________________
૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ વૈક્રિય શસ્ત્રો ગ્રહણ કરીને તેના વડે તેમજ હાથ-પગ અને દાંતવડે પરસ્પર પ્રહારો કરે છે. આવા પરસ્પરના ધાત થી છેદાયેલા ભેદાયેલા-વિકૃત થયેલા અંગવાળા થઈ જાય છે. પછી કતલખાનામાં કપાયેલા પાડાની માફક ગાઢવેદનાવડે વ્યાકુળ બનેલા તરફડે છે. પૃથ્વી પર એકઠા થયેલા લોહીના કાદવમાં આળોટે છે. 1 જ મિથ્યાદૃષ્ટિનારકજીવો –મિથ્યાજ્ઞાનથી લેપાયેલા હોવાને કારણે પરમાર્થને જાણતા નહીંોવાથી પરસ્પરદુઃખને ઉપર કહ્યા મુજબ વિશેષે વિશેષે ઉદીર છે. બીજાનેદુઃખતા પોતે પણ ઘણાં દુખને સહન કરે છે વિપુલ પ્રમાણમાં અશુભ કર્મોને ઉપાર્જ છે.
જ સમ્યગુદષ્ટિનારકજીવો છે તેઓ તો તત્વવિચારણા કરે છે કે અમે પરભવમાં પ્રાણી-હિંસાદિ અનેક પાપો કરેલ છે. જેના ફળ રૂપે અમે અહીં પરમ દુઃખરૂપ સમુદ્રમાં પડેલા છીએ. આવી આવી સમ્યક વિચારણા થકી તેઓ પર ઉદીરિત વેદના દુઃખોને સમ્ય પ્રકારે સહન કરે છે. પોતે પાપના ફળરૂપ વિપાકને અનુભવતા હોવાથી બીજાને દુઃખ ઉત્પન્ન કરતા નથી વાસ્તવિક રીતેતો આ જીવો મિથ્યાદષ્ટિ નારકો કરતાં ઓછાં દુઃખી થાય છે અને કર્મપણ ઓછાં બાંધે છે. છતાં શાસ્ત્રકાર તથા ગ્રન્થકારમહર્ષિજણાવે છે કે સમ્યગુદષ્ટિ નારક જીવો માનસિક રીતે અત્યંત દુઃખ ભોગવે છે.
ભગવતીજી ના ૧૮માં શતકના ઉદ્દેશા-પમાં પ્રશ્નઃ પમો
તેના ઉત્તરમાં જણાવે છે કે – નારકો બે પ્રકારના છે (૧) માયાયુકત મિથ્યા દ્રષ્ટિવાળા અને (૨)માયારહિત સમકિત દૃષ્ટિવાળા. તેમાં પહેલા પ્રકારના જીવો છે તે ભારે કર્મી છે અને અત્યંત વેદના ભોગવે છે.
જયારે બીજા પ્રકારના જીવો છે તેમના કર્મોઅલ્પછેઅને વેદના પણ અલ્પભોગવેછે.
જો કે મનોદુઃખ અપેક્ષાએ તો- સમ્યગુદષ્ટિ નારક જીવો સતત પોતાના પૂર્વકૃત કર્મોની વિચારણા અને પશ્ચાતાપ કરતા હોય છે તેથી આ જીવો અત્યન્ત દુઃખી હોયછે.
આસંબધમાં ભગવતીજી સત્રના પ્રથમ શતકના બીજા ઉદ્દેશામાં પ્રશ્ન ૭૮માં પણ જણાવે છે કે-નારક જીવોમાં જે સંજ્ઞી છે એમને અત્યન્ત દુઃખ થાય છે પણ જેઓ અસંશી છે તેમને અલ્પ દુઃખ થાય છે.
- સંજ્ઞી શબ્દ થકી ત્રણ અર્થ જણાવે છે' (૧) સંશી એટલે સંજ્ઞાવાળા અર્થાત્ સમ્યફદર્શન વાળા.
(૨) પૂર્વભવમાં જેઓ-સંજ્ઞી પંચેન્દ્રિય હતા અને પછી નારકમાં ઉત્પન્ન થયા છે તેને પણ સંજ્ઞી કહ્યા
(૩) સંજ્ઞી એટલે પર્યાપ્તા. આ રીતે જો પ્રથમ અર્થ સ્વીકારીએતો સમ્યકદર્શની નારક જીવો વધુ દુઃખી હોય છે એમ સ્વીકારી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org