________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૪
૨૫ અહીં શુભ પ્રકૃત્તિનો એક સ્થાનિક રસબંધ હોય જ નહીં અને અશુભમાં પણ મતિ આદિ ૪- જ્ઞાનાવરણીય, ૩-દર્શનાવરણીય સંજ્વલના ક્રોધાદિ -૪, પુરુષવેદ અને પ-અન્તરાય એ ૧૭ અશુભ પ્રવૃત્તિઓનો જ એક સ્થાનિક રસબંધમે ગુણઠાણે હોય છે. બાકીની અશુભ પ્રકૃત્તિઓનો જધન્યથી પણ દ્વિ સ્થાનિક રસ બંધ થાય છે.
જ પ્રદેશ બંધઃ
૪ ગ્રહણ કર્યા પછી ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરીણામ પામતો કર્મ પુદ્ગલ રાશિ સ્વભાવદીઠ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે, એ પરિમાણ વિભાગને તપ્રદેશબંધ.
# પ્રકૃત્તિ બંધ અનુસાર જતે તે કર્મને ઓછાવત્તા પ્રમાણમાં કર્મના જત્થાનો ભાગ મળે છે એ મુખ્ય અને પેટા ભાગો તે જ પહેલે સમયે ખેંચાઈ જાય છે તે વ્હેચણનું નામ પ્રદેશબંધ છે. આ રીતે બંધકાળે પ્રદેશનું બેચાણ તે પ્રદેશબંધ
૪ ન્યુનાધિક પરમાણુવાળા કર્મ સ્કન્વોનો આત્મપ્રદેશોની સાથે જે સંબંધ થાય છે તેને પ્રદેશ બંધ કહેવાય છે.
કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે, ત્યારે એ કર્માણુઓની આઠે પ્રકૃત્તિઓમાં [-કર્મોમાં વહેંચણી થાય છે. એ આઠ પ્રકૃત્તિઓમાં કર્માણુઓની વહેંચણી એ પ્રદેશબંધ
આઠ પ્રકારની પુદ્ગલ વર્ગણાઓ છે તેમાંથી પ્રત્યેક સંસારી જીવ-માત્રને ઉપયોગમાં આવતી વર્ગણાઓમાંથી જે છેલ્લ કાર્મણ વર્ગણાઓ છે કે જે અભવ્ય થી અનંતગુણા પરમાણુઓની બનેલી હોય છે, તેમજ સર્વ જીવરાશિ કરતાં અનંતગુણા રસથી યુકત હોય છે, તે વર્ગણાઓનો જેટલો જેટલો જથ્થો જીવ ગ્રહણ કરે, ગ્રહણ કરીને તેના આત્મ પ્રદેશો સાથે પૂર્વબાંધેલા કર્મની સાથે જે બંધ કરેછેતેવર્ગણાનાઓછા-વત્તા જથ્થાને પ્રદેશબંધ જાણવો
૪ પૂર્વોકતલાડવાનાદૃષ્ટાન્તથીજ આવાત સમજવી પડશે. કોઇલાડવા ૨0ામનો હોય, કોઈ લાડવો ૪૦ ગામનો હોય, એજ રીતે બંધ સમયે કર્માણુઓના ઘણા પ્રદેશો હોય અને કોઈ કર્માણુઓના અલ્પ પ્રદેશો પણ હોય દરેક કર્મના પ્રદેશોની સરખી સંખ્યા બંધાતી નથી. તે પ્રમાણેઆયુષ્યના સર્વથી અલ્પ, નામ ગોત્રનાતેથી વિશેષ પણ પરસ્પરતુલ્ય, જ્ઞાન-દર્શન-અંતરાયનાતેથી પણ વિશેષ અને પરસ્પર તુલ્ય, મોહનીયના તેથી પણ વિશેષ, અને વેદનીયના સર્વથી વિશેષ પ્રદેશો બંધાય છે. તે પ્રદેશબંધ જાણવો- નવતત્વપ્રકરણ વિવેચન-મહેસાણા
તત્વવિધય: એટલે તસ્ય વિધય: અહીં વિધિ શબ્દ નો અર્થ ભેદ અથવા પ્રકાર થાય છે અને આ વિધિ શબ્દ નું બહુવચન તે જ વિધય: અર્થાત બંધના ભેદો.
જ સારાંશ - ચારે બંધને સ્પષ્ટ કરતો એક શ્લોક स्वभाव:प्रकृत्तिः प्रोक्तः स्थिति: कालावधारणम् अनुभागो रसो ज्ञेयः प्रदेशाः दलसञ्चयः
અર્થાત સ્વભાવ તે પ્રકૃત્તિ,કાલ મર્યાદા તે સ્થિતિ, અનુભાગ એટલે રસ અને પુલોની સંખ્યા ને પ્રદેશ કહે છે.
બંધના આ ચાર પ્રકારોમાં પહેલો અને છેલ્લા અર્થાત પ્રકૃત્તિ અને પ્રદેશ એ બંને બંધ યોગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org