________________
૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -- સ્થળ મૃષાવાદ વિરમણ વ્રતઃ– દેશથી જૂઠાણાની વિરતિ તે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત
-કન્યાઅલીક ગો-અલીક,ભૂમિ-અલિક, ન્યાસ-અપહાર,કુટસાક્ષી એ પાંચ પ્રકારના અસત્યો નો ત્યાગ તે સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત
-મૃષાવાદ એટલે જુઠુંબોલવું, આ દોષનો અલ્પ અંશે કે એક દેશ પૂર્વક ત્યાગ કરવો તે
# કન્યાઅલિક-સગપણ વગેરે પ્રસંગોમાં કન્યાના વિષયમાં અસત્ય બોલવું તે, જેમ કે કન્યા શીક્ષિત ન હોવા છતાં તે ખૂબ ભણેલી છે તેમ કહેવું ધઉંવર્ણી હોય અને તેને રૂપાળી કહેવી એવા પ્રકારે જે મૃષાવાદ. તે કન્યા-અલીક કહેવાય છે
જો કે કન્યા શબ્દઉપલક્ષણ થી રૂઢ થતો જાય છે તેના મૂળમાં દ્વિપદ સંબંધિજૂઠું બોલવું છે અર્થાત દાસ-દાસી કે નોકર ચાકર સંબંધે અસત્ય બોલવું તે પણ અહીં સમાવેશ પામે છે. જેમ કે નોકરીમાંથી છૂટા કરેલા નોકરને વિશે જૂઠી વાતો ફેલાવવી તે
# ગો-અલકા- ગાય,બળદ,વગેરે પશુઓના સંબંધમાં જૂઠું બોલવું તે ગો-અલીક અથવા ગવાલીક કહેવાય છે.
જેમ કે એક ગાય દશ લીટર દુધ આપતી હોય છતાં પંદર લીટર દુધ આપે છે તેમ કહેવું અથવા વધુ દૂધ આપતી ભેંસનેન વેચવી હોય ત્યારે ઓછું દુધ આપતી કહેવી કે પશુઓ વિશે સદંતર ખોટા ખ્યાલ ઠસાવવા વગેરે ગવાલીક કહેવાય છે
અહીં પણ ગો-શબ્દ ઉપલક્ષણથી છે ખરેખર ચતુષ્પદ અથવા ચાર પગવાળા સર્વ પશુઓનો અહીં સમાવેશ થઈ જાય છે
# ભૂમિ અલિકા- જમીન, મકાન,વગેરે સ્થાવર મિલ્કતના સંબંધમાં જૂઠ બોલવું તે ભૂખ્યલીક કહેવાય છે
– જેમ કે પડતર જમીનને ખેડાણ યોગ્ય કહેવી, ખેડાણ યોગ્ય ને પડતર કહેવી. રસકસ ન હોવા છતાં ફળદ્રુપ કહેવી, ઝઘડામાં હોય છતાં ચોખ્ખી જમીન કહેવી, આવી કોઈપણ રીતે બીજાને છેતરાવાનો પ્રયાસ કરવા જૂઠબોલવું તે ભૂમિ અલિક
અહીં ભૂમિના ઉપલક્ષણથી સમિક્તો સંબંધે સેવાતા મૃષાવાદ નો સમાવેશ કરવો
# ન્યાસ અપહાર - ન્યાસ એટલે થાપણ અને અપહાર એટલે તેને ઓળવવી તે અર્થાત્ થાપણ ઓળવવી
– કોઈએ સાચવવા આપેલી થાપણને પોતાની કરીને રાખી લેવી અથવા સામાધણીને કહેવું કે હુંઆમાં કંઈ જાણતો જ નથી એવું કહેવા દ્વારા થાપણનો અસ્વીકાર કરવો તે ન્યાસાપહાર
–અહીં એક પ્રકારની ચોરી હોવા છતાં તેમાં મૃષાવાદનું જ પ્રાધાન્ય હોવાથી તેનો સમાવેશ અનૃત-વચનમાં કરેલો છે
& ફૂટ સાક્ષીઃ- કોઈની ખોટી સાક્ષી પૂરવી તે કૂટ સાક્ષી નામનો મૃષાવાદ છે. પૈસા કે સત્તાની લાલચથી, લાગવગ થી, શેહ શરમથી, કોર્ટ-કચેરી અથવા લવાદ કે પંચ આગળ કોઈની પણ ખોટી સાક્ષી પૂરવી એ મહા અનર્થનું કારણ છે. માટે દોષ રૂપ છે
- પરંતુ જો કોઈનો જીવ બચાવવા અસત્ય બોલવું પડે તો તેનો અહીં સમાવેશ થતો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org