SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स (તસ્વાથધિગમ સૂત્ર) તત્ત્વઃ (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વ-ભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્ર: અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્રવાક્ય તે સૂત્ર. પ્રસ્તૃત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કહયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy