________________
૧૦
તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવટીકા ઉત્સર્પિણી,અવસર્પિણી, કાળચક્ર વગેરે વ્યવહાર કાળ છે.
-(૧)સર્વપ્રથમ સમયનું સ્વરૂપ જણાવી ગયા -(૨)આવા ૯ સમયોનું એક જધન્ય અંતર્મુહર્ત થાય -(૩)જધન્ય યુકત અસંખ્ય[ચોથા અસંખ્યાતા પ્રમાણ] સમયોની એક આવલી -(૪)૨૫૬ આવલિકા નો એક ક્ષુલ્લક ભવ થાય છે. -(૫)સાધિક ૪૪૪આવલિકાનો એક શ્વાસોચ્છવાસ અર્થાત્ પ્રાણ થાય છે.
-કોઈ સંપૂર્ણ નીરોગી પુરુષ હોય,પરિપૂર્ણ ઇન્દ્રિય વાળો,બળવાન, યુવાન,અવ્યાકુલ, માર્ગે ચાલવાના શ્રમરહિત,સુખાસન ઉપર બેઠેલો હોય તેવા પુરુષનો જે એક ઉચ્છવાસનિઃશ્વાસ તેને પ્રાણ કહે છે.
-(૬)આ પ્રમાણ બીજી રીતે ગ્વાસોચ્છવાસ અર્થાત્ પ્રાણની વ્યાખ્યા કરતા જણાવેલ છે કે- ૧૭મા શુલ્લકભવનો ૧-પ્રાણ થાય
-(૭) ૭-પ્રાણનો એક સ્તોક થાય છે. -(૮) સ્તોકનો એક લવ થાય છે. -(૯)૩૮ લવની એક ઘડી થાય છે.
-(૧૦) ૭૭લવઅથવાબેઘડી અથવા ૫૫૩૬ ક્ષુલ્લકભવ અથવા ૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા બરાબર એક ર્મુહૂર્ત થાય
-(૧૧)૧ સમયજૂન ર ઘડી બરાબર ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત થાય -(૧૨) ૩૦ મુહૂર્ત નો એક દિવસ-અહોરાત્ર થાય (૧૩)૧૫ દિવસે નો એક પક્ષ-પખવાડીયું થાય. -(૧૪)૨ પક્ષ એટલે કે ૩૦ દિવસનો એક મહિનો થાય -(૧૫)દ માસનું એક અયન-ઉતરાયન કે દક્ષિણાયન થાય -(૧૬) ૨ અયન અથવા ૧૨ માસ અથવા ૩૬૦ દિવસનું ૧-વર્ષ થાય -(૧૭)પ વર્ષનો ૧-યુગ થાય -(૧૮)૮૪ લાખ વર્ષે-૧ પૂર્વાગ થાય
(૧૯)૮૪ લાખ પૂર્વાગ કે ૭૦૫૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦વર્ષનું એક પૂર્વ -(૨૦)અસંખ્ય વર્ષે એક પલ્યોલમ -(૨૧)૧૦ કોડાકોડી પલ્યોલમ=1 સાગરોપમ -(૨૨)૧૦ કોડાકોડી સાગરોમા=૧ઉત્સર્પિણી અથવા ૧-સવસર્પિણી -(૨૩)૨૦ કોડાકોડી સાગરોમ=૧કાળચક્ર -(૨૪)અનંતકાળ ચક્ર બરાબર એક પુલ પરાવર્તન
(૨૫) અનંત પુદ્ગલ પરાવર્તન નો ભૂતકાળ અને તેથી પણ અનંતગુણા પુદ્ગલ પરાવર્તનનો ભવિષ્યકાળ
આ સમગ્ર વિસ્તાર વ્યવહાર કાળને જણાવે છે, જે માત્ર લોકમાંજ છે લોકમાં પણ માત્ર અઢી દ્વીપમાં જ આ કાળ પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org