________________
૯૩
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૫
- भूतभवद्भाविभाव स्वभावपर्यालोचनम्
- આ સંજ્ઞામાં ભૂત – ભાવિ અને વર્તમાન સંબંધિ ત્રણ કાળની વિચારણા હોય છે. અર્થાત હિતાહિતનો વિચાર કરી જીવ - “હું આમ કરું છું', - “મેં આમ કર્યુ છે” –“ હું આમ કરીશ” એ રીતે ત્રણેકાળ સંબંધિ જે સંજ્ઞા ધારણ કરે છે તેને સંપ્રધારણ સંજ્ઞા કહી છે. તેને દીર્ઘકાલિકી સંજ્ઞા પણ કહે છે.
અહીં દીર્ઘકાલિકી સંજ્ઞાને ગ્રહણ કરવાથી હેતુવાદ અને દૃષ્ટિવાદોપદેશિત સંજ્ઞાનો આપ આપ પરિહાર થઈ જાય છે.
ભાષ્યાકૃત વ્યાખ્યાનુસાર ઇહા અપોહ ગુણ દોષનું સ્વરૂપ
$ હૃ- તર્કરૂપ કલ્પના જેમકે સુંદર ધ્વનિ કાને પડતા તે જીવ એવું વિચારે કે આ શંખધ્વનિ હશે કે શૃંગ ધ્વનિ? આવી વૈકલ્પિક તર્ક - વિચારણા ને ઈહા કહે છે.
# અપોદ:- એક ચોકકસ વિષયને ગ્રહણ કરી બાકીના વિષયનો પરિત્યાગ કરવો. જેમકે ઉપરોકત દ્રાંતમાં “તે'' એમ નકકી કરે છે કે
આટલો મધુર ધ્વનિ છે માટે તે શંખ ધ્વનિ જ હોય - શૃંગધ્વનિ હોઈ શકે નહીં. ૪ ગુખ:- જે કારણથી અભિપ્રેત વિષયની સિધ્ધિ થાય તેને ગુણ કહેવામાં આવે છે.
स्वार्थपुष्टिहेतवो गुणाः ૪ રોષ:- જેનાથી અભિપ્રેત વિષયની સિધ્ધિમાં વિઘ્ન થાય તેને દોષ કહેવામાં આવે છે.
આ રીતે ઈહા અને અપોહ થકી ગુણ-દોષોનો વિચાર કરી તેમાં ગ્રાહય શું? અને ત્યાં શું? એવી બુધ્ધિ હોવી તેને સંપ્રઘારણ સંજ્ઞા કહે છે.
આ સંજ્ઞા સમનસ્ક જીવોમાં જ જોવા મળે છે. અન્ય જીવોમાં નહીં. તેથી તેને સમન્સકતાની બોધક કહી છે. સિદ્ધસેનીય ટીકામાં સુંદર તુલના થકી આ વાત જણાવી છેકે જેમ -મતિ સ્મૃતિસંજ્ઞાવત્તાનોય તિ મનથતિર-ગ-નૃ.૨૩] [ યોનિગ્રહો
ત: [.૭-પૂ. ૪] જેમ- સંજ્ઞા કહો કે ચિન્તા કહો બંને એક જ છે. સમ્યયોગનિંગ્રહ કહો કે ગુપ્તિ પર્યાય છે. તેજ રીતે જ્ઞન: સમન: માં સંજ્ઞી કહો કે સમનસ્ક કહો બંને એકજ છે. પૂર્વશરત માત્ર એટલી જ કે તેને સંપ્રધારણ સંજ્ઞા હોય છે.
સંજ્ઞીજીવોઃ- એકેન્દ્રિય-પૃથ્વીકાયથી આરંભીને ચઉરિંદ્રિય સુધીના સર્વે જીવો અસંજ્ઞી અર્થાત મનરહિત જ હોય છે.
૪ પંચેન્દ્રિય - જીવોમાં પણ સંમૂર્ણિમ તિર્યંચ અને સંમૂર્ણિમ મનુષ્યો અસંશી અર્થાત મન વગરના જ હોય છે.
૪ સર્વે દેવો, સર્વેનારકો, ગર્ભજ મનુષ્યો, ગર્ભજ તિર્યંચોને મનવાળા અર્થાત્ સંસી જીવો ગણાવેલા છે. સંસી હોવાથી જ સમન કહયા છે તેમ પણ કહી શકાય.
* સૂત્રકાર ભગવંતે મનને માટે એકવખત મમ્ શબ્દ પ્રયોજયો છે - બીજી વખત ન્દ્રિય શબ્દ મુકયો તેનો હેતુ શો?
તત્ત્વાર્થાધિગમ સૂત્ર એ આગમના સાર રૂપ અવતરણ છે. તેમજ વિવિધ ગ્રન્થોનો નિચોડ પણ તેના સંદર્ભસ્વરૂપે દેખાય છે. શક્ય છે કે ન્દ્રિય પદ અને જ્ઞાન વિષયક ચર્ચામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org