________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૪
પરિણમે છે. આ દૂધ માં ચાર વસ્તુ નોંધી શકાય. -૧ તે દૂધમાં મધુરતાનો સ્વભાવ બંધાય છે
-રતે દૂધનો આસ્વભાવ અમુક વખત સુધી તે સ્વરૂપેટકી રહે છે. આમટકી રહેવાની કાળમર્યાદા નિયત થાય છે
-૩ એ મધુરતામાં પશુની જાતિ અનુસાર તીવ્રતા-મંદતા આદિ વિશેષતાઓ હોય છે. -૪ એ દૂધનું પૌદ્ગલિક પરિણામ પણ સાથેજ નિર્માય છે.
એજ રીતે જીવદ્વારા ગ્રહણ થઈને તેના આત્મ)પ્રદેશમાં સંશ્લેષ પામેલા કર્મપુદ્ગલોમાં પણ ચાર અંશોનું નિર્માણ થાય છે અર્થાત જયારે કર્મના અણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે સ્વભાવ, સ્થિતિ, ફળ આપવાની શકિત અને કર્મના અણુઓની વહેંચણી એ ચાર બાબતો નક્કી થાય છે.
એચાર અંશ કેચાર બાબતો તેજપ્રસ્તુત પ્રકૃતિ બંધ સ્થિતિબંધ, અનુભાવબંધ અને પ્રદેશબંધ જ પ્રકૃતિ બંધઃ
૪ કર્મ પુદ્ગલોમાં જે જ્ઞાનને આવૃત્ત કરવાનો,દર્શનને અટકાવવાનો,સુખદુઃખ અનુભવાવાનો વગેરે સ્વભાવ બંધાય છે, તે સ્વભાવ નિર્માણ એ જ પ્રકૃતિબંધ.
૪ આત્મા સાથે સંબંધ પામતા કર્મપુલો શી અસર ઉત્પન્ન કરશે? તે નક્કી થવું તેનું નામ પ્રકૃતિ બંધ
અહીં કર્મનો સ્વભાવ નક્કી થાય છે, તેને આધારેજ કર્મશાસ્ત્રના વિવેચન માટે દરેક કર્મોના અન્વર્થ નામો નિયત કરવામાં આવ્યા છે. બાકીના ત્રણે બંધના વિભાગોનો વ્યવહાર પણ એ જ નામથી કર્મશાસ્ત્રમાં કરાયેલો છે માટે અહીં પ્રકૃતિ બંધની મુખ્યતા રાખવામાં આવેલી છે.
૪ જીવ દ્વારા ગ્રહણ કરેલા કર્મ પુદ્ગલોમાં ભિન્ન ભિન્ન સ્વભાવો અર્થાત્ શકિતઓ જે ઉત્પન્ન થાય છે તેને પ્રકૃતિ બંધ કહેવાય છે.
૪ પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે અણુઓનો આત્માની સાથે સંબંધ થયો તે અણુઓમાં કયા કયા અણુઓ આત્માના કયા કયા ગુણને દબાવશે? આત્માને કેવી કેવી અસરો પહોંચાડશે? એમ એમના સ્વભાવનો નિર્ણય થાય છે. કર્માણુઓના આ સ્વભાવ નિર્ણયને પ્રકૃત્તિબંધ કહેવામાં આવે છે.
રમાત્માના અનંત ગુણો છે તેમાં મુખ્ય ગુણો અનંતજ્ઞાન વગેરે આઠ છે કર્માણુઓનો જયારે આત્માના પ્રદેશો સાથે સંયોગ થાય છે, ત્યારે બંધાયેલ કર્માણુઓમાંથી અમુક અણુઓમાં જ્ઞાન ગુણને દબાવવાનો સ્વભાવ નિયત થાય છે. અમુક કર્માણુઓમાં દર્શનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે. અમુક કર્માણુઓમાં આત્માના અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અથવા દુ:ખ આપવાનો સ્વભાવ નિયત થાય છે. કેટલાંક કર્માણુઓ ચારિત્ર ગુણને દબાવે છે. આ પ્રમાણે આઠ ગુણોના આવરણ સમજી લેવા.
કર્માણુઓના આ સ્વભાવને આશ્રીને આત્મા સાથે ક્ષીર-નીર બનેલા કર્મ પુદ્ગલોના મુખ્ય આઠ પ્રકારો પડે છે આ આઠ પ્રકારો પડે છે આ આઠ પ્રકારને કર્મની મૂળ આઠ પ્રકૃત્તિ ઓ કહેવામાં આવે છે તેની બંધને આશ્રીને ઉત્તર પ્રવૃત્તિ-કર્મગ્રન્થાનુસાર-૧૨૦ભેદે પ્રસિધ્ધ છે. તત્વાર્થમાં તેના૯૭ ઉત્તર ભેદો સત્રકારે કહેલા છે જિઓ સત્ર ૮:[નોંધઃ- નામકર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org