________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૩
૨૫
સુધીમાં તીવ્રતમ વેદના હોય છે.
પહેલી ત્રણ ભૂમિમાં ઉષ્ણ વેદના કહી છે. પણ ભાષ્યકાર તેનું વિશેષવર્ણન કરતા જણાવે છે કે (૧) રત્નપ્રભામાં તીવ્ર ઉષ્ણ વેદના હોય છે, (૨) શર્કરા પ્રભામાં તીવ્રતર ઉષ્ણ વેદના હોય છે (૩) વાલુકાપ્રભામાં તીવ્રતમ ઉષ્ણવેદના હોય છે.
ચોથી પદ્મભામાં ઘણાનારકને ઉષ્ણ અને થોડા નારકને શીત બે પ્રકારની વેદના છે.
પાંચમી ધૂમપ્રભામાં ઘણાંને શીત અને થોડાનારકને ઉષ્ણએમ બે પ્રકારે વેદના હોય છે. છઠ્ઠી અને સાતમીમાં શીતવેદનાકહી છે. પણ તેમાં છઠ્ઠીતમઃપ્રભાનીવેદનાશીતતર કહીછે. સાતમી મહાતમઃ પ્રભાની વેદના શીતતમ કહી છે.
આ રીતે ક્ષેત્રકૃત વેદનાના ઉષ્ણ અને શીત એવા બે ભેદો જણાવ્યા. એવા કુલ દસ ભેદ ક્ષેત્રકૃત વેદનાના જણાવેલા છે. ઉષ્ણ, શીત, ભૂખ, તરસ, ખણજ, પરાધીનતા, જ્વર દાહ, ભય, અને શોક.
(૧) ઉષ્ણ વેદનાઃ નરકમાં થતી ઉષ્ણ વેદના ભાષ્યકારે સુંદર ઉપમા આપીને સમજાવી છે – ગ્રીષ્મકાળ હોય. જેઠ મહિનો હોય આકાશ વાદળાથી રહિત હોય, મધ્યાહનનો સમય થયો હોય, પવન બિલકુલ ન હોય, સૂર્ય બરાબર આકાશમાં મધ્ય ભાગે જાજ્વલ્યમાનથઇ તપી રહયો હોય-આ સમયે પિતપ્રકોપવાળા અને છત્રી રહિત મનુષ્યને સૂર્યના આ અગ્નિઝરતા તાપથી જે અતિશય વેદના થાય તેનાથી અનંતગણી વેદના નરકના જીવોને હોય.
આવી તીવ્ર વેદના ને સહન કરતા નારકને ઉપાડીને મનુષ્ય લોકની સખતતમ ગરમી વાળી ભૂમિ માં મુકવામાં આવે તો તે જીવ જાણે કોઇ જ ગરમી વિનાની શીતળ પવન વાળી જગ્યામાં જાણે ન આવ્યો હોય તેવી રીતે ઘસઘસાટ ઉંઘી જાય છે.
(૨) શીતવેદના નરકમાં સહન કરવી પડતી ઠંડીનો સામાન્ય ખ્યાલ આપવા માટે પણ ભાષ્યકાર મહર્ષિ આવો જ સુંદર દાખલો આપે છે :
શરત ઋતુ હોય, પોષ માસની કડકડતી ઠંડી રાત્રિ હોય,આકાશ વાદળ રહિત હોય, શરીર કંપાવેતેવો તીવ્ર પવન ફૂંકાતો હોય, હાથ પગ-દાંત-હોઠવગેરે ધ્રુજી રહયા હોય... આ સમયે કોઈ માનવી હિમ પર્વતના ઉપરના ભાગમાં બેઠોહોય ચારે બાજુ જરાપણ અગ્નિ ન હોય, ચોતરફ ખુલ્લી જગ્યા હોય વાયુનો વ્યાધિ હોય શરીર વસ્ત્ર રહિત હોય આ વખતે તેને ઠંડીથી જેટલી વેદના થાય તેનાથી અનંતગણી વેદના નરકાવાસ માં રહેલા નારકોને નિરંતર હોય છે.
આવી ઠંડીની વેદના અનુભવતા તે નારકોને જો કદાચ ત્યાંથી લાવી અહીં મનુષ્યલોકમાં સખતતમ ઠંડી હોય તેવા સ્થાને મુકવામાં આવે તો જાણે ઠંડી અને પવન વિનાના કોઈ સ્થાનમાં હુંફાળા સ્થાનમાં) આવી ગયો હોય તેમ ઘસઘસાટ ઉંઘી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org