________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –અહીં ક્રિયા શબ્દથી ગતિકર્મ જ લેવું, તેમ ભાષ્યકાર કહે છે એટલે-ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યો એક દેશથી દેશાત્તર પ્રાપ્તિ રૂપ ગતિ કે ગમન ક્રિયા કરતા નથી.
-સૂત્રના ફળ રૂપે ભાષ્યકાર જણાવે છે કે પુદ્ગલ અને જીવએ બંને વ્યોગમન-ક્રિયા કરે છે.
સારાંશ એ કે ધર્માદિ ત્રણે દ્રવ્યોનો સ્વભાવ ગમનક્રિયા કરવાનો ન હોવાથી એ ત્રણે દ્રવ્યો અક્રિય છે. જયારે જીવ અને પુગલ ગમનશીલ હોવાથી તેને ક્રિયાશીલ કહ્યા છે[પણ સાંખ્ય કે વૈશેષિક આદિ વૈદિક દર્શનોની માફક તેને નિષ્ક્રિય કહ્યા નથી
સાધર્મ-વૈધર્મ - ધર્મ અધર્મ, આકાશ એ ત્રણે દ્રવ્યોમાં નિષ્ક્રિયતા ની દ્રષ્ટિએ સાધર્મ-સરખાપણું છે પણ જીવ અને પુદ્ગલ સાથે તેમનું વૈધર્યુ છે કેમ કે જીવ અને પુદ્ગલ સક્રિય છે એ જ રીતે જીવ અને પુદ્ગલ સક્રિય હોવાથી તે બંનેમાં સાધમ્ય છે પણ આ બંને દ્રવ્યોનું ધર્માદિ ત્રણ સાથે વૈધર્મ છે કેમ કે એ ત્રણે નિષ્ક્રિય છે.
છે વિશેષઃ
$ ક્રિયાના બે ભેદઃ- ક્રિયા બે પ્રકારની કહી છે. એક વિશેષ અને બીજી સામાન્ય. વિશેષ ક્રિયા એટલે ગમનાગમન રૂપક્રિયા અને સામાન્ય ક્રિયા એટલે ઉત્પાદ-વ્યય રૂપ ક્રિયા.
જે રીતે જીવો અને પુદ્ગલો એક સ્થળે થી બીજા સ્થળે ગમનાગમન કરે છે. તે રીતે ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણે દ્રવ્યો ગમનાગમન કરી શકતા નથી. આથી ધર્માસ્તિકાય આદિ ત્રણે દ્રવ્યોમાં ગમનક્રિયાનો અભાવ હોય છે
–સામાન્ય ક્રિયા અર્થાત્ ઉત્પાદ અને વ્યય રૂપ ક્રિયાતો ધર્માદિ ત્રણે દ્રવ્યોમાં હોય જ છે કારણ કે વસ્તુમાત્ર માં પર્યાય અપેક્ષા એ ઉત્પાદ અને વ્યય હોવાના. જો તેમ ન સ્વીકારીએ તો સૂત્રકાર મહર્ષિ એ જણાવેલ ““Tળપર્યાયવદ્ દ્રવ્યમ્''એ વચન ખોટું પડે તેથી હંમેશાં પર્યાયને માનવા જ પડશે અને દ્રવ્યના પર્યાયો હોવાથી ઉત્પાદ અને વ્યય રૂપ સામાન્ય ક્રિયા પણ થવાનીજ તેથીજ અહીં નિયMિ શબ્દથી ગમનરૂપ ક્રિયા માત્રનો જ નિષેધ કરેલો છે. સર્વ ક્રિયાઓ નો નહીં
–નિષ્ક્રિય દ્રવ્ય નો અર્થ ગતિ શુન્ય દ્રવ્ય એટલો જ સમજવો, કેમ કે જૈનદર્શન મુજબ ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યોમાં સદશ પરિણમન રૂપ ઉત્પાદન અને વ્યય એ બે ક્રિયા તો ચાલુ જ રહેવાની છે.
U [8] સંદર્ભ6 આગમ સંદર્ભઃ- નિચ્ચે જ દિકૂ.૧/૨ દ્વાદશી અધિકારનિત્ય અવસ્થિત છે અર્થાત ગતિશીલ નથી] U [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પદ્ય પૂર્વ સૂત્રઃ૪ માં કહેવાઈ ગયું છે (૨) બીજું પદ્ય પણ પૂર્વ સૂત્રપ સાથે કહેવાઈ ગયું છે
U [10]નિષ્કર્ષ - ઉપરોકત સૂત્રનું મૂળ કથન તો ધર્માદિ ત્રણ દ્રવ્યો ની નિષ્ક્રિયતા ને આશ્રીને જ છે. પણ તેના પ્રતિપક્ષ રૂપે જીવ અને પુગલ એ બે સક્રિય છે તે વિધાન પણ ભાષ્યકાર મહર્ષિ જણાવે છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org