________________
.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
– તદુપરાંત – ૫૬ અંતર્દીપ જેની વ્યાખ્યા પૂર્વ-સૂત્રઃ ૧૫ માં વિસ્તાર થી કહેલી છે તે સર્વે પણ અકર્મભૂમિ જ કહેલી છે.
– આ રીતે યુગલિક ક્ષેત્ર-૩૦ તથા અંતર્દીપ-૫૬ એરીતે કુલ-૮૬ ભૂમિ ઓને અર્મભૂમિ કહેલી છે.
૧૩૨
– આ વ્યાખ્યા ભાષ્યકાર મહર્ષિ બીજા શબ્દોમાં જણાવે છે
G
– જંબુદ્વિપમાં રહેલ હૈમવંત, હરિવર્ષ, રમ્યક અને હૈરણ્યવંત એ ચાર વાસક્ષેત્ર, આવાજ આઠ વાસક્ષેત્રો ધાતકીખંડમાં [પૂર્વ ધાતકી ખંડમાં – ૪ અને પશ્ચિમ ધાતકી ખંડમાં – ૪], આવા જ આઠ ક્ષેત્રો પુષ્કરાર્ધદ્વીપમાં [પૂર્વ પુષ્કરાર્ધદ્વીપમાં ૪અને પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપમાં – ૪ ] એ સર્વે મળીને [૪+૮+૮] કુલ ૨૦ વાસ ક્ષેત્રો.
તેમજ હૈમવંત તથા શિખરી પર્વતની દાઢાઓ માં આવેલા એકોક વગેરે ૫૬ અંતર દ્વીપો [એ ૭૬ ભૂમિ].
તીર્થંકર પરમાત્માના જન્માદિ (કલ્યાણક) રહિત હોવાથી આ બધી ભૂમિને કહેલી છે. પ-દેવકુરુ-પ-ઉત્તરકુરુ એ દશ ક્ષેત્રો સર્વદા ચારિત્રની પરિપાલના ના અભાવ વાળા હોવાથી તે ક્ષેત્રો કર્મભૂમિ અન્નર્ગત હોવા છતાં પણ તેને અકર્મભૂમિ કહી છે. વિશેષઃ (૧) સૂક્રમ ઃ આ સૂત્રને ૧૪માં ક્રમે પણ મુકી શકાયું હોત કેમકે ત્યાં ક્ષેત્રને આશ્રીને જ પ્રકરણ ચાલતું હતું – છતાં સૂત્રકાર મહર્ષિએ તેને મનુષ્યોના ભેદ દર્શાવતા સૂત્ર સાથે મુકયું તે સહેતુક છે.
– સૂત્રકારે પૂર્વ સૂત્રમાં મનુષ્યના આર્ય અને મ્લેચ્છ એવા બે ભેદો કહયા. તેમાં આર્યના છ ભેદને જણાવેલા છે. તે છ ભેદોમાંનો પ્રથમ ભેદ તે ક્ષેત્ર-આર્ય
અહીં ક્ષેત્રને આશ્રીને જે વ્યાખ્યા અપાઇ, તે મુજબ કર્મભૂમિ કોને કહેવી ? તે ઓળખ જરૂરી હતી. આ ઓળખ આપવા માટે આ સૂત્ર અહીં બનાવેલું છે.
૨. કર્મશબ્દના વિવિધ અર્થો ઃ સૂત્રમાં ર્મભૂમિ શબ્દ મુકાયો છે. ઉપરોકત વ્યાખ્યામાં ર્મભૂમિ શદ્ધની વ્યવસ્થિત વ્યાખ્યા કરાયેલી છે.પણ તેમાં રહેલો મેં શુદ્ધ સમગ્ર તત્ત્વાર્થસૂત્રમાં એકજ અર્થમાં પ્રયોજાયેલો નથી.
કર્મ શદ્ધ જે જુદા જુદા અર્થમાં વપરાયો છે તે વ્યાખ્યા અહીં રજુ કરેલ છે ૧. પ્રસ્તુત સૂત્રમાં ર્મશબ્દ ‘‘મોક્ષ માટેના ઉત્તમ આચારરૂપ ધાર્મિક કૃત્ય’’ એવા
અર્થમાં પ્રયોજાયો છે.
૨.ર્મભૂમિ ને આશ્રીને કર્મ શબ્દનો અર્થ અન્ય ગ્રન્થોમાં સિ મત્તિ વૃષિ સ્વરૂપે પણ ગણાયો છે.
આ અસિ-મસિ-કૃષિ એ ત્રણ કર્મ જે ભૂમિમાં હોયતે ભૂમિને કર્મભૂમિ કહી છે. તેમાં કર્મ તે અત્તિ મત્તિ વૃષિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org