________________
૮૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -જીવો હિતના પ્રતિપાદન થકી અથવા અહિતના પ્રતિષેધ થકી ઉપગ્રહ કરે છે. [અર્થાત્ કાર્યમાં નિમિત્ત બને છે)
પરસ્પરોપગ્રહ-સ્વામિ-સેવક,ગુરુ-શિષ્ય વગેરે રૂપે જે વ્યવહાર થાય છે-કરાય છે તેને “પરસ્પરોપગ્રહ' કહે છે.
જ નવાના”- જીવોનો, જીવદૂત્રનો
જ વિશેષ:-પરસ્પર સહાયમાં નિમિત્ત થવું એ જીવોનું કાર્ય છે. એ રીતે સૂત્રકારે સૂત્રમાં કહ્યું તદંતર્ગત અન્ય બાબતોને જણાવે છે
$ જીવો પરસ્પર ઉપકારક કઈ રીતે બને છે? -૧ એક જીવ હિત અથવા અહિત ના ઉપદેશ થકી બીજા જીવ ઉપર ઉપકારક થાય છે.
-ર માલિક પૈસા આપી નોકર પ્રતિ ઉપકાર કરે છે. નોકર હિત અથવા અહિતનું કામ કરી માલિક ઉપર ઉપકાર કરે છે.
-૩ આચાર્ય કે ગુરસત્કર્મનો ઉપદેશ કરી અને એના અનુષ્ઠાન દ્વારા શિષ્યો ઉપર ઉપકાર કરે છે. શિષ્યો ગુરુને અનુકૂળ પ્રવૃત્તિ કરવા દ્વારા ઉપકાર કરે છે.
-૪ બે શત્રુઓ એકમેક પ્રતિ વૈરરાખીને કે લડીઝઘડીને એકબીજા ઉપર ઉપકાર કરે છે.
આ રીતે જીવો સ્વામિ-સેવક, ગુરુ-શિષ્ય,મિત્ર-શત્રુ આદિ ભાવો થકી પરસ્પર એકબીજાના કાર્યમાં નિમિત્ત થઈ પરસ્પર ઉપકાર કરનારા થાય છે.
પ્રશ્ન:- શત્રુતા ભાવથી તો એકબીજાને અપકાર થાય છે. તો પછી અહીં તેને જીવોનો ઉપકાર એમ કેમ કહ્યું?
-સમાધાનઃ- અહીંઉપકારનો અર્થબીજાનું હિત કરવું કે ભલું કરવું એવો થતો નથી પણ ઉપકાર એટલે કાર્ય, પ્રયોજન કે નિમિત્તકારણ એ રીતે થાય છે. અર્થાત જીવો પરસ્પર હિતાહિત માં નિમિત્ત બનીને કાર્ય કરે છે. એમ સમજવાનું છે.
-જો ઉપકારનો અર્થ કાર્ય કે નિમિત્તપણું એવો કરવામાં ન આવે તો ઈષ્ટ ઉપગ્રહ જ ઉપકાર કહેવાશે, અર્થાત્ જીવો પરસ્પરના હિતમાં નિમિત્ત બનવાનું કાર્ય કરે છે. એ જ અર્થ ગ્રહણ કરવો પડશે મતલબ વિશ્વમાં કોઈ જીવ બીજા જીવના અહિતમાં નિમિત્ત બને છે. તેવામાં આવશે જ નહીં પણ વાસ્તવિકમાં એવું નથી. પરસ્પર આધારીત એવા સમાજમાં કેવિશ્વવ્યવસ્થામાં શત્રુતા-મિત્રતા,હિત-અહિત, સુખદુઃખ વગેરેમાં જીવો એકમેક માટે નિમિત્તરૂપ થતાં જ હોય છે.
જ પ્રશ્ન-જીવોનું ઉપયોગ લક્ષણ' પૂર્વે બીજા અધ્યાયમાં કહેવાયું જ છે. પછી અહીં ફરીથી જીવનું લક્ષણ કહેવાનું પ્રયોજન શું?
-સમાધાનઃ- ખરેખર તેમ નથી ઉપયોગ એ જીવોનું અંતરંગ લક્ષણ છે. જે સમગ્ર જીવરાશીને લાગુ પડે છે. જયારે અહીંપરસ્પરોપગ્રહ કહેવાયું તે બહિરંગ લક્ષણ છે જે સંસારી જીવોને માટે છે પણ સિધ્ધના જીવો પ્રત્યક્ષરૂપે કયાંય નિમિત્ત બનતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org