________________
૪૧
અધ્યાય: ૭ સૂત્ર:૭ પરિણતિ તે આદિમાન છે
$ લોકાકાશનું અમૂર્તત્વ કે અસંખ્યય પ્રદેશત્વ અનાદિ છે પણ અવગાહક દ્રવ્ય અપેક્ષાએ તે આદિમાનું છે
આ રીતે જગતનો ભાવ આદિ-અનાદિ પરિણામ થી યુકત છે
૪ આ આદિ-અનાદિ પરિણામમાં પણ પ્રાદુર્ભાવ-તિરોભાવ સ્થિતિ એવો જગતનો સ્વભાવ છે જેને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય શબ્દોથી ઓળખી શકાય છે
અર્થાત્ આદિ પરિણામની અપેક્ષાએ વિચારીએ તો આ જગત પ્રાદુર્ભાવ અર્થાત્ પર્યાયાન્તર ઉત્પત્તિ જોવા મળે છે. વળી તેનો વિનાશ પણ જોવા મળે છે કેમકે પર્યાયો બદલાતા રહે છે. આ બદલાતા પર્યાયથી પૂર્વ પર્યાય નાશ પામે છે અને નુતન પર્યાય ઉત્પન્ન થાય છે અને તેની સ્થિતિ અર્થાત ધ્રૌવ્યતા એ તો સ્પષ્ટતયા અનાદિ પરિણામ જ છે.
આ રીતે જગતુ નો સ્વભાવ ઉત્પત્તિ-વિનાશ અને સ્થિતિ લક્ષણવાળો છે
# વળી જગત નો સ્વભાવ બન્યતા, મનુપ્રદ અને વિનાશ યુકત છે.અન્યતા એટલે કે બધાં દ્રવ્યો માં પરસ્પર ભેદ પરિણામ અર્થાત્ એક મેકથી ભિન્ન રહેવું. અનુપ્રા એટલે એકમેકપરઅનુગ્રહકરવો-જેમ જીવોનો પરસ્પર ઉપકારએ અનુગ્રહ છે અને વિનાશએટલે આદિમાનું જગતમાં પ્રયોગ થી કોઈનો વિનાશ થાય તે અથવા બીજાનો વિનાશ કરવો કે સ્વયં વિનષ્ટ થવું તે.
–આ પ્રમાણે આ જગતુ સ્વભાથી ભિન્નતા વાળો, અનુગ્રહ વાળો અને વિનાશ વાળો પણ છે આ પ્રમાણે પુનઃપુનઃ જગતુના સ્મભાવની આલોચના કે વિચારણા કરવાથી સંવેગ ઉત્પન્ન થાય છે
જ, જગતુ સ્વભાવ પર થી ભાવનાઃ- આ પ્રમાણે જગતના સ્વરૂપને કે સ્વભાવની વિચારણા કરીને તેમાંથી કઈ રીતે સંવેગ પમાય છે?
જગત સ્વભાવ ચેતન અને અચેતનપણાથી વિભાજિત છે તેમાં ચેતન_મય જગત ના સ્વભાવની વિચારણા થી
(૧)અહિંસાદિ પ્રવૃત્તિ થકી આલોક અને પરલોકમાં ઉત્પન્ન એવી એકાન્ત હિત અનુષ્ઠાયી સુપ્પમતિ વડે -જગતના સ્વરૂપ ચિતનનું ફળએ મળે છે કે મનુષ્ય-દેવ-નારક અને તિર્યંચને વિશે યથાવત્ વિચારણા થકી સારાસારને જાણીને મુકિત માર્ગને શ્રેષ્ઠ માનતો થાય છે. કારણકે આ જગતમાં કોઈ પરિણામ અનાદિ છે, કોઈ પર્યાય ઉત્પન્ન થાય છે, કોઇ નાશ પામે છે. કોઈ અનુગ્રહ કરે છે કોઇ વિનાશ વેરે છે એવી સતત વિચારણા થકી જગતના વિચિત્ર સ્વરૂપને જાણીને સંવેગ ઉત્પન્ન થાય છે
(૨)જો અજ્ઞાન અને હિંસાદિ પ્રવૃત્તિનો વિચાર કરતો પણ આ જગતમાં અનંત સંસાર પરિભ્રમણ રૂપ ફળના દોષદર્શનથી તેને ઉચ્છેદવાના વિચારથી પ્રતિદિન સંવેગની જ ભાવના થાય છે અને જો અચેતન તત્વ મય જગતુ ના સ્વભાવની વિચારણા કરે તો પણ નિત્ય, અનિત્ય, મૂર્ત,અમૂર્ત,સ્પર્શ-ગન્ધ-રૂપશબ્દ-સંસ્થાનાદિપરિણામોની શુભ-અશુભ-કલ્પનાને કરતો તે વિશેની મૂઢતાને જોતો,જગતની ન્યાયી અન્યાયી પ્રવૃત્તિને વિચારતો સંવેગની ભજના કરનારો થાય છે. કેમ કે અચેતન તત્વોપણ જગતના વિચિત્ર સ્વરૂપનું જદર્શન કરાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org