ કરેલ છે, માટે ‘‘તિર્થંકર નામકર્મ’’ છેલ્લે મુકેલ છે. (૨)સિધ્ધસેનીય ટીકામાં લખે છે તે મુજબ તીર્થંનામપ્રભૃષ્ટાત્ આ નામ કર્મની ઉત્કૃષ્ટતા પણું જણાવવાને માટે તેને સૌથી છેલ્લે અલગ રીતે જ નોંધેલ છે.
'
* 15 દશક શુભપ્રકૃત્તિ કહી છે, સ્થાવર દશક અશુભ પ્રકૃત્તિ કહી છે. છતાં તત્વાર્થસૂત્રમાં સૂક્ષ્મ નામ કર્મનો સમાવેશ સદશકમાં અનેબાદર નામ કર્મનો સમાવેશ સ્થાવર દશકમાં કેમ કર્યોછે? પહેલીવાતતોએછેકેતત્વાર્થસૂત્રકાર સૂત્રથકી, કેસ્વોપજ્ઞભાષ્ય થકી કયાંય પિંડપ્રકૃત્તિ-પ્રત્યેક પ્રકૃત્તિ એવો ભેદો ની વાત કરતા નથી તેને આ ક્રમ નિર્ધારણ સાથે સંબંધ જ નથી.
બીજુ તત્વાર્થ સૂત્રકારે આર્ષ-આગમ પરંપરાનું જ અનુસરણ કરેલું છે અને તેમાં સૂક્ષ્મનામ કર્મ ત્રસાદિ સાથે સંબંધિત છે માટે તત્વાર્થસૂત્રમાં પણ તેને ત્રસાદિ ક્રમમાં સ્થાન મળે છે.
૮૭
ત્રીજું તત્વાર્થમાં તો ત્રસ-સ્થાવર નો ઉલ્લેખ સપ્રતિપક્ષી વીસ પ્રકૃત્તિ સ્વરૂપે જ થયો છે માટે આ પ્રશ્ન જ અસ્થાને છે.
܀
નિર્માણનામ કર્મ પિંડ પ્રકૃત્તિના જત્થા વચ્ચે કેમ મુકયું?
પૂર્વે કહ્યું તેમ તત્વાર્થ સૂત્રકારે પિંડાદિ ભેદ કર્યા જ નથી પણ નિર્માણ નામ કર્મ વચ્ચે મુકવા માટે તાર્કિક ક્રમ નિર્ધારણ જણાય છે
અંગોપાંગનામકર્મથી અંગ-ઉપાંગની પ્રાપ્તિથાય, પણતે અંગે ઉપાંગની પોત-પોતાનાનિયત સ્થાને રચના થવામાં કારણ ભૂત કર્મ નિમાર્ણ નામ કર્મ છે, માટે તેનો ક્રમ અંગોપાંગ નામ કર્મ પછી ગોઠવાયો છે.
કર્મગ્રન્થમાં પિંડપ્રકૃત્તિ કે પ્રત્યેક પ્રકૃત્તિ આદિ નામો કેમ બન્યા? પ્રત્યેક પ્રકૃત્તિ- એટલે જેની પેટા પ્રકૃત્તિ ન હોય તે પ્રત્યેક [પ્રકૃત્તિ]
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org