________________
૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા | [] વર્ષ –વર્ણ અત્યન્ત નિકૃષ્ટ, અતિ ભીષણ તથા મલિન હોય છે. ત્યાં દ્વાર કે જાળીયાં આદિકાંઇન હોવાથી સતત ગાઢ અંધકાર હોય છે. દરેક પદાર્થોનો વર્ણ ત્રાસ ઉપજાવે તેટલો કાળો હોય છે.
તેના વર્ણના નિકૃષ્ટપણાને જણાવવામાટે લખે છે કે જ
સર્વદિશા-વિદિશા તથા ઉર્ધ્વ અને અધો ઉપમાતીત ભયાનક અને અદષ્ટ કહી શકાય એટલી હદે “સમસ” વડે નિત્ય અંધકાર વાળા હોય છે.
– શ્લેષ્મ, મૂત્ર, મળ રૂધિર, મેદ, પરૂ વગેરે વહી રહયા હોય કે તેનાથી આખી ભૂમિ લિપ્ત થયેલી હોય તેવો ભૂતળ-ભાગ હોય છે.
-- સ્મશાન ભૂમિની જેમ સડેલ દુર્ગન્ધયુકત માંસ અને કેશ, હાડકા, ચર્મ, નખ, દાંત આદિ અશુચિ પુદ્ગલોથી છવાયેલી ભૂમિ હોય છે. ટુંકમાં આવા આવા કારણોથી અતિ બિભત્સ વર્ણ વાળી હોય છે.
[૬] :કોહવાઈ ગયેલા- શિયાળ, બિલાડા, સર્પ, નોળીયા, ઊંદર, હાથી, ઘોડા, ગાય અને મનુષ્યોના જીવોના કલેવરોની ગંધથી પણ અધિક અશુભતર ગંધ પરિણામ આ નરકોમાં હોય છે.
[૭] :— ત્યાં લીમડાના રસ કરતા પણ અધિક કડવા રસ પરિણામ હોય છે.
[૮] સ્પર્શ – નરકનાસ્પર્શ પરિણામઅગ્નિ કરતા પણ વધુ ઉષ્ણ અને વીંછીના દંશ સ્પર્શ થી પણ અધિક દુઃખા વહ હોય છે.
[3] અમુકુયુ – શરીરનો અગુરુલઘુ પરિણામ પણ અનેક તીવ્ર દુઃખોના આશ્રયભૂત હોવાથી અનિષ્ટ અને અશુભ હોય છે.
[] સતત પીડાતા એવા એ નરકોના શબ્દ પરિણામ પણ જાણે તેઓ વિલાપ કરતા હોય એવા અશુભ-દારુણ અને સાંભળતા પણ દુઃખ કરુણા ઉપજાવે તેવા હોય છે.
-હેમાત! હેતાત! અમને છોડાવ, અમનેબચાવો-હે સ્વામી! તમારો સેવક છું મને નમારો આ રીતે નિરંતરઆર્તસ્વરપૂર્વક રોવાનોકરગરવાનોપીડારૂપશબ્દો પ્રગટ કરવાવાળો દીનતા, હિનતા અને કુપણતાનો ભાવ ભરેલા શબ્દ પરિણામ હોય છે.
* શરીર (શશુમત ટે) સાતે ભૂમિના નારકોના શરીર અશુભનામકર્મના ઉદયથી ઉત્તરોતર અધિક-અધિક અશુભ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-શબ્દ અંગોપાંગ અને નિર્માણ સંસ્થાનવાળા હોય છે. તેમજ અધિકાધિક અશુચિમય અને બિભત્સ હોય છે.
વળી હંડકનામ કર્મના ઉદયથી તેમના શરીરોના આકાર અનિયત અને અવ્યવસ્થિત હોય છે. જેમની પાંખ ઉખેડીનખાઈ હોય તેવા પક્ષીના શરીર જેવીનારકીના શરીરની આકૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org