________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૦
૧૨૫
ક્ષણ ક્ષણમાં ઉત્પન્ન થનારી અને નષ્ટ થનારી માને તો ઉત્પાદ વ્યયશીલ અનિત્ય પરિણામમાં નિત્યત્વનો સંભવ રહેશે નહીં પરિણામે વસ્તુની સ્થિરાસ્થિરતા સિધ્ધ થઇ શકશે નહીં
જૈન દર્શન કોઇ વસ્તુને કૂટસ્થ નિત્ય કે માત્ર પરિવર્તન શીલ ન માનતા પરિણમી નિત્ય માને છે. નિત્યતાની આ વ્યાખ્યા દરેક સત્ વસ્તુમાં ઘટે છે. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાન મૂળ ભાવને -મૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામે છે માટે અનિત્ય છે અને પોતાના મૂળ સ્વભાવનેછોડતી નથી માટે નિત્ય છે. આને પરિણામી નિત્યતા કહેવાય છે. પરિણામ એટલે પરિવર્તન તે પામવા છતાં નિત્ય રહે તે પરિણામી નિત્ય.
આ પરિણામી નિત્યતાને લીધે બધાં તત્વો પોત-પોતાની જાતિ માં સ્થિર રહ્યા છતાં પણ નિમિત્ત પ્રમાણે પરિવર્તન-ઉત્પાદ વ્યય પ્રાપ્ત કરે છે. એથી જ પ્રત્યેક વસ્તુમાં દ્રવ્યની અપેક્ષાએ ધ્રૌવ્ય અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય એ બંને ઘટિત થવામાં કોઇ વિરોધ આવતો નથી. વળી જૈન દર્શનનો પરિણામી નિત્યત્વવાદ જડ અને ચેતન અર્થાત્ જીવ-અજીવ બંનેમાં લાગુ પડે છે.
બધાં તત્વોમાં વ્યાપક રૂપે પરિણામી નિત્યત્વવાદનો સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણ અનુભવ છે.
સૂક્ષ્મદ્રષ્ટિથીવિચારવામાં આવેતો ખ્યાલ આવશે કે કોઇપણ વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા વિના રહેતી નથી. દરેક વસ્તુમાં પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું સૂક્ષ્મ હોવાથી આપણે જોઇ શકતા નથી પણ સર્વજ્ઞ ભગવંતો જ જોઇ શકે છે. આપણે માત્ર મૂળ સ્થૂળ પરિવર્તનો જ જોઇ શકીએ છીએ.
વસ્તુમાં સૂક્ષ્મ કે સ્થૂળ રૂપે પરિવર્તન થવા છતાં એ પોતાના દ્રવ્યત્વ[સ્વરૂપ]ને કદી કે છોડતી નથી આથી તમામ વસ્તુ પરિણામી નિત્ય કહી છે. બાકી સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કોઇ એવું તત્વ અનુભવમાં નથી આવતું કે જે ફકત અપરિણામી સ્થિર હોય અથવા માત્ર પરિણામ રૂપપરિવર્તનશીલ-હોય
વળી જો કોઇ વસ્તુમાં પરિણામી નિત્યતા હોય જ નહીં અને બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તો એ ક્ષણિક પરંપરામાં કદી સજાતીયતાનો અનુભવ થાય જ નહીં, અર્થાત્ પહેલાં કોઇ વસ્તુ જોયેલી હોય તેને ફરી જોતા ‘‘આ તે જ વસ્તુ છે’’ એવું પ્રત્યભિજ્ઞાન થાય છે તે કદી થાય નહીં, કેમ કે પ્રત્યભિજ્ઞાન માટે વિષયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે. તેમ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. બંને માંથી કોઇ સ્થિર ન હોય તો કોણ કોને ઓળખશે?
હવે કદાચ એમ વિચારો કે કોઇ પરિવર્તન થતું જનથી. તો જગતમાં દેખાતું આ વૈવિધ્ય કયારેય ઉત્પન્ન જ ન થાય
આ દલિલો પરથી દ્રવ્યની પરિણામી નિત્યતા સાબિત થાય છે. એટલે કોઇ પણ દ્રવ્ય પોતાના દ્રવ્યત્વનો ત્યાગ કરતું નથી તો પણ પર્યાયો માં તો પરિવર્તન પામે જ છે. અને પરિવર્તન અર્થાત્ પરિણામ યુકત સ્વ સ્વરૂપ માં નિત્ય સ્થિર રહેવું તે જ પરિણામી નિત્યતા. નિત્યતાનોબીજોઅર્થ:- સત્ પોતાના સ્વભાવથી ચ્યુત થતુંનથી માટેનિત્ય છે. પૂર્વસૂત્રમાં જણાવ્યુ કે ‘‘ઉત્પાદ –વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે આ સ્વરૂપ જ સત્ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org