________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૫ થયું છે, હાલ પણ થાય છે એ રીતે પ્રાણિમાત્રને પોતાની વસ્તુ ચોરાઈ જવાથી દુઃખ થાય છે કેમકે બધાને પોતાની ઈષ્ટ વસ્તુના વિયોગ-અપહરણથી-ચોરાવાથી મર્મ ભેદી પીડા થાય છે
જ જે રીતે મને ઈષ્ટ એવા સ્વદ્રવ્યનું ચોર દ્વારા અપહરણ થવાથી શારીરિક, માનસિક દુઃખ ભૂતકાળમાં થયું છે હાલ પણ થાય છે તે રીતે જગતના તમામ જીવોને પોતાની મન પસંદ ચીજો ચોરાવાથી દુઃખ થાય છે
ભાવનાઃ- આ રીતે ચોરીથી મારા જેટલું જ દુઃખ જગતના તમામ જીવોને થતું હોઈ ચોરીથી અટકી જવું એ જ કલ્યાણકારી છે તેવી ભાવના ભાવવી ૪િ] મૈથુન,અબ્રહ્મઃ
रागद्वेषात्मकत्वान्मैथुनं दुःखमेव । # મૈથુન કર્મકે અબ્રહ્મનું આચરણ પણ દુઃખજછે કેમકે તે રાગદ્વેષરૂપ છેતીવ્રરાગાદિ થી પ્રેરીત રામાન્ય મનુષ્યો જ આવા પ્રકારના દુષ્કર્મ કરવામાં પ્રવૃત્ત થયા કરે છે તેથી દુઃખ થી દૂર રહેવાને સુખરૂપ સમજવું જોઈએ
-કેમ કે રાગ એટલે માયા-લોભ –અને દ્વેષ એટલે ક્રોધ-માન
માયાછે તે છારૂપઅર્થાત ઠગવિદ્યાવાળી છે તેમાં એકમેકથયેલ પરિણામવાળો હિંસા જૂઠ અને ચોરીમાં પ્રવર્તે છે એ જ રીતે લોભ પણ વૃધ્ધિ આસકિત લક્ષણવાળો હોવાથી ચોરી વગેરેમાં પ્રર્વતમાન થાય છે વળી ક્રોઘામાન વડે પ્રેરાયેલો હિંસાદિમાં પ્રવર્તે છે તે વાત અત્યન્ત પ્રસિધ્ધ છે.
મૈથુન એ આવા પ્રકારના રાગ-દ્વેષનું પરિણામ છે અને રાગ-દ્વેષ કારણથી મૈથુન પણ દુઃખ જ છે તેમ વિચારવું
रागद्वेषावात्मन: स्वभाव: कारणं यस्य तद् दुःखमेव रागद्वेषात्मकत्वाद् हिंसादिवत् ।
પ્રશ્નઃ-મૈથુનને દુઃખ કેમ કહોછો? જે સ્ત્રી પુરુષમૈથુન અર્થાત કામસેવનમાં રત હોય છે તેમને તો સ્પર્શઇન્દ્રિય જન્ય અત્યન્ત આનંદ હોય છે, એક પ્રકારની સુખની અનુભૂતિ થતી હોય છે.
સ્ત્રી પુરુષને ઉપભોગમાં અર્થાત મૈથુનમાં,દંતશ્કેદ માં, આંખો થી તે રૂપને પીવામાં, શરીરને આલીંગવામાં, સ્તનોને નખથી મુખથી કે અન્ય રીતે વિદારવામાં, સંયોગમાં,વીર્યના નીસર્ગ સમયે તે સ્પર્શેન્દ્રિય ના દ્વારમાં ઘણાં પ્રાણીઓને થતો સુખનો અનુભવ પ્રમાણ સિધ્ધ છે પછી તમે કઈ રીતે તેને દુઃખ કહો છો, વળી જે સ્ત્રી પુરુષ પરસ્પર મૈથુના સકત હોય છે તે બંનેને તે ઈષ્ટ હોય છે સુખદાયી હોય છે માટે જ પ્રવૃત્ત થયા હોય છે
સમાધાન -ખરેખર! તમારી વાત યોગ્ય નથી. તે ખરેખર સુખ નથી પણદુઃખ જ છે આ વાતને સમજાવવા સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ એક દૃષ્ટાન્ત આપે છે. સાધ્ય-સાધન સંગતિ અને સમાન દૃષ્ટાન્ત વડે તેની પ્રતિપત્તિ-સમજણ અપાયેલ છે
જેમ કોઈ રાજપુત્રીને ક્ષય કે કુષ્ઠાદિ રોગ થયો. તેનો પ્રતિકાર કરવો તે રોગનું નિદાન કરી તેને દૂર કરવા માટે પથ્યનું આસન અને ઔષધનો ઉપયોગ કરે છે ઉદ્ભવેલ વ્યાધિ શરીર અને મનને બધા પહોંચાડે છે. આ બધાને દૂર કરવા ઔષધાદિ ઉપયોગી થાય છે. અહીં કર્મના ક્ષયોપશમાદિથી તે રોગનું નિવારણ થતા સુખનો ભાસ થાય છે પણ તે કંઈ આત્મત્તિક Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org