________________
૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અમિસૂત્ર.૮.ર)માં જણાવ્યા મુજબસBયવાવમો યોયા પુત્રના અર્થાત કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય પગલો ગ્રહણ કરે છે. તેથી શરીર આદિ માં જીવોને પુદ્ગલો નોજ ઉપકાર છે.[અથવા પુદ્ગલ જ કારણ ભૂત છે]
જ પ્રશ્ન ભાષાવર્ગણાના પુદ્ગલ વાણી રૂપે પરિણમે છે. અને તેનું જ્ઞાનશ્રોત્રેન્દ્રિય મારફતે થાય છે તેમ તમે કહો છો, તો પછી એકના એક શબ્દો એક વખત સાંભળ્યા પછી ફરી કેમ સંભળાતા નથી?
સમાધાનઃ-જેવી રીતે એક વખત જોવાયેલી વીજળી, તેના પુલ ચારેબાજુવિખરાઈ જવાથી, બીજી વખત જોઈ શકાતી નથી તેમ એક વખત સંભળાયેલા શબ્દો તેના પુદ્ગલોચારે બાજુ વિખરાઈ જવાથી ફરી વાર સંભળાતા નથી.
જ પુનઃપ્રશ્ન - તો પછી ટેપ થયેલા કે રેકોર્ડ થયેલા શબ્દો વારંવાર સાંભળી શકાય છે તેનું શું કારણ છે?
-સમાધાનઃ-શબ્દરૂપપુદ્ગલોને ટેપરેકોર્ડર કે ગ્રામોફોન રેકોડરમાં સંસ્કારીત કરાયેલા હોય છે. તેથી આ સંસ્કારીત શબ્દને પુનઃપુન સાંભળી શકાય છે. જેમ વીજળી થાય ત્યારે જ ફોટો લેવામાં આવેલ હોય તો આપણે તેને ફરીફરીને જોઈ શકીએ છીએ તેમ.
જ પ્રશ્નઃ-ભાષાને તમે પુદ્ગલ દ્રવ્ય કહો છો તો ભાષા પણ શરીરની માફક દેખાવી જોઇએને? છતાં આંખોથી દેખાતી કેમ નથી?
-સમાધાનઃ-ભાષાનાપુદ્ગલોઅર્થાત શબ્દપુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી આંખોદ્વારા જોઈ શકાતા નથી. કેવળ શ્રોત્રેન્દ્રિય થકી જ તે ગ્રાહ્ય બને છે.
જ પુનઃપ્રશ્ન - જો શબ્દપુલ આંખો વડે જોઈ શકાતા ન હોય તો તેને અરૂપી માનવામાં વાંધો શો છે?
-સમાધાનઃ-ભાષાને શબ્દપુદ્ગલોને અરૂપી માનવામાં કેટલાંક દોષો સ્પષ્ટ દેખાય છે તેને કારણે તેને અરૂપી માની શકાય નહીં જેમ કે -
# અરૂપી વસ્તુ, રૂપી વસ્તુની મદદ થી જાણી ન શકાય જયારે શબ્દો, રૂપી શ્રોત્રેન્દ્રિયની મદદ થી જાણી શકાય છે.
૪ અરૂપી પદાર્થને રૂપી પદાર્થ પ્રેરણા ન કરી શકે, જયારે શબ્દને રૂપી વાયુ પ્રેરણા કરી શકે છે. તેથી જ જો વાયુ અનૂકુળ હોય તો શબ્દો દૂરથી પણ સંભળાય છે અને વાયુ પ્રતિકુળ હોય તો નજીકથી પણ શબ્દો સાંભળવામાં મુશ્કેલી પડે છે .
# અરૂપી વસ્તુ પકડી ન શકાય. શબ્દોતો રેડીયો, ફોનોગ્રાફ,ટેપ,વગેરેમાં પકડી શકાય છે.
જ આવા આવા કારણો ઉપરાંત મહત્વની વાત એ છે કે સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર પરમાત્માએ શબ્દોને રૂપ જ કહ્યા પછી આપણે તેને અરૂપી કહેવા કે માનવાતે જિનવચનોમાં શંકા કરવા જવું છે.
જ પ્રશ્ન - શરીરાદિ નો આજ ક્રમ નિર્ધારણ કરવા નો હેતુ શો છે? -સૌ પ્રથમ શરીરનું ગ્રહણ કર્યું છે. કેમ કે જો શરીર હોય તો વચન, મન, શ્વાસોચ્છવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org