________________
૯૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ કાંક્ષાનો બીજો અર્થ પણ જોવા મળે છેઃ- વીતરાગ પ્રણીત દર્શન સિવાયના બીજા દર્શનની ઇચ્છા તે કાંક્ષા
આ બીજા અર્થમાં કાંક્ષાના બે ભેદ કહ્યા છે (૧)સર્વ કાંક્ષા (૨)દેશકાંક્ષા
સર્વકાંક્ષા- સર્વદર્શનો સારા છે, સર્વ દર્શન આદરણીય છે એવું માનવા પૂર્વક સર્વદર્શનની આકાંક્ષા સેવવી તે સર્વકાંક્ષા
દેશકાંક્ષા -સર્વદર્શનો ને બદલે કોઈ એકબેદર્શનોની ઇચ્છા રાખવી. જેમકેબૌધ્ધદર્શન શ્રેષ્ઠ છે કેમ કે તેમાં કષ્ટ સહન કર્યા વિના ધર્મ કરવાનો ઉપદેશ અપાયેલો છે
2 ऐहलौकिकपारलौकिकेषु विषयेष्वाशंसा काङ्क्षा । सोऽतिचार:सम्यग्द्दष्टे: । कृतः काङ्कितो ह्यविचारितगुणदोष: समयमतिक्रामति ।
* અરિહંત-સિધ્ધ જેવા દેવ, ત્યાગી ગુરુ, દયામય સાપેક્ષ ધર્મ ને પ્રાપ્ત કર્યા પછી અન્યમતની કે અન્યના દર્શનના આકાંક્ષા રાખવી કે ઇચ્છા કરવી તે સમ્યત્વનો બીજો અતિચાર છે
[3]વિચિકિત્સાઃ
# ગુણ દોષની યથાર્થ વિચારણા સિવાય મતિમંદતાએ કે ગતાનુગતિએ સાધ્યસાધનની શુધ્ધિ વગર શૂન્ય મનસ્ક ભાવે તેમજ સંદેહ સહિતધર્માનુષ્ઠાન કરવા -કરાવવા તે વિચિકિત્સા અતિચાર
૪ જયાં મતભેદ કે વિચારભેદ નો પ્રસંગ હોય ત્યાં પોતે કંઈ પણ નિર્ણય કર્યા સિવાય માત્ર મતિમંદતાથી એમ વિચારે કે “એ વાત પણ ઠીક અને આ વાત પણ ઠીક એવી બુધ્ધિની અસ્થિરતા તે વિચિકિત્સા. આવી બુધ્ધિની અસ્થિરતા શ્રાવકને એક તત્વ ઉપર સ્થિર કદી જ ન રહેવા દે માટે તે અતિચાર છે.
# વિચિકિત્સા એટલે સંશય-સંદેહ ધર્મના ફળનો સંદેહ રાખવો. મેં કરેલી તપવગેરે સાધનાનું ફળ મળશે નહીં તેવો સંદેહ કરવો દાન ધર્માદિનું સેવન કરવાથી મને ફળ મળશે કે નહીંએવા-એવા સંશય કરવાતે આ ગ્રન્થાન્તર થી લેવાયેલ વ્યાખ્યાછે તેમાતત્વાર્થભાષ્યની સંગતતા જણાતી નથી + विचिकित्सा नाम इदम् अपि अस्ति इदम् अपि अस्ति इति मति विप्लुतिः
વિચિકિત્સા એટલે સુદેવ-સુગર-સુધર્મના સ્વરૂપ સંબંધમાં પાયા વિનાના તર્ક કરવા, ખોટી વિચારણાઓ કરવીતે સંબંધિ પ્રાપ્ત થયેલી સ્થિર બુધ્ધિને બદલી નાખવીતે તેને એકજાતનો મતિ વિભ્રમ પણ કહી શકાય છે.સાધુ સાધ્વીના મલિન વસ્ત્ર કે શરીર જોઇને એમ વિચાર કરવો કે આ સાધુઓ અપવિત્ર છે એમનામાં કઈ સાર નથી તો એ પણ એક પ્રકારની વિચિકિત્સા જ છે. તેનું આખરી પરિણામ સમ્યક્ત ને શિથિલ કરવામાં જ આવે છે તેથી તે સમ્યક્ત અતિચાર ગણાય છે
[૪]અન્ય દૃષ્ટિ પ્રશંસા -
૪ શ્રી જિનેશ્વર ભગવંતભાષિત ધર્મથી વિરુધ્ધ વર્તન કરવાવાળાઓની તેઓના પુન્ય પ્રકર્ષથી આકર્ષાઇને પ્રશંસા કરવી તે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org