________________
૧૫૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)વ્યંજન પર્યાય- ત્રિકાળ સ્પર્શી પર્યાયને વ્યંજન પર્યાય કહે છે.
(૨)અર્થ પર્યાય- સૂક્ષ્મ વર્તમાન કાળ સ્પર્શી પર્યાય તે અર્થ પર્યાય છે. –અહીં જીવના મનુષ્યપણાને આધારે બંનેને ઘટાવીએ તો –૧ જન્મથી મરણ પર્યન્તની અવસ્થા તે વ્યંજન પર્યાય નું ઉદાહરણ છે -૨ બાળ,તરુણ યુવાન પ્રૌઢ,વૃધ્ધ આદિ અવસ્થા તે અર્થ પર્યાયનું ઉદાહરણ છે. ૪ સમગ્ર સૂત્રનો સારાંશ - -૧ જેમાં ગુણ અને પર્યાય હોય તે વ્ય કહેવાય છે.
-ર પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપમાં પરિણત રહે છે. અર્થાત વિવિધ પરિણામોને પ્રાપ્ત કરે છે.
-૩ દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શકિત તે જ એ દ્રવ્યનો ગુણ કહેવાય છે. -૪ અને તે ગુણ જન્ય પરિણામને પર્યાય કહેવાય છે. -૫ ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે.
-એક દ્રવ્યમાં શક્તિ રૂપ અનન્તગુણ છે અને ભિન્ન ભિન્ન સમયને આશ્રીને થતા સૈકાલિક પર્યાય પણ મનન છે.
-૭ આ પર્યાયો વ્યકિતશઃ સાક્ષાત્ત છે અને પ્રવાહની અપેક્ષાએ નાદિ અનન્ત છે.
–૮ જીવ એ દ્રવ્ય છે કેમ કે તેમાં ચેતનાદિ અનંત ગુણો છે અને જ્ઞાન દર્શન રૂપવિવિધ ઉપયોગ આદિ અનંત પર્યાયો છે.
-૯ પુદ્ગલ એ દ્રવ્ય છે કેમ કે તેમાં વર્ણઆદિ અનંત ગુણો છે અને નીલ-પીત આદિ અનંત પર્યાયો છે.
–૧૦ એ જ રીતે ધર્મ;અધર્મ, આકાશ એ ત્રણે દ્રવ્યો છે. અનુક્રમે ગતિ સ્થિતિ અને અવગાહ એ તેના ગુણ છે અને તે-તે સમયે, તે-તે પ્રદેશ આશ્રિત જીવ અને પુલને ગતિ સહાય સ્થિતિ સહાય કે અવગાહ દાન એ અનુક્રમે તેના પર્યાયો છે.
* પ્રશ્નઃ જૈન દર્શનમાં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે નયના કથન પ્રસિધ્ધ છે. તેથી દ્રવ્ય અને પર્યાય સંજ્ઞા તો સિધ્ધ જ છે. પણ આ “ગુણ' સંજ્ઞા તમે ક્યાંથી લાવ્યા?
-સમાધાન. ગુણ એ દ્રવ્યનું અન્વયે અંશ છે. નિત્ય છે. સહવર્તી છે અને આ ગુણને આશ્રીને જ તેના પર્યાયો છે
જો ગુણનેજ માનવામાં નહીં આવે તો પર્યાયોનું અસ્તિત્વ જનહીં રહે-જેમકે પુદ્ગલમાં વર્ણ નામનો ગુણ નહીં માનો તો લીલો-પીળો-કાળા-ધોળો વગેરે પર્યાયો આવશે કયાંથી?
વળી વ્યાર્થિક નય એટલે સામાન્યને ગ્રહણ કરે છે. હવે ગુણ એજયારે દ્રવ્યનું સામાન્ય રૂપજ છે. ત્યારે તેના ગ્રહણને માટે વ્યાર્થિક નયથી ભિન્ન કોઈ અન્ય નયની આવશ્યકતા જ રહેતી નથી.
U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભगुणाणमासओ दव्वं एगदव्वस्सिया गुणा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org