________________
૫૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે ૪- સંજવલન કષાય-ચારિત્રમોહનીય # જે કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજવલન.
# સંજવલન એટલે બાળનાર-મલિન કરનાર. જે કષાયો અતિચારોથી ચારિત્રને બાળમલિન કરે તે સંજ્વલન. આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી.
# જે કષાય,પરિષહ તથા ઉપસર્ગો આવવા ઉપર યતિસાધુઓને પણ થોડાક જલાવે અર્થાત તેમનાં ઉપર થોડીક અસર થાય તેને સંજ્વલન કહે છે. આ કષાય યથાખ્યાત ચારિત્ર પ્રાપ્તિ થવા દેતો નથી. તેના પણ ચાર ભેદ છે. સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયા અને સંજવલન લોભ
# જેમના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતિબંધ કરવા જેટલી નહીં પણ તેમાં અલન અને માલિન્ક કરવા જેટલી હોય, તે સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ
જ વિશેષ:
(૧)ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર કષાય જે હવે પછી કહેવાશે તે દરેકની તીવ્રતાના તરતમભાવની દૃષ્ટિએ ચાર-ચાર પ્રકાર ઉપર મુજબ કહેવાયા. આ અનંતાનુબધ્યાદિ ચારમાં પણ નિમ્ન વિશેષતા છે.
(૨)પૂર્વ-પૂર્વના ઉદય વખતે પછી પછીનો ઉદય અવશ્ય હોય છે, પછી-પછીના ઉદય વખતે પૂર્વ પૂર્વનો હોય કે ન પણ હોય જેમ કે અનંતાનુબંધી કષાયના ઉદય વખતે બાકીના ત્રણે હોયજ, અપ્રત્યાખ્યાન કષાયના ઉદય વખતે બાકીના બેહોય જ. પ્રત્યાખ્યાનાવરણના ઉદયે સંજ્વલન હોય જ પણ સંજવલનઆદિના ઉદયે પૂર્વ પૂર્વના હોય કે ન પણ હોય.
* તીવ્રતા-મંદતા:-અનંતાનુબંધિ કષાય અત્યંત તીવ્ર હોય છે, અપ્રત્યાખ્યાન કષાય મંદ હોય છે, પ્રત્યાખ્યાન કષાય અધિક મંદ હોય છે અને સંજ્વલન કષાય તેનાથી પણ અધિક મંદ હોય છે
અનંતાનુંબંધિ પ્રત્યેકના ચાર-ચાર વિકલ્પો ૧- ક્રોધઃ૪ ક્રોધ એટલે ગુસ્સો અથવા અક્ષમા + क्रोध: कोपो रोषो द्वेषो भण्डनं भाम इति अनर्थान्तरम् ૪ ક્રોધ એટલે અપ્રીતિ, કોપ -પહેલા કરતા બદલાઈ જવું રોષ-રીસ ચડાવવી, દ્વેષ-આકરા શબ્દો કહેવો ભાંડવું- કજીયો કરવો, ગાળદેવી, વગેરે ઇર્ષાદિ અનેક લાગણી ર-માન-માન એટલે અહંકાર ગર્વ र मानः स्तम्भो: गर्व उत्सेको अहंकारो दर्पो मदः स्मयः इति अनर्थान्तरम् $ માનઃ- ઇચ્છાપૂર્વકના સત્કારની તત્પરતા -સ્તંભ-અક્કડપણું -ગર્વ-જાતિ વગેરેનું અભિમાન -ઉત્સુક - બડાઈ મારવી -અહંકારઃ- રૂપ સંપત્તિ આદિમાં મોટાઇ માનવી -દર્પ -બળનું અભિમાન -મદ-દારુની જેમ મોટાઈનો કેફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org