________________
૧૦૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ તે જીવોને મારી નાખવાની હદે માર મારવો.
# વધુ શબ્દ સામાન્ય થી તો જાનથી મારવું કે કાપીને મારી નાખવું એવા અર્થમાં પ્રયોજાય છે તો પણ અહીં ચાબુકથી ફટકારવાના કે પરોણાની અણીથી મારવાના અર્થમાં છે
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયનઃ૧ ની ગાથા-૧૬ માં શ્રી શાન્ચાર્યે તેની વૃત્તિમાં વર્ધક્ય તાવિતા ને એવો અર્થ કરેલો છે આ અતિચાર પહેલા અણુવ્રતનો બીજો અતિચાર છે
# વધ એટલે માર. શ્રાવકેનિષ્કારણ કોઈને મારવું જોઈએ નહીં શ્રાવકે એવા બનવું જોઈએ કેજેથી તેનોદાબરહેવાનાકારણે કોઈ અવિનયઆદિગુનોકરેનહીંતેમછતાં પણ જો કોઈ અવિનયાદિ ગુનો કરે કે પશુ વગેરે યોગ્ય રીતે કામ ન આપે અને તેથી મારવાની જરૂરિયાત લાગેતો પણ ગુસ્સો બતાવવો પડે ત્યારે દયમાં તો ક્ષમાજ ધારણ કરવી જોઈએ
2 हननं वध: ताडनं कशादिभिः . [૩] છવિચ્છેદ-૪ કાન, નાક,ચામડી આદિ અવયવોને ભેદવાકે છેદવાતે છવિચ્છેદ
# ઝાડ વગેરેની છાલ ઉખેડવી-કાપવી પશુઓને દુઃખી કરવા આર ભોંકવી, કોઈપણ શારીરિક ઉપદ્રવ કરવો, ખસી કરવી, શરીરના અવયવો કાપવા.
૪ વિચ્છેદ્ર એટલે શરીરના અંગોપાંગોનો છેદ કરવો. છવિ એટલે અંગ, છે એટલે કાપવું તે. અંગોપાંગ નું છેદન-ભેદન કાપવા વગેરે પહેલા અણુવ્રતનો ત્રીજો અતિચાર છે
# છવિ એટલે ચામડી. ચામડીનું છેદન તે છવિચ્છેદ.
-નિષ્કારણ કોઇપણ પ્રાણીની ચામડીનો છેદ કરવો તે. જો જરૂર પડેતો પણ ગુસ્સે થઈ નિર્દયતા પૂર્વક છેદ કરવો જોઇએ નહીં. ફકત ભય બતાવવા પૂરતું કરવું
र शरीरं त्वग् वा तच्छेदः पाटनं द्विधाकरणं [૪]અતિભારારોપણ:# મનુષ્ય કે પશુ ઉપર તેના ગજા કરતા વધારે ભાર લાદવો તે અતિભારનું આરોપણ
# માનવ, હાથી, ઘોડા,પોઠીયા,પાડા, ઉંટ,ગધેડા,વગેરે ભારવહન કરનારા ઉપર વધારે પડતો ભારનાંખી તે વહન કરાવવો
$ બહુભાર ભરવો તે, કોઇપણ માણસ કે પશુની ભારવહનની શકિતની એક મર્યાદા હોય છે આ મર્યાદા કરતાં વિશેષ ભાર ઉપડાવવો તે પહેલા અણુવ્રતનો ચોથો અતિચાર છે
# બળદ કે મજૂર આદિ ઉપર શકિત ઉપરાંત ભાર-બોજો મૂકવો. યદ્યપિ શ્રાવકે ગાડા ચલાવવા આદિ ધંધો કરવો જોઈએ નહીં છતાં અન્ય ઉપાયના અભાવે તેવો ધંધો કરવો પડે તો પણ બળદ વગેરે જેટલો ભાર ખુશીથી વહન કરી શકે તેનાથી કંઈક ઓછો ભાર મૂકવો જોઈએ. મજૂરને પણ તે જાતે જેટલો ભાર ઉંચકી શકે તેટલો જ ભાર આપવો જોઈએ
र भरणं भारः पूरणं अतीव बाढं - सुष्ठु भारो अतिभारः तस्य आरोपणं - स्कन्धपृष्ठादिस्थानम् अतिभारारोपणम् ।
[૫] અન્નપાન નિરોધઃ- કોઈના ખાન પાનમાં અટકાયત કરવી તે અન્ન પાન નિરોધ
છે તેઓના ખાન પાન રોકવા, તેમની કાળજી ન રાખવી, ભુખ તરસે મારવા વગેરે સર્વે અન્ન પાન નિરોધ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org