________________
૧૩૯
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૧
$ વહોરાવવા યોગ્ય વસ્તુને સચિત્ત ઉપર મુકી દેવી
૪ અતિથિ સંવિભાગવત હોય, સાધુ-મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ હોય તેમાં સચિત્ત વસ્તુનાખી દેવી.
अन्नमोदनखाधिकादि चतुर्विध आहारो वाऽशनादिः तस्य सचित्तेषु व्रीहि-यव-गोधूमशाल्यादिषु निक्षेपः । तच्च अदानबुध्ध्या निक्षिपति । एतच्च जानात्यसौ-सचित्ते निक्षिप्तं सत् न गृह्णन्ति साधव ।
[૨]સચિત્તપિધાનઃ# પ્રાસુક આહાર આદિને સચિત્ત વસ્તુ વડે ઢાંકી દેવા
& સચિત્ત એટલે ચેતનયુકત.-પિધાન એટલે ઢાંકી દેવી. વ્હોરાવવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દેવી
ખાનપાન ની દવા યોગ્ય વસ્તુને અકથ્ય બનાવી દેવાની બુધ્ધિથી સચિત્ત વસ્તુ વડે ઢાંકવી તે સચિત્તપિધાન નામક અતિથિ સંવિભાગ વતનો બીજો અતિચાર કહ્યો છે.
અતિથિ સંવિભાગ વ્રત હોય અને સાધુ-મુનિરાજ ને કહ્યું તેવી એષણીય અને પ્રાસુક વસ્તુહોય તે ન વહોરાવવાની ઇચ્છાથી તેના ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દઈ નખરે તેવી બનાવી દેવી
+ सचित्तेनपिधान-स्थगनं सूरणकन्दपत्रपुष्पादिना तत्रापि तथाविधैव बुध्ध्या सचित्तेन स्थगयति । तथाविद्याबुध्ध्या अर्थात् अदान-बुध्ध्या एव ।
[3]પરવ્યપદેશઃ# ન આપવાની બુધ્ધિએ પોતાની વસ્તુ પરની છે તેમ કહેવું
$ વ્હોરાવવા યોગ્ય પોતાની વસ્તુને ન દેવા માટે “બીજાની છે' એમ કહેવું તે પરવ્યપદેશ, નામનો અતિચાર કહ્યો છે.
0 પોતાની દેય વસ્તુને “એ પારકાની છે” એમ કહી તેના દાનથી પોતાની જાતને માનપૂર્વક છૂટી કરી લેવી તે પરવ્યપદેશ
# મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ પોતાની હોય છતાં પારકી કહેવી. જેથી આ વસ્તુનો સ્વામી અન્ય છે તેમ માનીને મુનિ તેને ગ્રહણ ન કરે તે જ રીતે પારકી વસ્તુને પોતાની જણાવી દઈ મુનિને વહોરાવવી. આ બંને વસ્તુ શ્રાવકને માટે અતિચાર રૂપ છે
2 परव्यपदेश इति साधोः पौषधोपवासपारणाकाले भिक्षायै समुपस्थितस्य प्रकटमन्नादि पश्यतः श्रावकोऽभिधत्ते परकीयम् इति न अस्माकीनं अतो न ददामि इति ।
[૪]માત્સર્ય+ અભિમાન પૂર્વક અદેખાઈ થી દાન દેવું
૪ દાન કરવા છતાં આદર ન રાખવો અગર બીજાના દાનગુણની અદેખાઈ થી દાન કરવા પ્રેરાવું તે માત્સર્ય
૪ મુનિરાજ કોઈ વસ્તુ ની યાચના કરે ત્યારે કોપ કરવો, વસ્તુ હોવા છતાં ન આપવી અથવા શું હું બીજા કરતા ઉતરતો છું એમ વિચારી ઈર્ષાથી આપવું તે સાતમા શીલવ્રતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org