________________
८८
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -પરંતુ સૂત્રકારે અહીં વ્રત અને શીલ બે શબ્દો મુકેલા છે. તે અણુવ્રત તથા શીલવ્રતને સૂચવવા માટે છે ચારિત્ર ધર્મના મૂળ નિયમો અહિંસા સત્ય આદિ પાંચ છે અને દિગ્વિરમણ આદિ બાકીના નિયમો તો એમૂળ નિયમોની પુષ્ટિ ખાતર જ લેવામાં આવે છે.
– અહીંમૂળ નિયમોને વ્રત કહેલ છે અને તેની પુષ્ટિ માટેના બીજા સાત નિયમોને શીલ કહેવામાં આવેલ છે. તેના પાંચ-પાંચ અતિચારો સૂત્રકાર મહર્ષિ હવે પછીના સૂત્રોમાં જણાવવાના છે જો કે આ પાંચ ની સંખ્યાએ આર્ષ કે આગમ ક્રમાનુસાર લેવામાં આવી છે તેનો સંક્ષેપ અને વિસ્તાર બંને બાબતો શકય છે.
સૂત્રકાર મહર્ષિસ્વોપજ્ઞ ભાષ્યમાં પણ જણાવે છે કે દ્રોપુ પંખ્ય શીલુ સતયું पञ्चपञ्चातीचारा भवन्ति ।
વત:- અગારીવ્રતી શ્રાવક ના અહિંસાદિ પાંચ અણુવ્રતો
શી- અણુવ્રત કે મૂળગુણની પુષ્ટિ માટેના દિગ્વિરતિ આદિસાત વ્રતોને શીલ વ્રત કહે છે.
પડ્યૂપન્વ-પાંચ-પાંચ, ઓછા પણ નહીં અને વધુ પણ નહીં તેવા પાંચ-પાંચ એવું વિસા વાક્ય પ્રત્યેક વ્રતના પાંચ-પાંચ અતિચારો છે તેમ દર્શાવે છે.
મતીયા - પૂર્વ સૂત્ર માંથી આ શબ્દનીઅનુવૃત્તિ લેવામાં આવી છે તેનો સંબંધ પંખ્ય સંખ્યા સાથે જોડવામાં આવેલ છે
યથામમ-અનુક્રમે ક્રમાનુસાર આ પદક્રમભંગના નિવારણ માટે વપરાયુંછેતેએમ સૂચવે છે કે જે ક્રમમાં વ્રતોનું સ્વરૂપ જણાવવામાં આવેલ છે તે જ ક્રમમાં આ અતિચારોજણાવેલા છે અર્થાત એક પ્રકારે આ સૂત્રને અધિકાર સૂત્ર પણ કહી શકાય છે. જો એરીતે સ્વીકારવામાં ન આવેતોવધ બંધ વગેરે મૃષાવાદ વિરમણ વ્રતના પણ અતિચારો ગણી શકાય તેવો સંભવ રહે છે.
* વિશેષ:-અહીંવત શીશુ એવા શબ્દ થકીએમસમજવું કે આ ગૃહસ્થ કે શ્રાવકના વ્રતાતિચારજ છે સાધુ કે શ્રમણના નહીં
0 []સંદર્ભ
૪ આગમ સંદર્ભ-ઉપાસક દશાંગ સૂત્રના પ્રથમ અધ્યયન માં સાતમાં સૂત્રના પેટા સૂત્ર ૧ થી ૧૩ માં આ વ્રતાતિચાર જણાવેલા છે અને તેની સંખ્યા પાંચ-પાંચની જ છે
જ ૩૫, ૨,મુ.૭ 8 તત્વાર્થ સંદર્ભઃઅધ્યાય-૭ સૂત્ર. ર૦ થી રૂ - ક્રમાનુસાર સૂત્રો જ અન્યગ્રન્થ સંદર્ભઃ–વંદિતુ સૂત્ર-ગાથા ૧૦,૧૨,૧૪,૧૬,૧૯,૨૧, ૨ થી ૩૦ યોગશાસ્ત્ર U [9]પદ્યઃ(૧) વ્રતશીલોના અતિચારો પંચ પંચ જ વર્ણવે
પ્રથમદિવ્રતના અતિચારો તજીગુણને કેળવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org