________________
૪૯
અધ્યાય: ૫ સૂત્રઃ ૧૪
૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા ૧૦ વિસ્તરાર્થ (૨)દવ્ય લોકપ્રકાશ સર્ગઃ૨ શ્લોક-૨૭ U [9]પદ્ય- આ સૂત્રના બંને પદ્યો પૂર્વસૂત્ર ૧૨માં કહેવાઈ ગયા છે.
U [10]નિષ્કર્ષ-આ સૂત્ર એવું સૂચવે છે કે ધર્મદ્રવ્યના એકેક પ્રદેશને અધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં વ્યાઘાત રહિત પ્રવેશ છે અને અધર્મદ્રવ્યના એકેક પ્રદેશને ધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં વ્યાધાત રહિત પ્રવેશ છે. આ પરસ્પર પ્રવેશ-પણું ધર્મ-અધર્મ દ્રવ્યની પરસ્પર આશ્લેષીતા ના નિમિત્તે છે.
ધર્માદિક દ્રવ્યોનો સંબંધ અનાદિ પારિણામિક હોવાથી આ કથન કરેલ છે વળી પાણી, ભસ્મ,ખાંડવગેરે મૂર્તિક એટલે કે મૂર્તિ અને સંયોગીદવ્યો છે તો પણ એક ક્ષેત્રમાં વિરોધ રહિત સાથે રહે છે તો પછી અમૂર્ત એવા ધર્મ-અધર્મ અને આકાશના પ્રદેશો પરસ્પર આશ્લેષીને રહે તેમાં શો વિરોધ હોઈ શકે?
આ સમગ્ર ચર્ચા જ નિષ્કર્ષ માટેની ભૂમિકા છે. આટલી ચર્ચા પરથી એ ફલિત થાય છે કે અમૂર્ત દ્રવ્યો દુધ-પાણીની જેમ એકમેકમાં ભળીને રહે છે. તો જીવ દ્રવ્ય પણ અમૂર્ત દ્રવ્ય છે અને સિધ્ધશીલા ઉપર અનંતા સિધ્ધો રહેવા છતાં બધાં સાથે રહી શકે છે. એક ઉપમાં થકી આ વાતને સમજાવવા કહેલું છે કે જેમ દીવાની એક જયોત હોય કે દશ હોય કે સો હોય છતાં બધી જયોતિનો પ્રકાશ એકમેકમાં સમાવેશ પામે છે. તેમ અનંતા સિધ્ધો સિધ્ધશીલા પર અવગાહના પામે છે.
આ ધર્મ-અધર્મદ્રવ્ય ચર્ચામાંથી આટલી જ પ્રેરણા કે સંદેશ લેવા જેવો છે કે આપણે પણ ભવચક્રમાં વારંવાર પર્યાયો બદલવાનું બંધ કરી કયારે સિધ્ધશીલા પર અનંતકાળ માટે સ્થિર થઇને અનંતા સિધ્ધો સાથે વ્યાઘાત રહિત સ્થિતિને પ્રાપ્ત કરીશું.
OOO OOOO
(અધ્યાયઃ૫-સૂત્રઃ૧૪) U [1]સૂત્રહેતુ- પુદ્ગલ દ્રવ્ય લોકના કેટલા ભાગમાં વ્યાપ્ત છે તે સ્થિતિ ક્ષેત્રની મર્યાદા આ સૂત્ર થકી જણાવે છે.
[2] સૂત્રઃમૂળઃ- પwારિપુ માન્યઃ પુનામું 0 [3]સૂત્ર પૃથક-4 - Vશ - gિ - માર્ચ: પુછાનીમ્
U [4] સૂત્રસાર-પુદ્ગલદ્રવ્યો ની સ્થિતિ લોકાકાશના એક પ્રદેશ આદિમાં વિકલ્પ (એટલે કે અનિયત રૂપે] હોય છે.
U [5]શબ્દજ્ઞાનપwદ્દેશ-વિપુ- એક વગેરે-એક,બે,ત્રણ...અસંખ્ય પ્રદેશોમાં
અ, પ/૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org