________________
૮૫.
અધ્યાયઃ ૭ સૂત્ર: ૧૮
$ જેમની દ્રષ્ટિ ખોટી હોય તેમની પ્રશંસા કરવી તે મિથ્યા દ્રષ્ટિ પ્રશંસા. ભ્રાન્ત દૃષ્ટિપણાના દોષવાળી વ્યકિતઓમાં પણ ઘણીવાર વિચાર, ત્યાગ આદિ ગુણો હોય છે, આ ગુણોથી આકર્ષાઈને ગુણ-દોષ નો ભેદ કર્યા સિવાય તે વ્યકિતની પ્રશંસા કરવામાં આવે તો અવિવેકી સાધકને સિધ્ધાન્ત થી અલિત થઈ જવાનો ભય રહે છે. તેથી જ અન્ય દૃષ્ટિ પ્રશંસાને અતિચાર કહેલ છે .જો કે મધ્યસ્થ દ્રષ્ટિ સાધકને આવી પ્રશંસા હાનિકારક જ થાય તેવો એકાંત નિયમ નથી પણ આથી મિથ્યાષ્ટિ પ્રશંસા થી અલનાનો ભય રહેતો હોવાથી તેને સમ્યક્તનો અતિચાર કહેવામાં આવેલ છે
૪ સર્વજ્ઞ પ્રણિત દર્શન સિવાયના દર્શનોની પ્રશંસા કરવી જેમ કે તેઓ પુન્યવાન છે. ગુણવાન છે, ધર્મી છે, ઉદાર છે, ખરા અર્થમાં સાધક છે આવી-આવી પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશંસા થકી અપરિપકવ બુધ્ધિવાળા જીવો તેમના ગુણોથી આકર્ષાઈને સમ્યગ્દર્શન પણ ગુમાવી દે એ સુસંભવિત છે આથી અન્યદૃષ્ટિની પ્રશંસા એ અતિચાર છે. __ अन्यद्दष्टि: इति अर्हत् शासन व्यतिरिकतां द्दष्टिम् आह । सा च द्विविधा । अभिगृहीता अनभिगृहीता च ।
૪ અન્યદૃષ્ટિ એટલે અરિહંત ભગવંતના શાસન સિવાયની દ્રષ્ટિ
(૧)અભિગૃહીતઃ- જગતમાં પ્રચલિત સાંખ્યાદિ કોઈપણ ધર્મના રૂપમાં હોય તે અભિગૃહીત અન્યદ્રષ્ટિ
(૨)અનભિગૃહીતઃ- કોઈપણ મત, પંથ કે ધર્મના સ્વીકાર વિનાજ મૂઢરૂપે જે માન્યતા માનવામાં મનનું વલણ હોય તે અનભિગૃહીત અન્યદૃષ્ટિ
જગતમાં અભિગૃહીત અન્યદૃષ્ટિઓ બધાં મળીને ૩૬૩ કહેલા છે. જેમાં ૧૮૦ ક્રિયાવાદીઓ,૮૪ અક્રિયાવાદીઓ, ૬૭ અજ્ઞાનવાદીઓ અને ૩૨ વૈયિકો કહેલા છે આ સિવાય સમયગુદૃષ્ટિ આત્મા-૧ અલગ, કેમ કે તેના ભેદ-પ્રભેદ ગણાવવામાં આવેલ નથી
આ ૩૬૩ મતાવલંબીની પ્રશંસા તે અન્યદ્રષ્ટિ પ્રશંસા છે જેને સમ્યત્વ વતનો ચોથો અતિચાર કહેલો છે.
૪ જેમનો વેષ-ત્યાગી કે મુમુક્ષનો હોવા છતાં ચર્થાતેની વિરુધ્ધ ની દેખાય તે કુલિંગી કહેવાય છે. જેમ પંચાગ્નિતપ, અણગણ જળમાં સ્નાન,સ્ત્રી સ્પર્શ અનિષેધ વગેરે. આવાની પ્રશંસા કરવી નહીં અલબત એવા નો તિરસ્કાર પણ કરવાનો નથી ત્યાં ઉદાસીન ભાવ રાખવાનો છે. તિરસ્કાર કરવાથી તો ઠેષભાવ પોષાય છે, કુલિંગી પ્રશંસાનો ત્યાગ સમયગ્દર્શનમાં સ્થિરતા માટે જરૂરી છે
[૫]અન્યદૃષ્ટિ સંસ્તવઃ
૪ શ્રીજીનેશ્વર ભગવંત પ્રરૂપિત અને પ્રવર્તાવેલ ધર્મથી વિરુધ્ધ પ્રવર્તન કરનારાઓનું આદર-બહુમાન કરવું તે સમ્યક્ત ગુણનું ઘાતક હોવાથી સમ્યક્તનો અતિચાર છે.
$ જેમની દ્રષ્ટિ ખોટી હોય તેવા સાથે પરિચય કરવો તે અન્યદૃષ્ટિ (મિથ્યાદૃષ્ટિ] સંસ્તવ, ભ્રાન્ત દૃષ્ટિપણાના દોષવાળી વ્યકિતઓમાં પણ ઘણીવાર વિચાર, ત્યાગ આદિ ગુણો હોય છે આ ગુણોથી આકર્ષાઈ ગુણ-દોષનો ભેદ કર્યા સિવાય તેવી વ્યકિતનો પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org