________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૪
૧૪૯ પત્ર-સર્વ વિરતિ કે દેશ વિરતિ ધર આદિ ગ્રાહક વિશેષI-તરતમતાથી, આ શબ્દ વિધિ આદિ ચારે સાથે જોડવો. D [6]અનુવૃત્તિ-અનુકાર્યવય સૂત્ર ૭:૩૩ થી તાનમ્ શબ્દની અનુવૃત્તિ અહીં કરવી
U [7]અભિનવટીકા - બધાં દાન દાન રૂપે એક જેવાં જ હોવા છતા તેમના ફળમાં તરતમભાવ રહેલો હોય છે. એ તરતમભાવ દાન ધર્મની વિશેષતાને લઇને છે. અને એ વિશેષતા મુખ્યપણે દાન ધર્મના નિમ્નોત ચાર અંગોની વિશેષતાને આભારી છે
(૧)વિધિની વિશેષતાઃ
# એમાં દેશકાલનું ઉચિતપણું અને લેનારના સિધ્ધાંતને બાધા ન કરે તેવી કલ્પનીય વસ્તુનું અર્પણ ઇત્યાદિ બાબતોનો સમાવેશ થાય છે
$ દેશ, કાળ, શ્રધ્ધા,સત્કાર અને ક્રમપૂર્વકકલ્પનીય વસ્તુ આપવી વગેરે વિધિ છે [આ દેશ-કાળ આદિનો અર્થ પૂર્વે સૂત્ર ૭:૧૬માં જણાવેલ છે.
$ દેશ, કાળ, સંપત્તિ, શ્રધ્ધા,સત્કાર,બુધ્ધિ,જયેષ્ઠદિક્રમ હ્ય,અધ્યવગેરેને અનુસરીને શાસ્ત્રમાં જે જુદાજુદા પ્રકારના દાન દેવાની વિધિઓ જણાવી છે તેને અનુસરીને દાન કરવું
-વિધાન એટલે વિધિ,વિશિષ્ટ પ્રકાર, તેના અતિશય થી પુણ્યનો અતિશય થાય છે અથવા અતિશય નિર્જરા થાય છે, અને વિશેષ પુણ્ય સ્વર્ગફળને આપે છે તથા તે વિશેષનિર્જરા મુકિત ફળને આપે છે.
विधिविशेषात् दानधर्मस्य विशेषो भवति । विधि विशेषो नाम देश कालसंपच्छ्रध्धासत्कारक्रमा: कल्पनीयत्वम् इत्येवमादिः ।
[૨] દ્રવ્ય ની વિશેષતાઃ
$ દ્રવ્ય વિશેષતામાં દેવાની વસ્તુના ગુણનો સમાવેશ થાય છે જે વસ્તુનું દાન કરવામાં આવે તે વસ્તુ લેનાર પાત્રની જીવનયાત્રામાં પોષક હોઈ પરિણામે તેને પોતાના ગુણ વિકાસમાં નિમિત્ત થાય તેવી હોવી જોઇએ.
દેવા યોગ્ય અનાદિક પદાર્થોની ઉત્તમત્તા,મધ્યમતા વગેરે ને અનુસરીને તેના યે અનેક પ્રકારો પડે છે. ૪ અન્ન,પાન, વસ્ત્ર,પાત્ર આદિ શ્રેષ્ઠ દ્રવ્યોનું દાન કરવું જોઈએ.
द्रव्य विशेषाद्धर्मस्य विशेषो भवति । द्रव्यविशेषोअन्नादीनामेव सारजातिगुणोत्कर्षयोगः। [3]દાતાની વિશેષતા -
$ એમાં લેનાર પાત્ર પ્રત્યે શ્રધ્ધા હોવી, તેના તરફ તિરસ્કાર કે અસૂયાનું નહેવું જોઈએ અને દાન કરતી વખતે કે પછી વિષાદ ન કરવો વગેરે દાતાના ગુણોનો સમાવેશ થાય છે.
# સ્વભાવને આશ્રીને તથા દાન દેવાની ભાવનાને આશ્રીને દાતાઅનેક પ્રકારે સંભવે છે જેમ કે મારું કોઈપણ કંઈ લે અને મને લાભ આપે તેવી ભાવના વાળો દાતા, પોતાની મનગમતી કે ગમે તેવી કિંમતી વસ્તુ દેવાઈ જાય તો પણ ગ્લાની ને બદલે અત્યંત હર્ષ અનુભવતો દાતા વગેરે
$ દાતા પ્રસન્નચિત્તાદિ ચાર ગુણોથી યુક્ત અને વિષાદ આદિ ચાર દોષોથી રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org