________________
૯૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -- આ રીતે ભરતક્ષેત્રના કુલ છ ખંડ છે.
-- આ છ ખંડમાંના દક્ષિણાઈભરત મધ્યખંડમાં અયોધ્યા નામે નગરી છે. આ જ ખંડમાં સાડી પચીશ આર્યદેશો છે. એ સિવાયનો શેષ મધ્યખંડ તથા બાકીના પાંચ ખંડો એ અનાર્યભૂમિ છે.
–મધ્યખંડમાં જ તીર્થંકર-ચકી-વાસુદેવ બળદેવાદિ ઉત્પન્ન થાય છે. પરંતુ ચક્રી આ છ એ ખંડની સાધના કરીને ચક્રવર્તી થાય છે.
-ભરતની બરાબર મધ્યે આવેલોવૈતાયપર્વત ૨૫યોજન ઉંચો અને ૫૦યોજન વિસ્તાર વાળો છે. તેની કુલ ઉંચાઈ નો ચોથો ભાગ એટલે કે ક યોજન જમીનમાં છે. બાકીનો ભાગ પૃથ્વી ઉપર છે.
– આ વૈતાઢ્ય પર્વત સર્વ રજતમય છે. તેના ઉપર નવ ફૂટ આવેલા છે જેમાંનું પહેલુ કૂટ સિદ્ધયતન હોવાથી ત્યાં જિનાલય આવેલું છે. આ જિનાલય ૧ કોસ લાંબુ, વળા કોસ પહોળું, ૧૪૪૦ ધનુષ્ય ઉંચુ છે. ત્યાં ઉત્સધ અંગુલ માપે ૫૦૦ ધનુષ્ય ઉંચી ૧૦૮ શાશ્વતી પ્રતિમાજી છે. ર૭–ચૌમુખી સ્વરૂપે અથવાતો પ્રત્યેક દિશામાં ૨૭-૨૭ રહેલી છે. જેના ઋષભ ચંદ્રાનન – વારિષણ -વર્ધમાન એવા ચાર નામો છે.
– વૈતાદ્ય પર્વત થી ઉત્તર તરફ ઉત્તરાર્ધ ભરત આવેલું છે એની સીમા હિમવંત પર્વત સુધીની છે.
૨. હેમવત ક્ષેત્રઃ આ ક્ષેત્રમાં યુગલિક મનુષ્યો રહે છે. તેમનું શરીર ૧ ગાઉ ઉંચુ,છે એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. એક દિવસને અંતરે જ તેમને ભોજન લેવાનું હોય છે, આમળા પ્રમાણે આહારથી તેઓ સંતુષ્ટ થઈ જાય છે.
– ત્યાંની ભૂમિ સાકર કરતાં પણ મીઠી છે,ચક્રવર્તીના ભોજનકરતા અધિક સ્વાદિષ્ટ ફળો છે, લોકોને સંતાપકારક એવો જૂ-માંકડ આદિ કોઈ ઉપદ્રવ નથી. ત્યાં પશુઓ પણ અહિંસક છે. તિર્યંચ તથા મનુષ્યો બંને નિયમા સ્વર્ગગામી છે.
– મનુષ્યો સુંદર આકૃતિવાળા, વજુઋષભ નારયસંઘયણવાળા, ૬૪ પાંસળીઓ વાળા છે. પોતાના જેવા યુગલિકનો જન્મ આપી ૭૯ દિવસ પાલન કરી પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે.
– અલ્પ રાગ દ્વેષ વાળા એવા તેઓ પાદચારી છે. ત્યાં સુષમા-દુષમા કાળ સદા અવસ્થિત છે.
-આમવંત ક્ષેત્રમાં મધ્યમાં શબ્દાપાનીવૃત્તવૈતાઢયપર્વત છે. તેમાં રોહિતા અને રોહિતાંશા નામે બે મહાનદી વહે છે તેથી હેમવંત ક્ષેત્રના કુલ ચાર વિભાગો થાય છે.
૩. હરિવર્ષક્ષેત્રઃ આ ક્ષેત્રની મધ્યમાં આવેલો ગંધાપતી વૃત-વતાય પર્વત તથા હરિકાંતા અને હરિ સલિલા નામક બે નદીને લીધે તેના કુલ ચાર ભાગ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org