________________
અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૨
૧૨૯
# પૂર્વે સ્વીકારેલ હકીકતમાં કાલાન્તરે પણ ફેરફાર ન કરવો અર્થાત્ કરેલ પ્રરૂપણથી અન્યથા પ્રરૂપણા ન કરવી
$ હકીક્ત જેમ હોય તે સ્વરૂપે જ રજૂ કરવી, એકબીજાની વચ્ચે સુલેહ કરાવવી
જ કલ્યાણકારી માર્ગે ન ચાલતો હોય તેને પણ કલ્યાણકારી માર્ગે ચઢાવવો અને માર્ગમાં હોય તેને સ્થિર કરવો
૪ મિથ્યાત્વમાં પડેલા જીવને સમ્યકત્વ પ્રતિ સ્થાપન કરવો
આ પ્રમાણે સ્વષિયમાં યોગસરળતા અને પર વિષયોમાં સંવાદન કહેલું છે અને તે જ શુભ નામકર્મનો આસવ છે
* વિશેષઃ- શુભ નામ કર્મના ઉકત બે આગ્નવો સાથે સંકડાયેલ અન્યાગ્નવો - ધાર્મિક પુરુષના દર્શનથી આનંદ થવો - સંસાર અને સંસારના કાર્યોથી ભય લાગવો -ધર્મ કાર્યને વિશે પ્રમાદનો ત્યાગ કરવો -સભાવથી વસ્તુનું અર્પણ કરવું -ધર્માત્મા પાસે આદરપૂર્વક જવું -પશુન્ય,ચાડી ચુગલી આદિ સ્વભાવનો અભાવ - પરપ્રશંસા, આત્મનિન્દા, સ્થિરચિત્ત -સત્ય વચન, મિષ્ટ ભાષણ, મિત ભાષણ -અલ્પ આરંભ-સમારંભ, અલ્પ પરિગ્રહ - રૂપ,કુળ,બળ,બુધ્ધિ આદિએકેનો મદ નહોવો -બીજાને કૂતુહૂલાદિ ઉત્પન્ન ન કરાવવા -બીજાની વિડંબણા કે મશ્કરી ન કરવી -જિનાલય,જિનપ્રતિમાજી આદિ નિર્માણ તથા રક્ષણ -ઉપાશ્રય, પૌષધશાળાદિ નું નિર્માણ તથા રક્ષણ -ક્રોધ, માન,માયા, લોભાદિ કષાયની અલ્પતા -સમ્યદર્શન-દૃષ્ટિ કે શ્રધ્ધા -યોગ્ય તોલ માપ રાખવાથી તેમજ લોકોને છેતરવા નહીં -અસલી નકલી વસ્તુની મિલાવટો ન કરવી -વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં ફેરફાર ન કરવા - આચાર્યાદિકની સેવા, વૈયાવચ્યાદિ કરવા -પરદૂવ્ય રક્ષણ, અહિંસાદિભાવ, જીવદયા પાલન કરવું -કયાંય વશીકરણ પ્રયોગ કે સૌભાગ્યોપઘાત આદિન કરવા આ અને આવા સત્કાર્યો થકી શુભનામનો આસવ થાય છે તેમ વૃત્તિમાં જણવેલ છે.
24. SIC
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org