________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ૪
૨૯
ટુવા– દુઃખોવાળા D [6] અનુવૃતિઃ(१) रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातम:प्रभा भूमय: अ. ३ सू.१ (ર) તા – મૃ. ૩ -પૂ. ૨
[7] અભિનવટીકા- નારક જીવોને ત્રણ પ્રકારે દુઃખ કહેલા છે (૧)ક્ષેત્રકૂત (ર) પરસ્પર ઉદારિત (૩) પરમાધામીકૃત
જેમાં ક્ષેત્રકૃત વેદના નું વર્ણન પૂર્વસૂત્રમાં થઈગયું છે. પ્રસ્તુત સૂત્ર પરસ્પર ઉદીરિત વેદના ને જણાવે છે. આ દુઃખ ક્ષેત્રકૃત વેદના કરતા પણ અધિક કહ્યું છે.
જેમ ઉંદર-બિલાડી કે સાપ-નોળીયો જન્મજાત વૈરીઓ છે તેમ નારક જીવો પણ આજીવન શત્રુ હોવાથી એકમેકને જોઈને કૂતરાની માફક પરસ્પર લડે છે- કરડે છે અને ગુસ્સાથી બળે છે પરિણામે તેને પરસ્પર જનિત દુઃખવાળા કહ્યા છે.
નારક જીવો એકબીજાને સામસામા દુઃખો આપતા હોય છે આ દુઃખ પણ સ્વાભાવિક નથી હોતું પણ ઉદીરણા કરી કરીને આપતા હોય છે, માટે પરસ્પર ઉદીરિત દુઃખવાળા કહ્યા છે.
જ નારક જીવો બે પ્રકારના છે. (૧)સમ્યગુદષ્ટિ (૨)મિથ્યાદ્રષ્ટિ
જ બંને પ્રકારના નારકી જીવોને ભવનિમિત્તક અવધિજ્ઞાન હોય છે તેમાં મિથ્યાત્વીને અવધિજ્ઞાન-વિભંગ જ્ઞાન રૂપ હોવાથી તેઓને દુઃખનું જ કારણ બને છે. તેઓને મનના ભાવ નિર્દોષ અને નિર્મળ રહેવાને બદલે સાનુકૂળ સંયોગોના અભાવે નારકના ભાવો મલિન, ભયંકર અને ક્રુર જ રહે છે.
વળી આજીવોવિર્ભાગજ્ઞાનના બળે ચારેનરક દૂર દૂર સુધી પોતાને દુઃખ આપનારા સાધનોને જ જોયા કરતા હોય છે-તેના સ્વરૂપને ભાષ્યકાર જણાવે છે.
* દુઃખની પરસ્પારિક ઉદીરણાઃ- જે મિથ્યાદૃષ્ટિનારક જીવો છે તે પરસ્પરને દુઃખ ઉદીરે છે. જેમ આપણી દુનિયામાં બીજા ગામથી આવતા કુતરાને જોઇને જે-તે ગામનો કુતરો વિનાકારણ અત્યંત ક્રોધાયમાન થાય છે, પરસ્પરઘુરકેછે, લડે છે, તે રીતે આ નારક જીવો પણ વિલંગ જ્ઞાનના બળે એકબીજાને દૂરથી જોતાની સાથે જ ક્રોધ થી ધમધમવા માંડે છે મહાક્રોધાવિષ્ટથયેલા મનવાળા તેઓ દુઃખરૂપસમુદ્રમાં ડૂબતાડૂબતા પણ અવિચારી પણે પેલા કુતરાઓની માફક એકબીજાની સાથે લડવા લાગે છે.
* પરસ્પર લડાઈનું સ્વરૂપ - આ નારક જીવો લડવા માટે વૈક્રિયસમુદ્ધાત વડે મહાભયંકર રૂપ વિદુર્વે છે. પોતપોતાના નરકાવાસમાં લેત્રાનુભાવ જનિત પૃથ્વી પરિણામરૂપને લોહમય એવા શૂળ, શીલા,મૂદગર, ભાલા,બાણ, તોમર, અસિપટ્ટ,ખગ્ન,યષ્ટિ,તલવાર પરશુ વગેરે અનેક શસ્ત્રોને વિદુર્વે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org