________________
૨
'તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૩) સુધા વેદના-નરકના જીવોને સુધા વેદનાનો ઉદય એટલે કે ભુખ એટલી બધી હોય છે કે જગતમાં રહેલા બધાંજ અનનું ભક્ષણ કરી જાય, ઘીના અનેક સમુદો ખલાસ કરી નાખે, દુધના સમુદો પી જાય તો પણ તેમની ભુખ શાંત થતી નથી બલ્ક અધિકાધિક વૃધ્ધિ જ પામતી જાય છે.
(૪) તૃષા વેદના-નારકોને તૃષાવેદનીયનો ઉદય પણ તીવ્ર હોય છે જગતના સઘળા સમુદ્રોના જલનું પણ કદાચ એક વખત પાન કરી લે તો પણ તેની તરસ છીપતી નથી તેના તાળું-કંઠ અને જીતવા હંમેશા શોષાયા જ કરે છે હોઠ પણ સદસકા જ રહે છે.
(પ) ખણજ વેદના-નારકને ખણજની વેદના પણ અતિતીવ્ર હોય છે. છરીથી પણ જો શરીરને ખમ્યા કરતો પણ મટે નહિં એવી તીવ્ર ખણજ નિરંતર વેદના હોય છે.
(૬) પરાધીનતા–નારકજીવોને જયાં પરમાધામી છે ત્યાં પરમાધામીનેસદાવશ રહેવું પડે છે. તે ઉપરાંત સાતે નરક ના જે પ્રતરના જે નરકાવાસમાં હોય ત્યાં આયુ પૂર્ણ નથાય ત્યાં સુધી આવી ભંયકર વેદના નિરંતર સહેછે પણ ક્ષણવાર પણ તે સ્વતંત્રતા કે સુખ પામતો નથી તે પરાધીનતા વેદના.
(૭) જવર (તાવ) વેદના–મનુષ્યને અધિકમાં અધિક જેટલો તાવ આવે તેનાથી અનંત ગણો તાવ નરકના જીવોને હોય અને તે વેદના સમગ્ર જીવન પર્યન્ત નિરંતર રહે છે.
(૮) દાહ વેદના – નારકના જીવોને શરીરમાં સદા દાહ એટલે કે બળતરાની વેદના રહ્યા કરે છે.
(૯)ભયવેદના-અવધિજ્ઞાન કેવિલંગજ્ઞાન હોવાથી તેનાબળેતે આગામી ભય કે દુઃખને જાણતા હોય છે તેથી સદા ભયભીત રહે છે તે ઉપરાંત પરમાધામી તથા અન્ય નારકો દ્વારા થતી સતામણીનો ભય પણ સતત રહ્યા જ કરે છે.
(૧૦) શોક – નારકનો જીવ સદા દુઃખ અને ભય આદિના કારણે નિરંતર શોક મગ્ન જ રહે છે. જીવનમાં કદાપી આનંદ કે ખુશી તેને સ્પર્શતા નથી.
ભગવતીજી સૂત્રના ૧૩ માં શતક ના ચોથા ઉદેશમાં નારકના દુઃખ સંબંધી એક પ્રશનોત્તર છે – હે ભગવંત! રત્નપ્રભાના નારકોને ત્યાંની પૃથ્વીનો સ્પર્શ કેવો લાગે? હે ગૌતમ! અનિષ્ટ થી અમનોજ્ઞ સુધી એરીતે રત્નપ્રભાથી લઈને છેક સાતમી તમસ્તમા પ્રભા સુધીના જીવોને પૃથ્વી સહિત વાયુથી માંડીને વનસ્પતિના સ્પર્શ સુઘી (ભયંકર દુઃખ) અનુભવાય છે.
જ વિવિયા [શુમતવિવિયા) - નરકના જીવોને અશુભ નામ કર્મનો ઉદય હોવાથી એમનું ઉત્તર વૈક્રિય શરીર પણ અશુભતરજ હોય છે. તે નીચે નીચેની નરકમાં અધિકાધિક અશુભ થતું જાય છે.
તેઓ દુઃખથી ગભરાઈને મૂળ અશુભ શરીર થી છુટવા પ્રયત્ન કરે છે તો પણ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org