________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૦
કર્મનો ભેદ સમજવાનો નથી. અર્થાત્ કષાય રૂપે વેદાતું ચારિત્ર મોહનીયકર્મ-સમજવું આ કષાય ચારિત્ર મોહનીયના ૧૬ ભેદો કહ્યા તે આ પ્રમાણેઃ
૧- અનંતાનુબન્ધી [કષાય-ચારિત્રમોહનીય
જે કષાયોના ઉદયથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય તે અનંતાનુબંધિ. આ કષાયો અનંત સંસારનો અનુબંધ અર્થાત્ પરંપરા કરાવતા હોવાથી અનંતાનુબંધિ કહેવાય છે. આ કષાયના ઉદયથી જીવને હેય-ઉપાદેયનો વિવેક રહેતો નથી.
૫૩
જે કષાયના પ્રભાવથી જીવ અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે, તે કષાયને અનંતાનુબંધિ કહેછે. આ કષાયના ચાર ભેદ છે.(૧)અનંતાનુબંધિક્રોધ, (૨)અનંતાનુબંધિ માન, (૩)અનંતાનુબંધિ માયયા (૪)અનંતાનુબંધિલોભ
આ અનંતાનુબંધી કષાય સમ્યક્ત્વનો નાશ કરે છે
જે કર્મક્રોધાદિ ચાર કષાયોને એટલા બધા તીવ્ર પણે પ્રકટાવે કે જેને લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે, તે કર્મ અનંતાનુબંધી કહેવાય. જેના ક્રોધાદિ ચાર ભેદ છે.
૨-અપ્રત્યાખ્યાની [કષાય ચારિત્રમોહનીય]
જે કષાયો વિરતિ ને રોકે, કોઇપણ જાતના પાપથી વિરતિ ન થવા દે તે અપ્રત્યાખ્યાન. જેના ઉદયથી પ્રત્યાખ્યાન નો અભાવ થાય તે અપ્રત્યાખ્યાની. આ કષાયના ઉદયથી-જીવનેવિરતિ ના પરિણામ ન થાય અથવા પરિણામ થયા હોય, પુરુષાર્થ કરે તો પણ પ્રત્યાખ્યાન થવા ન દે. જે કષાયના ઉદયથી દેશવિરતિ રૂપ પ્રત્યાખ્યાન પણ થઇ શકે નહીં તેને અપ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાનાવરણ કષાય મોહનીય કહેવાય છે. તાત્પર્ય એ કે આ કષાયના ઉદયથી શ્રાવકધર્મ પણ પ્રાપ્ત થઇ શકે નહીં. આ કષાયના પણ ચાર ભેદ છે (૧)અપ્રત્યાખ્યાની ક્રોધ,(૨)અપ્રત્યાખ્યાની માન, (૩)અપ્રત્યાખ્યાની માયા અને (૪)અપ્રત્યાખ્યાની લોભ.
જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કષાયો વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય તે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન,માયા,લોભ કહેવાય છે.
૩- પ્રત્યાખ્યાનાવરણ [કષાય-ચારિત્રમોહનીય]
જે કષાયો સર્વ વિરતિના પ્રત્યાખ્યાન ઉપર આવરણ-પડદો કરે, સર્વવિરતિપ્રાપ્ત થવા ન દે, તે પ્રત્યાખ્યાનાવરણ. ચારિત્ર સ્વીકારવાની ઇચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ ચારિત્ર ગ્રહણ કરી શકતો નથી
જે કર્મના ઉદયથી જીવ સર્વવિરતિ રૂપ પૂરા પ્રત્યાખ્યાન કરી શકે નહીં અર્થાત્ સાધુધર્મનું પાલન કરી શકે નહીં તેને પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેછે. આ કષાયથી દેશશિવરિત રૂપ શ્રાવકધર્મ માં બાધા પહોંચતી નથી પણ સાધુધર્મ અંગીકાર થઇ શકતો નથી.
તેના ચાર ભેદ છે (૧)પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, (૨)પ્રત્યાખ્યાનાવરણ માન, (૩)પ્રત્યાખ્યાનાવરણ માયા, (૪)પ્રત્યાખ્યાનાવરણ લોભ.
જેમનો વિપાક દેશ વિરતિને ન રોકતાં અર્વવિરતિને રોકે તે પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ,માન,માયા,લોભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org