________________
અધ્યાયઃ ૭ સૂત્ર ૨
૧૧ –મધુમતી શબ્દ નપુંસકલગ પ્રયોગ છે. તેથી પૂર્વસૂત્ર નાનપુંસકલિંગી એવા વત શબ્દ સાથે તેને જોડવાનો છે. તેથી મધુવ્રતમ્ અને (મહત) મહાતમ્ એવા શબ્દો તૈયાર થશે
– આ રીતે તૈયાર થયેલા શબ્દોને સંબંધ અનુક્રમ થી જોડતા देशत: विरति: अणुव्रतम् પર્વત: વિરતિ: મહાવ્રતમ્ એમ બે વાકયો બનશે
જ રેશત: તિતિ: અખુન્નતન્ક્સમગ્ઝત ના કોઈ એક દેશથી કેઅલ્પાંશે વિરમવું તેન અણુવ્રત કહે છે
પૂર્વસૂત્રમાં હિંસાદિ પાંચે દોષોથી વિરમવાનું જણાવેલ છે. તેથી અણુવ્રત પણ પાંચ થશે આ અણુવ્રતને સ્થૂળવ્રત પણ કહે છે -૧-સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ$ દેશથી હિંસાની વિરતિ તે સ્થળ પ્રાણાતિપાત હિંસાવિરમણ વ્રત $ નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પ પૂર્વક અને નિષ્કારણ હિંસાથી વિરમવું તે # ઘૂળ જીવ હિંસા ન કરવી તે - શ્રાવકને આ વ્રત સવા વશા પ્રમાણ ગણવામાં આવેલ છે. ધારોકે સાધુને આ વ્રત વીસ વસા એિક માપ છે) જેટલું ગણવામાં આવેતો
(૧)સાધુને ત્રણ સ્થાવર બંને પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ છે જયારે શ્રાવકને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ છે અને સ્થાવરની જયણા છે આ રીતે વીસ“વસા'' માંથી અડધુ રહેતા દશ “વસા” જેટલું પ્રમાણ થયુ છે
(૨)ત્રસ જીવોની હિંસા પણ બે પ્રકારે છે (૧)સંકલ્પથી (૨)આરંભથી
-ગૃહસ્થોને આરંભ જ હિંસાની જયણા હોય છે. સંકલ્પ જન્ય હિંસાનો ત્યાગ હોય છે તેથી દશ વસામાંથી ફક્ત પાંચ વસા નું પ્રમાણ રહેશે કેમ કે આરંભ જન્ય હિંસાનો ત્યાગ તો થશે નહીં
(૩)સંકલ્પ જન્ય હિંસા પણ બે પ્રકારે છે (૧)સાપરાધી (૨)નિરપરાધી. સાપરાધીના સંકલ્પ વધની જયણા હોય છે અને નિરપરાધીના સંકલ્પ વધનો ત્યાગ છે તેથી હવે બાકી રહ્યું અઢી વસા પ્રમાણ. અહીં અપરાધી જીવના વધ-તાડન આદિની હિંસા ની જયણા છે માટે
(૪)નિરપરાધી વધ-બંધનાદિ પણ નિષ્કારણ અને સકારણ બે રીતે હોઈ શકે છે જેમ કે પશુને પાળેલા હોય કે ખેતી વગેરેના કામમાં રોકેલા હોય તો કારણે તેને બંધન-તાડનાદિ કરવા પણ પડે એ જ રીતે કામ કરનાર નોકરોને પણ કયારેક સજા કરવી પડે છે તેને કારણે સકારણ હિંસા કહી છે. નિરપરાધીની આવી સકારણ હિંસાની ગૃહસ્થને જયણા હોય છે જયારે નિરપરાધી પ્રાણી ને વિના કારણ નિર્દયતા થી મારવુંતે નિષ્કારણ હિંસા છે તેનો ત્યાગ કરવાનો છે
આમ નિરપરાધી જીવને સકારણ મારવો તેનો જ ત્યાગ થતો હોવાથી ફકત સવાવશા પ્રમાણ બાકી રહેશે
ટકાવારીની દ્રષ્ટિએ કહીએ તો ૧૦૦ટકા ના મહાવ્રતપાલનની અપેક્ષાએ અણુવ્રતનું પાલન [૬.૨૫] સવા છ ટકા માત્ર થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org