________________
૧૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે, તો કોઇ ચાક્ષુષ [ચક્ષુથી ગ્રાહય] હોય છે જેસ્કન્ધ પહેલા સૂક્ષ્મ હોવાના કારણે અચાક્ષુષ હોય છે તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વ પરિણામ છોડીને બાદર [અર્થાત્ સ્થૂલ] પરિણામ વિશિષ્ટ બનવાથી ચાક્ષુષ થઇ શકે છે. એ સ્કન્ધને એ રીતે ચાક્ષુષ થવા માટે ભેદ અને સંઘાત બંને હેતુ એક સાથે અપેક્ષિત છે
* મેવસતાયામ્ :-ભેદ અને સંઘાત બંને શબ્દની વ્યાખ્યા આ પૂર્વે સૂત્રઃ૨૬માં કરાયેલી જ છે.અહીં મેવસ, તામ્યામ્ એવુંજે પદ મુકયુ તેનો અર્થએવો થાય છે કે ચાક્ષુષ સ્કન્ધ રચના ભેદ અને સંઘાતના ઉભયના નિમિત્તે થાય છે અર્થાત્
(૧)ફકત સંઘાતથી ચાક્ષુષ સ્કન્ધ ઉત્પન્ન થતો નથી.
(૨)ફકત ભેદ થી પણ ચાક્ષુષ સ્કન્ધ ઉત્પન્ન થતો નથી.
(૩)ચાક્ષુષ સ્કન્ધની ઉત્પત્તિ ભેદ અને સંઘાત બંનેના સંયોગથી થાય છે. મેવઃ-ભેદનો સામાન્ય અર્થ છૂટા પડવું એવો કરેલો હતો પણ અહી વિશિષ્ટ સ્પષ્ટીકરણ માટે ભેદના બે અર્થોને જણાવે છે.
(૧)-સ્કન્ધનું તુટવું અર્થાત્ તેમાંથી અણુઓનું અલગ થવું તે. (૨)-પૂર્વ પરિણામથી નિવૃત્ત થઇ બીજા પરિણામનું ઉત્પન્ન થવું.
ચાલુાઃ-ચાક્ષુષનો અર્થ સામાન્યથી ચક્ષુગ્રાહ- એટલે કે આંખ વડે જોઇ શકાય તેવું એવો જ થાય છે.
-વિશેષથી આ સૂત્રમાં ચાક્ષુષનો અર્થ ‘‘ઇન્દ્રિયોથી ગ્રાહ્ય'' પણું એરીતે સ્વીકારેલ છે પાંચેય ઇન્દ્રિયોથી થતું સાંવ્યવહારિક ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન - એમ સમજવું. -વ્યુત્પત્તિથી વક્ષુષ ને વાસુવા: તત્સ્યેન્ -સૂત્રથી અદ્ પ્રત્યય લાગતાં વધુપ ના પૂર્વસ્વરની વૃધ્ધિ થતા વાસુા: પદ બન્યું. છે.
-આ રીતે ચક્ષુઃઇન્દ્રિયનો જે વિષય હોઇ શકે તેને ચાક્ષુષ કહે છે.
સંકલિત અર્થઃ- ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચક્ષુ વડે જોઇ શકાય છે અથવા ઇન્દ્રિયથી ગ્રહણ થઇ શકે છે
જે વિશેષઃ
(૧)સ્કન્ધના તુટવા રૂપ ભેદને આશ્રીને વ્યાખ્યાઃ- જયારે કોઇ સ્કન્ધમાં સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિથઇસ્થૂલત્વ પરિણામ ઉત્પન્નથાયછે.ત્યારેકેટલાંક નવા અણુઓ તેસ્કન્ધમાંથી અવશ્ય મળી જાય છે અને કેટલાંક અણુઓ તે સ્કન્ધમાંથી અલગ પણ પડી જાય છે.
આ રીતે સ્કન્ધમાં સંઘાત અને ભેદ બંને પ્રક્રિયા થાય છે
તાત્પર્ય એ છે કે કેવળ અણુઓના મળવાથી અર્થાત્ સંઘાતથી સ્કન્ધ ચાક્ષુષ બની શકતો નથી.અને કેવળ અણુઓના જૂદા થવાથી અર્થાત્ સ્કન્ધના તુટવા રૂપ ભેદથી પણ સ્કન્ધ ચાક્ષુષ બનતો નથી.એટલે અહીંયા નિયમપૂર્વક જણાવે છે કે ચાક્ષુષ સ્કન્ધની ઉત્પત્તિ ભેદ અને સંઘાત બંનેની સામુહિક પ્રક્રિયાથી થાય છે
(૨) પૂર્વપરિણામથી નિવૃત્ત થઇ બીજા પરિણામના ધારણ કરવા રૂપ ભેદની વ્યાખ્યાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org