________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૧
૧૦૫ D [10] સૂત્ર ૮:૧૫ નો સંયુકતઃ
આ સાતે સૂત્રો થકી સ્થિતિ બંધનું વર્ણન કરાયું. જેમાં ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ-જધન્ય.અબાધાકાળબંને વસ્તુ જણાવી.નિષ્કર્ષરૂપે કેટલીક મહત્વની વાતોસ્મરણીય છે જેમ કે વ્યવહારમાં જોઈએ છીએ કે કોઈ ભારે કર્મીમાણસ લહેર કરતો હોય છે જયારે હળુ કર્મીઆરાધકમાણસ અત્યંત દુઃખી હોય છે તેનું કારણ શું? તો કે આ સ્થિતિ બંધ. કયા ભવનું કયું કર્મ કયારે ઉદયમાં આવે તે કહી શકાય નહીં જેમકે -વેદનીય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. આટલા કાળમાં તો આખું દોઢ કાળચક્ર ફરી જાય છે. ત્રણ ચોવીસી બદલી જાય. તો પછી હાલમાં આવેલ સુખ-દુઃખ પણ કયાં જન્મના છે તે નિર્ધારીત ન થઈ શકે અને હાલ કરી રહેલ ધર્મ-અધર્મકરણીનું ફળ અત્યારે કેમ નથી મળતું તે પ્રશ્ન પણ અસ્થાને રહે છે. આવી રીતે કર્મના સ્થિતિબંધ પરથી વિપકા કાળની વિચિત્રતા-વિષમતા જાણી સમજી તેના સર્વથા ક્ષય માટે જ પુરુષાર્થ કરવો.
- S S S S S T U
સ્થિતિબંધ - પરિશિષ્ટ પ્રત્યેક કર્મની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવવામાં આવી છે, તેના અધિકારી મિથ્યાદ્રષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે જધન્ય સ્થિતિના અધિકારી જુદા જુદા સંભવે છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ,વેદનીય, નામ ગોત્ર અને અંતરાય એ છ ની જધન્યસ્થિતિ સૂક્ષ્મ સુરાય નામક દશમાં ગુણ સ્થાનમાં સંભવે છે. મોહનીય કર્મની જધન્યસ્થિતિ અનિવૃત્તિ બાદરાય સંપાય નામક નવમાં ગુણસ્થો સંભવેછે આયુષ્યકર્મની જધન્યસ્થિતિ સંખ્યાત વર્ષ જીવી તિર્યંચ અને મનુષ્યમાં સંભવે છે મધ્યમ સ્થિતિ તો અસંખ્ય પ્રકારની છે અને તેના અધિકારીઓ કાષાયિક પરિણામના તારતમ્ય પ્રમાણે અસંખ્યાત હોય છે.
સમગ્ર કોઠામાં વપરાયેલ સંક્ષેપ સમજ મિ.ઈ.સુ - મિથ્યા ર્દષ્ટિ ઈશાનાંત સુર, ૫.અસંગતિ પં- પર્યાપ્ત અસંશિ તિર્યંચ પંચેન્દ્રિય અબાધા. - અબાધા કાળ, કો.-કોડા કોડી સાગરોપમ, ઉ.સ્થિ.-ઉત્કૃષ્ટ સ્થિતિ, વ-વર્ષ જ.-જધન્ય સ્થિતિ, અન્ત. -અન્તર્મુહૂર્ત, ૮મે ષષ્ઠ ભા. -આઠમા ગુણ ઠાણાના છઠ્ઠાભાગ ને અંતે, બા.પ.એ. • બાદર પર્યાપ્ત એકેન્દ્રિય, પૂ.કો.વ. - પૂર્વ ક્રોડ વર્ષ, મિ.તિ.નર-મિથ્યાર્દષ્ટિ તિર્યંન્નર, મિથ્યા ૪ ગતિ.-મિથ્યાર્દિષ્ટિ ચાર ગતિના જીવ, મિથ્યા દેવના-મિથ્યાર્દષ્ટિ દેવ-નારક, . - પૂર્ણવિરામ હોય ત્યાં પૂર્વે કહયા મુજબનું આખું વાક્ય સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org