________________
૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૨ વળી આકાશ પણ વ્યવહાર નયથી જ ધર્માદિ દ્રવ્યોનો આધાર કહ્યો છે. નિશ્ચય થી તો દરેક દ્રવ્ય સ્વપ્રતિષ્ઠિત જ છે તેથી આકાશ પણ નિશ્ચય થી કોઈ દ્રવ્યનું આધેય નથી.
-૩ આકાશ અને અન્ય દ્રવ્યોના આધાર-આધેય સંબંધનું તાત્પર્ય એ છે કે લોકઆકાશ ની બહાર કોઈ દ્રવ્ય નથી.
# પ્રશ્ન-વ્યવહારમાં આધાર અને આધેય પૂર્વાપર કાળભાવ જોવા મળે છે જેમ કે ઘડો પહેલા રખાય છે તેમાં પાણી પછી ભરવામાં આવે છે. અહીં પાણી આધેય છે ઘડો આધાર છે. તો શું આકાશ એ ધર્માદિ દ્રવ્યો કરતા કંઈ વિશેષ અનાદિ કાળનું છે? જો તે સમકાલિન હોય તો આધાર-આધેય સંબંધ ટકે કેવી રીતે?
- -૧- પહેલી વાત તો એ કે ધર્માદિ પાંચે દ્રવ્યો અનાદિના જ છે તેમાં કોઈ પૂર્વવર્તી નથી અને કોઈ પશ્ચાત્ વર્તી નથી. એટલે કે કાળ ની અપેક્ષાએ બધાનું અનાદિત સમાન જ છે.
-૨-કયારેક કયારેકસમકાલભાવી પદાર્થોમાં પણ આધાર-આધેય સંબંધ જોવા મળે છે. જેમકે ઘડો અને ઘડાના રૂપાદિ અહીં રૂપ ઘડાને આધારે હોવા છતાં ઘડો તૈયાર થયો ત્યારે જ તેનો ઘાટ પણ તૈયાર થયો છે. આ રીતે અહીં આધાર-આધેય જેમ સમકાલ ભાવી છે. તેમ આકાશ અને ધર્માદિ દ્રવ્યો પણ સમકાલ ભાવી છે.
[B]સંદર્ભઃ
આગમ સંદર્ભઃधम्मो अधम्मो आगासं कालो पुग्गलजंतवो एस लोगुत्ति पण्णत्तो जिणेहिं वरदंसिहिं * उत्त. अ. २८ गा.७ # તત્વાર્થ સંદર્ભ-કાશયાવIK: સૂત્ર ૫:૨૮ # અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા-૧૦ વિસ્તારાર્થ (૨) દ્રવ્યલોક પ્રકાશ-સર્ગર, શ્લોક ૨૫-૨૬ 1 [9પદ્ય(૧) સૂત્ર ૧૨ અને ૧૩નું સંયુકત પદ્ય
લોકાકાશે સર્વદ્રવ્યો રહ્યા અવગાહન કરી ધર્મ અને અધર્મ દ્રવ્યો પૂર્ણ લોકે રહે ઠરી સૂત્રઃ૧૨-૧૩-૧૪નું સંયુકત પદ્યઃલોકાકાશ સમગ્રે છે ધર્મ અધર્મની સ્થિતિ
લોકાકાશ પ્રદેશેય,વિકલ્પ પુદ્ગલ સ્થિતિ [10]નિષ્કર્ષ - ધર્માદિ દ્રવ્યો કયાં રહે છે? લોકાકાશમાં. અર્થાત લોકાકાશ જે જગ્યા આપે છે તેમાં આપણું રહેવા પણું છે.પણ કઈ જગ્યાએ? તો કે સમગ્ર લોકાકાશ ના કોઇપણ ક્ષેત્રમાં, કયારેક આ ક્ષેત્ર અને કયારેક બીજું ક્ષેત્ર
નિષ્કર્ષ માટેની એક સુંદર વિચારણા અહીં પડેલી છે. લોકસ્વરૂપ ભાવનાભાવતી વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org