________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૦ કે સતા એ ચારમાંથી કોને આશ્રીને છે તેવી કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ પ્રકરણ તો અહીં બંધનું જ ચાલે છે તે વાત સુનિશ્ચિત છે
સિધ્ધસેનીય ટીકાઃ- આ સંબંધ માં એવું કહે છે કે દર્શન મોહનીય ના ત્રણ ભેદ કહ્યા હોવા છતાં બંધ તો એક પ્રકૃતિનો જ થાય અને તે બંધ ફકત મિથ્યાત્વ મોહનીયનો જ હોય છે. ન સમ્યમોદનીયસ્થ, ના સંયમિથ્યાત્વમોદનીયસ્ય તિ | મિથ્યાત્વપુદ્ગલો જ એક પ્રકૃત્તિ રૂપે બંધાય છે. આત્મા પોતાના અધ્યવસાય વિશેષ થી સર્વથા જેને શુદ્ધ કરીને મિથ્યાભાવ પરિણામનો ત્યાગ કરે છે તે સમ્યક્ત મોહનીય કહેવાય છે, અને જેમાં સમ્યફમિથ્યાત્વ પરિણતિ વિકલ્પ પ્રાપ્ત થાય છે તે મિશ્રમોહનીય કહેવાય છે, પણ સભ્ય કે મિશ્ર મોહનીય સ્વરૂપે કર્મબંધ થતો નથી
કર્મગ્રન્થ પહેલો ગાથા-૩૨ કે કર્મપ્રકૃત્તિ તો મોહનીયનો બંધ ૨૬ ભેદે જ ગણે છે.
અમારોતર્ક- જે રીતે પુણ્ય પ્રકૃત્તિના નવતત્વતથા કર્મગ્રન્થ પાંચમાં ૪૨ ભેદ અને પાપ પ્રકૃત્તિના ૮૨ ભેદ પ્રસિધ્ધ છે. તો પણ સૂત્રકારે આ અધ્યાયના ૨૬માં સૂત્રમાં પુન્યની ૪૫ પ્રકૃત્તિ જણાવી છે અને તેમાં સમ્યક્ત મોહનીય નો સમાવેશ કર્યો છે
(૧)ત્યાં પૂર્વ સૂત્ર ૮:૨૫ જોતા ૨૬માં સૂત્રમાં પણ સૂત્ર ૮:૨૫ની અનુવૃત્તિ સમજવી યોગ્ય લાગે છે.
(૨)વળી જેઓ કર્મગ્રન્થાનુસાર પુન્યની ૪ર તથા પાપની ૮૨ પ્રકૃત્તિ ગણે છે તેઓ પણ ૪૨+૮૨ [બંનેમાં આવતો વર્ણાદિ ચતુષ્ક બાદ કરતા] ૧૨૦ પ્રકૃત્તિ નું ગણિત જણાવે છે.
(૩)જયારે તત્વાર્થ સૂત્રના કેટલાંક વિવેચકો પણ પુન્યની ૪૫ પ્રકૃત્તિ જણાવે છે જેથી ૪૫+૮૧ [બંનેમાં આવતું વર્ણ ચતુષ્ક બાદ કરતા] ૧૨૨ પ્રકૃત્તિ થાય
(૪)તત્વાર્થ વિવેચકોનો મત ગૌણ કરીએ તો પણ જે સમ્યકત્વ મોહનીયને પુન્ય કે પાપ પ્રકૃત્તિમાં કર્મગ્રન્થકારી નથી સમાવતા તેને તત્વાર્થ સૂત્રકાર પુન્યપ્રકૃત્તિ ગણે છે.
માટે અમારો તર્ક એવો છે કે કર્મગ્રન્થકાર તો માત્ર મિથ્યાત્વ મોહનીયને બંધ પ્રવૃત્તિ ગણતા હોવાથી પુન્ય કે પાપ એકે પ્રકૃત્તિમાં સમ્યક્ત મોહનીય નો સમાવેશ ન કરે તે સ્વાભાવિક છે.
પણ તત્વાર્થ સૂત્રકાર જે પરંપરાને અનુસર્યા હશે તેઓ તો સમ્યક્ત મોહનીયને પણ અલગ પુન્ય પ્રકૃત્તિ ગણે જ છે માટે તેને બંધ યોગ્ય પ્રકૃત્તિ પણ ગણતા હોય તો મોહનીયની બંધ યોગ્ય કુલ કર્મ પ્રકૃત્તિ ૧૨૨ થાય તેવો સંભવ અસ્વીકાર્ય નથી.
અમારા તર્ક માટે નોંધપાત્ર બાબત એ છે કે સૂત્ર ૮:૨૬માં સમ્યક્ત મોહનીયનો પુન્ય પ્રકૃત્તિમાં કરાયેલ સમાવેશ શ્રી સિધ્ધસેનગણીજી એ પણ સ્વીકારેલ છે.
વર્તમાનકાળે નવતત્વ તથા કર્મગ્રન્થાદિ કર્મસાહિત્ય અને પ્રકરણ ગ્રન્થોના અભ્યાસનું પ્રાબલ્ય હોવાથી અમારો તર્ક સ્વીકાર્ય બનવો મુશ્કેલ છે. વળી અમે બીજા સૂત્રોમાં આવી તાર્કીક દલીલો ઠોસ સાક્ષીપાઠ સાથે રજૂ કરી છે તેવો ઠોસ સાક્ષી પાઠ અહીં મળેલ નથી ઉલટું વિપરીત પાઠો સુલભ છે. છતાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર મૂSHડુ ૫:૨૩ ને આધારે અમારું આ અનુમાન છે. સૂત્રઃ ૨૬ ની ટીકામાં શ્રી સિધ્ધસેનગણીજી એ કહ્યું તેમ કદાચ આવી પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org