________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૪
૫૩ -જે રીતે એક સ્થાનમાં હજારો દીવાઓનો પ્રકાશ સમાઈ શકે છે તે રીતે અનંતાનંત પરમાણુ પણ એક જ ક્ષેત્રમાં સમાઈ શકે છે.
-પુદ્ગલ દ્રવ્યોમૂર્ત હોવા છતાં પણ વ્યાઘાતશીલત્યારે જ થાય છે જયારે તે સ્થૂળભાવમાં પરિણત થાય છે બાકી સૂક્ષ્મત્વ પરિણામ દશામાં તે કોઇને વ્યાઘાત પહોચાડતા નથી કે કોઈ થી વ્યાઘાત પામતા નથી.
ઉદાહરણ દ્વારા સમજૂતિઃજેમ એક લોખંડનો ગોળો છે તેમાં કોઈ છિદ્ર દેખાતા નથી. જયારે અગ્નિ વડે તપાવાય છે ત્યારે આખો ગોળો લાલ થઈ જાય છે. જો તેના ટુકડા કરવામાં આવે તો તે અંદર થી પણ લાલ દેખાય છે. હવે ગોળામાં અગ્નિ પ્રવેશ્યો કઈ રીતે?
એજ રીતે તે ગોળાને પાણીમાં નાખતા બહાર થી અને અંદરથી બન્ને રીતે ઠંડો પડી જાય છે. તો તેનામાં આ ઠંડક કયાંથી પ્રવેશી?
આ પ્રશ્નોનો ઉત્તર એ જ છે કે છિદ્ર રહિત દેખાતો ગોળો વાસ્તવમાં ચાલણી જેવો અસંખ્ય છિદ્રવાળો છે તેમાં સૂક્ષ્મ છિદ્રોના પોલાણો હોય છે. એ રીતે અનંત પ્રદેશોનો સૂક્ષ્મ સ્કન્ધ થાય તો પણ એક પ્રદેશ માં આખો સ્કન્ધ રહી શકે છે. કેમ કે આકાશમાં અવગાહ આપવાની આવી વિચિત્ર શકિત છે.
U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ-WIVાહિ... વિMYણો હ... વિપક્ષો દ્વા
જ પ્રસા. પ.ધ.-જૂ૨૦-૨૨,,૨૫ [9]પધઃ(૧) સૂત્ર ૧૩ અને ૧૪નું સંયુકત પદ્ય
એક આદિ પ્રદેશ સ્થાને પુદ્ગલની અવગાહના
અસંખ્યય ભાગાદિ સ્થાને જીવની અવગાહના (૨) બીજુ પદ્ય પૂર્વ સૂત્રઃ૧૩માં કહેવાઈ ગયું છે.
[10]નિષ્કર્ષ:- ઉપરોકત સૂત્રમાં નોંધપાત્ર વાત એ છે કે જેટલા પ્રદેશ સ્કન્ધ વાળો પુદ્ગલ હોય તે તેટલા કે તેથી ઓછા પ્રદેશ ક્ષેત્રમાં અવગાહ પામે છે પણ કદી વધારે પ્રદેશ ક્ષેત્ર રોકતો નથી.
નિષ્કર્ષ માટે આ સુંદર વિચારધારા છે.
આપણે આપણી જાતને પ્રશ્ન કરવા જેવો છે કે આપણું શરીર કેટલા પરમાણુ સ્કન્ધવાળું છે? અરે વર્તમાન કાલીન માપનો વિચાર કરોતો પથી ૬ ફૂટ ઉંચાઇનું છતાં આપણે આ શરીર ને આશ્રીને કેટલી જગ્યા રોકીએ છીએ? એક રૂમ, બે રૂમ,દશ રૂમ, વીસ રૂમ ક્યારેય સંતોષ થાય છે ખરો?
આપણે પણ આપણા શરીર પ્રમાણ અવગાહ કરવો હોયતો કેટલું ક્ષેત્ર રોકવું જોઈએ? આ વાતનો ભૌતિક નહીં પણ આત્મિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો-આપણી કાયાનો ૨/૩ ભાગ પણ આપણે રોકીએ તે પૂરતું છે કઈ રીતે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org